________________
૭૦
अस्पृशद्गतिवादः रास्पर्शस्पर्शपूर्वकत्वयोरपि तथात्वादिति चेत्, न, तादृशधर्मस्यापि शक्तिनिर्वाह्यत्वाद्, अन्यथाऽतिप्रसङ्गाद्
-અસ્પર્શોપનિષદ્ર ન માની શકાય. કારણ કે સર્વથા અસ્પૃશદ્ગતિમાં પણ વચ્ચેના બધા પ્રદેશોનો અસ્પર્શ અને સિદ્ધિક્ષેત્રના પ્રદેશોનો સ્પર્શ આ રીતે અસ્પૃશત્ત્વ અને સ્પૃશત્ત્વ રહેલું જ છે. એમાં તમે અચિજ્યશક્તિને જનક માનો છો તો. જન્ય કોને માનશો, સ્પેશદ્ગતિને કે અસ્પૃશદ્ગતિને ? જન્યતાવચ્છક કોણ બનશે ?, સ્પૃશત્ત્વ કે અસ્પૃશત્ત્વ? આ રીતે અહીં પણ પૂર્વવતું વિનિગમનાવિરહ છે. માટે અહીં પણ તમે અર્થસમાજને જ કારણ માની લો એ ઉચિત છે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે અમુક અપેક્ષાએ સ્પૃશત્ત્વ અને અમુક અપેક્ષાએ અસ્પૃશત્ત્વ હોવું એવો જે ધર્મ છે એનો પણ શક્તિથી નિર્વાહ થાય છે.
આશય એ છે કે જેવા ધર્મના આધારે તમે વિનિગમનાવિરહ બતાવીને શક્તિનું નિરાકરણ