________________
६६
अस्पृशद्गतिवादः यथा दण्डादिक्रमवत्यां सर्वथा । आपेक्षिक
અસ્પર્શોપનિષ છે. એટલે કે અચિન્ય શક્તિ માનીએ તો જ વચ્ચેના કોઈપણ પ્રદેશનો સ્પર્શ નહીં કરનારી એવી આ અસ્પૃશદ્ગતિ ઘટી શકે છે. જેમકે દંડ વગેરેના ક્રમવાળી સર્વથા અસ્પૃશગતિમાં આપેક્ષિક સ્પૃશગતિથી જે વિલક્ષણતા છે તે પણ અચિન્યશક્તિથી જ સંગત થઈ શકે છે.
આશય એ છે કે કેવલીસમુદ્ધાતના પ્રથમાદિ સમયે ક્રમશઃ દંડ વગેરે કરાય છે. તેમાં પ્રથમ સમયે દંડ કરે, ત્યારે આત્મપ્રદેશોને ઉપર અને નીચે લોકાન્ત સુધી પ્રસારે છે. આ પ્રક્રિયામાં અમુક આત્મપ્રદેશ શરીરમાં જ રહે છે. અમુક આત્મપ્રદેશ શરીરથી એક આકાશપ્રદેશ ઉપર જાય છે. અમુક આત્મપ્રદેશ એનાથી એક આકાશપ્રદેશ ઉપર જાય છે. એમ ક્રમશઃ બે, ત્રણ, ચાર, પાંચ... સો.. હજાર... લાખ... કરોડ... અસંખ્ય... આકાશપ્રદેશોને ઓળંગીને આત્મપ્રદેશો ગતિ કરે છે, યાવત્ ઉપર લોકાન્ત સુધી અમુક આત્મપ્રદેશો