________________
अस्पृशद्गतिवादः
चेव) अफुसमाणगईए चेव गमणं उक्करिसविसेसओ इयं" इति पञ्चसूत्रे । अन्यत्राप्येतज्जातीयस्थलेऽत्रत्यतत्रत्यावगाहनयोरेवतुल्यत्वेनास्पृशत्त्वमुपपादितं वर्तते, तत्र तु न किमपि विवेचनीयमवशिष्यते । अत्रत्यतत्र-અસ્પર્શોપનિષદ્
३३
પંચસૂત્રમાં કહ્યું છે - માટે જ અસ્પૃશતિથી ગમન કરે છે. અસ્પૃશદ્દ્ગતિ ઉત્કૃષ્ટવિશેષથી (અચિત્ત્વ અતિશયથી) થાય છે.
બીજા શાસ્ત્રમાં પણ આવા સ્થળમાં અહીંથી અવગાહના અને ત્યાંની (સિદ્ધિક્ષેત્રની) અવગાહનાની તુલ્યતાથી અસ્પૃશત્વની સંગતિ કરી છે. એટલે કે જેટલા આકાશપ્રદેશોમાં અહીં રહેલો હતો, તેટલા જ આકાશપ્રદેશોમાં ઉપર પણ રહેશે.
તેનાથી વધારે પ્રદેશોની અવગાહનાવચ્છિન્ન સ્પર્શના નહીં કરે. આ રીતે અસ્પૃશત્વ ઘટાવ્યું છે. તેમાં તો તેમનો અભિપ્રાય સ્પષ્ટ જ છે, માટે તેમાં કોઈ વિવેચન કરવાનું બાકી રહેતું નથી. અને અહીંની અને ત્યાંની અવગાહનાને અને સ્પર્શનાને