________________
५१
अस्पृशद्गतिवादः कर्तुमशक्यत्वात्, तावत्यैवावगाहनया सकलान्तरस्पर्शनं त्वङ्गुल्यग्रेण त्रैलोक्यस्पर्शनवद्बाधितमेव, किञ्चि
-અસ્પર્શોપનિષદ્જ અવગાહનાથી મનુષ્યલોકથી લોકાગ્ર સુધીની શ્રેણિની સ્પર્શના તો તે જ રીતે બાધિત છે કે જે રીતે આંગળીના ટેરવાથી સમસ્ત ત્રણ લોકની સ્પર્શના બાધિત છે.
આશય એ છે કે, તત્ત્વાર્થસૂત્રની સિદ્ધસેની વૃત્તિમાં જે કહ્યું છે - “અચિન્ત-સામર્થ્યથી દેહવિયોગ, સિદ્ધિ પામતા જીવની ગતિ અને લોકાન્તપ્રાપ્તિ આ બધું એક સાથે થાય છે.” અહીં અચિત્યશક્તિ દ્વારા પ્રસ્તુત અર્થનું સમર્થન કર્યું છે. પણ કોઈ સાહસિક અચિન્યશક્તિને કારણ તરીકે રજૂ કરીને આગમમાં નહીં કહેલી અને તદ્દન અશક્ય અર્થનું પ્રતિપાદન કરે કે, “અહીં જીવ જેટલી અવગાહનામાં રહ્યો છે તેટલી અવગાહનાથી જ સિદ્ધિક્ષેત્ર સુધીના વચ્ચેના આકાશપ્રદેશોનો સ્પર્શ કરે છે. એવી સ્પૃશંતિ ગતિથી સિદ્ધિગમન થાય છે.” આવું પ્રતિપાદન તો તદન બાધિત જ છે.