________________
४८
अस्पृशद्गतिवादः रिति किमधिकबालचेष्टितक्षोदेन ॥
कश्चित्त्वत्यन्तप्रगल्भस्तावत्यैवावगाहनयाऽपि स्पृशन्तीं गतिमचिन्त्यशक्तिकत्वेन कल्पयति, प्रष्टारं प्रति
–અસ્પર્શોપનિષદ્ – આંધળો વિશ્વાસ કરનારા મુગ્ધ લોકો હોય, તેમની પાસે જ શોભે. પણ જે તત્ત્વાનુસારિણી મતિના રસિક હોય, તાત્ત્વિક વચનો કહેવાના આગ્રહી હોય, એવી વિદ્વાનોની પર્ષદામાં ન શોભે. કારણ કે શાસ્ત્રોનું નિરીક્ષણ કરતાં અમને એવું જ જોવા મળે છે કે જ્યાં પહેલા બળવાન એવા ઘણા લોકોને સમ્મત અર્થથી વિરુદ્ધ એવા અનેક પ્રકારના અર્થો કહ્યા હોય, એટલે કે પરસ્પર વિરુદ્ધ એવા અનેક મત-મતાંતરો કહ્યા હોય, અને પછી એવું કહ્યું હોય કે “આ અર્થ કેવળીગમ્ય છે' તો જ એ કેવળીગમ્યતાનું વચન વિપ્રતિપત્તિનું સૂચક બને છે. અન્યથા એટલે કે પૂર્વે વિરુદ્ધ અર્થોનો ઉપન્યાસ ન કર્યો હોય તો કેવળીગમ્યતાનું પ્રતિપાદન વિપ્રતિપત્તિનું સૂચક ન બની શકે.
અન્યથા “સૂક્ષ્મ જીવો આજ્ઞા ગ્રાહ્ય છે. તે જીવો ચક્ષુનો વિષય બનતા નથી.” ઈત્યાદિ વચનો પણ