________________
४२
अस्पृशद्गतिवादः रोऽस्ति, आज्ञाग्राह्यमर्थं युक्त्या समर्थयतोऽपसिद्धान्ताવાતાત્ |
तदाह भगवान् सम्मतिकारः-"जो हेउवायपक्खम्मि, हेउओ आगमे अ आगमिओ ॥ सो ससमयपण्णवओ, सिद्धन्तविराहगो अण्णो ॥३-४५॥" રુતિ |
–અસ્પર્શોપનિષદ્આજ્ઞા ગ્રાહ્ય અર્થ હોય, તે અર્થનું યુક્તિથી સમર્થન કરે, તેને અપસિદ્ધાન્તનો દોષ લાગે.
સમ્મતિપ્રકરણકાર ભગવાન શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે કહ્યું છે કે, જે હેતુવાદપક્ષમાં હેતુથી સમર્થન કરે અને આગમવાદ પક્ષમાં આગમથી સમર્થન કરે, તે સ્વસિદ્ધાંતનો પ્રજ્ઞાપક છે. તેનાથી અન્ય હોય, એ સિદ્ધાંતનો વિરાધક છે. (૩-૪પો
આશય એ છે કે જે પદાર્થ માત્ર આજ્ઞા ગ્રાહ્ય હોય, જેમ કે નિગોદના અનંત જીવો, સૂક્ષ્મ જીવો વગેરે, આવો પદાર્થ માત્ર આજ્ઞાથી જ સમજાવાય. ભગવાને કેવળજ્ઞાનમાં જોઈને આ મુજબ કહ્યું છે.