Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 78
________________ ६७ अस्पृशद्गतिवादः પહોંચી જાય છે. આ જ રીતે નીચે પણ સમજવું. દંડકરણમાં એક જ સમય લાગે છે. માટે જે આત્મપ્રદેશોએ એક આકાશપ્રદેશ જેટલી જ ગતિ કરી છે, તેમની સિવાયના બધા આત્મપ્રદેશોની અસ્પૃશદ્ગતિ જ છે. કારણ કે જે આત્મપ્રદેશ માત્ર ૧ આકાશપ્રદેશ ઓળંગીને એકાંતરિત આકાશપ્રદેશે પહોંચ્યો છે, તેનાથી માંડીને લોકાંતે પહોચેલા આકાશ-પ્રદેશોએ વચ્ચેના કોઈપણ પ્રદેશોની સ્પર્શન કર્યા વિના જ ગતિ કરી છે. જો તેઓ વચ્ચેના આકાશપ્રદેશોની સ્પર્શના કરીને જાય તો પોતાના પ્રાપ્તવ્ય સ્થાને એક સમયમાં પહોચી જ ન શકે. આ જ રીતે, કપાટ, મંથાન, લોકવ્યાપન વગેરે પ્રક્રિયામાં પણ સમજવું જોઈએ. આ પ્રક્રિયાઓ પણ એક-એક સમયની જ છે અને તેમાં અસ્પૃશદ્ગતિ થાય જ છે. આ અસ્પૃશદ્ગતિ પણ આપેક્ષિક અસ્પૃશગતિથી વિલક્ષણ છે અને તેની એ વિલક્ષણતાના કારણ તરીકે તેની અચિત્યશક્તિ જ ઘટી શકે છે.

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104