________________
अस्पृशद्गतिवादः भ्रमविषस्य परमं भेषजमुत्पश्यामः । तावतामेव हि प्रदेशानामूर्ध्वमवगाहनयाऽऽन्तरालिकप्रदेशास्पर्शनस्य स्पष्टमुपपत्तेः । न च सिद्धिक्षेत्रावच्छिन्नप्रदेशस्पर्शनेना
–અસ્પર્શોપનિષદપરમ ઔષધ છે, એવું અમને લાગે છે. કારણ કે તેટલા જ પ્રદેશોમાં ઉપર અવગાહન કરશે, એના પરથી વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ નહીં કરે એ સ્પષ્ટપણે ઘટે છે.
આશય એ છે કે જ્યારે બીજા સમયનો સ્પર્શ નથી થતો. એક જ સમયમાં લોકાગ્રભાગે પહોંચી જાય છે. અને અહીં જેટલા આકાશપ્રદેશોમાં અવગાઢ હતો, એટલા જ આકાશપ્રદેશોનું ઉપર અવગાહન કરે છે. એના પરથી સિદ્ધ થઈ જાય છે કે આમાં દંડકરણાદિ કોઈ પ્રક્રિયા ઘટતી નથી અને વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જીવ અસ્પૃશદ્ગતિથી સિદ્ધિગમન કરે છે.
પૂર્વપક્ષ :- પ્રદેશાન્તરની અસ્પર્શનાને સિદ્ધ કરવા તમે મથામણ કરી રહ્યા છો. પણ એવું સિદ્ધ થવું શક્ય જ નથી. કારણ કે સિદ્ધિક્ષેત્રમાં રહેલા