________________
२१
अस्पृशद्गतिवादः तथा च बभाषे भाष्यकारः - "एगपएसं खेत्तं, सत्तपएसा य से फुसणा ।" इति ॥ नन्वेवं "यावत्सु जीवोऽवगाढस्तावत एव स्पृशति न तु ततोऽतिरिक्त
-અસ્પર્શોપનિષદ્ પ્રદેશ જ્યાં અવગાહન કરીને રહ્યો હોય, તેની છ દિશામાં અનંતર રહેલા પ્રદેશોનો સ્પર્શ તેને થાય જ છે. ભાષ્યકારે પણ આ જ વાત કરી છે કે, એક પ્રદેશનું તેનું ક્ષેત્ર હોય છે અને સાત પ્રદેશમાં તેની સ્પર્શના થાય છે. એક તો પોતે જે પ્રદેશમાં અવગાહન કર્યું છે તેની સ્પર્શના અને બીજા છ દિશાના છે પ્રદેશોની સ્પર્શના. ચાર દિશાના ચાર તથા ઉપર અને નીચે એમ છ દિશાના પ્રદેશોની તદ્દન લગોલગ હોય, તેને એ પ્રદેશોની સ્પર્શના તો થવાની જ છે. જો એ પ્રદેશોની સ્પર્શના ન માનો તો વચ્ચે અંતર માનવું પડે અને અંતર હોય તો એ પાર્શ્વવર્તી પ્રદેશ જ ન કહેવાય. માટે જે પાર્શ્વવર્તી પ્રદેશો છે, તેની સ્પર્શના અવશ્ય માનવી જ પડે.
પૂર્વપક્ષ :- અરે, પણ આ રીતે તો વાદિવેતાલા શ્રી શાંતિસૂરિએ જે કહ્યું કે, “જેટલા પ્રદેશોમાં જીવ