________________
૭૨
अस्पृशद्गतिवादः प्रमाणप्रसिद्ध्यविरोधाच्च ॥ इत्यधिकं व्युत्पादितमस्माभिः स्याद्वादकल्पलतायाम् ॥ सुहृदनुग्रहमात्रं पुनरेतल्लिखनप्रयोजनमिति श्रेयः ॥ इति अस्पृशद्गतिवादः समाप्तः ॥
-અસ્પર્શોપનિષદ્ વળી આવું માનવામાં પ્રત્યક્ષાદિ પ્રમાણની પ્રસિદ્ધિનો વિરોધ નથી. જેમ એક જ દેવદત્તમાં પુત્રત્વ, પિતૃત્વ, પતિત્વ, મિત્રત્વ, શિક્ષકત્વ વગેરે અનેક ધર્મો રહેલા છે અને તેમાં માત્ર તેના પિતા, પુત્રાદિ બાહ્ય નિમિત્તો જ કારણ નથી બનતા. દેવદત્તમાં પણ તે તે ધર્મોને પ્રાયોગ્ય શક્તિ માનવી જ પડે. અન્યથા પૂર્વવત્ અતિપ્રસંગ દોષ ઉભો જ છે.
આ રીતે અચિન્યશક્તિથી સર્વથા અસ્પૃશગતિની સિદ્ધિ થાય છે. આ વિષયમાં અમે સ્યાદ્વાદકલ્પલતામાં (શાસ્ત્રવાર્તાસમુચ્ચય-વૃત્તિમાં) વધુ વ્યુત્પાદન કર્યું છે. ફરીથી આ પ્રબંધ લખ્યો છે તેનું પ્રયોજન સજ્જનો પર અનુગ્રહ કરવાનો છે. ઈતિ કલ્યાણ થાઓ. આ રીતે અસ્પૃશગતિવાદ સમાપ્ત
થયો.