________________
अस्पृशद्गतिवादः व्यवहारस्यापि जागरूकत्वात् । मान्द्यं वेगाभाव एवेति चेत्, वेग एव मान्द्याभाव इत्यपि किं न स्यात् । न च पातप्रतिबन्धकत्वाद्वेगसिद्धिः, क्रिया
–અસ્પર્શોપનિષ– વૈશેષિક :- ના, માંદ્યની સિદ્ધિ તો વેગાભાવ તરીકે જ થઈ જાય છે. વેગાભાવ છે, તે જ માંદ્ય છે. માટે વેગને અલગ ગુણ માની લો એટલું જ પૂરતું છે, માંદ્યને અલગ ગુણ માનવાની જરૂર નથી.
જૈન :- જો આવું માની શકાતું હોય, તો પછી વેગ જ માન્ધાભાવ છે, એવું પણ કેમ ન માની શકાય ? પછી તો માંદ્ય જ અલગ ગુણ તરીકે સિદ્ધ થશે. વેગ તો માંદ્યાભાવ જ છે, માટે તેને અલગ ગુણ માનવાની જરૂર નથી.
વૈશેષિક - “વેગથી જાય છે. આ વ્યવહારથી વેગની સિદ્ધિ ગુણાન્તર તરીકે કરવા જઈએ તો ઉપરોક્ત દોષ આવે છે. માટે અમે બીજી રીતે વેગની સિદ્ધિ કરશું. જ્યારે કોઈ મોટા ખાડા, નાળા વગેરેને ઓળંગવા હોય ત્યારે માણસ થોડા ડગલા