________________
अस्पृशद्गतिवादः मपास्तं निरवधिकवेगव्यवहारदर्शनाद् वेगस्यास्पृशत्त्वाख्यतीव्रत्वाऽतिरिक्तत्वे मानाभावात्, तस्य गुणान्तरत्वे मान्द्यस्यापि गुणान्तरत्वापत्तेश्च, मन्दं गच्छतीत्यादि
-અસ્પર્શોપનિષ— કારણ કે નિરવધિક વેગનો વ્યવહાર દેખાય છે. (? આ અસીમ વેગથી જાય છે એવો વ્યવહાર દેખાય છે. અથવા તો જ્યાંથી વેગનો પ્રારંભ થયો કે અંત થયો, એવી પૂર્વ-પશ્ચાત્ અવધિથી રહિત એવા વેગનો વ્યવહાર દેખાય છે ?) માટે અસ્પૃશત્ત્વ નામના તીવ્રત્વથી વેગ અલગ છે, એવું માનવામાં કોઈ પ્રમાણ નથી. એટલે જે તીવ્રત્વ છે, તે જ વેગ છે. વળી જો વેગને જુદો ગુણ માનશો, તો માન્ધ (મંદતા)ને પણ જુદો ગુણ માનવો પડશે. કારણ કે “એ ધીમે જાય છે', એવો વ્યવહાર પણ થાય છે. એટલે “વેગથી જાય છે એના પરથી જો વેગ અલગ ગુણ તરીકે સિદ્ધ થતો હોય, તો “ધીમે જાય છે' એના પરથી “માંદ્ય' પણ અલગ ગુણ સિદ્ધ થઈ જશે. આદિથી હળવે જાય છે ( જીત) વગેરે વ્યવહાર સમજી લેવા.