________________
આશયથી તેના પર પ્રસ્તુત ગુર્જરવૃત્તિ-અસ્પર્શોપનિષતું સર્જન કર્યું છે. મહોપાધ્યાયશ્રીના ગંભીર આશયને માપવાનું કદાચ આ સાહસ છે. આમ છતાં ‘શુપે યથાશક્તિ યતિતવ્યમ્' એ ન્યાયે આ સાહસ ક્ષન્તવ્ય ગણાશે. ક્ષતિનિર્દેશ કરવા બહુશ્રુતોને નમ્ર પ્રાર્થના કરું છું.
મૂળ ગ્રંથનું સંશોધન બે હસ્તાદર્શો પરથી કરવામાં આવ્યું છે. જેની ઝલક પેજ નં. ૬ અને ૭ ઉપર દર્શાવેલ છે.
પરમકૃપાળુ પરમાત્મા તથા અનંતો પકારી ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપાથી આ પ્રબંધ સંપન્ન થયો છે.
ઉપરોક્ત હસ્તાદર્થોમાંથી ૧ હસ્તાદર્શની નકલ જેમના સૌજન્યથી પ્રાપ્ત થઈ તે શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા)ના પ્રેરક રાષ્ટ્રસંત શ્રી પદ્મસાગર-સૂરીશ્વરજી મ.સા.નું પણ કૃતજ્ઞભાવે સ્મરણ કરીએ છીએ. ભરત ગ્રાફિકવાળા શ્રી ભરતભાઈના પરિશ્રમથી ટાઈપસેટીંગ આદિ કાર્ય સુચારુરૂપે પાર પડેલ છે.
પ્રસ્તુત પ્રબંધના અધ્યયન દ્વારા સ્વ-પરને ચરમઅસ્પૃશગતિની પ્રાપ્તિ થાય એ જ અભ્યર્થના સાથે... જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિદુક્કડમ્.
પોષ સુદ-૬, વિ.સં. ૨૦૬૬ શ્રી કેવલબાગ તીર્થ, સિરોડી, રાજસ્થાન
પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો
ચરણકિંકર આચાર્ય વિજયકલ્યાણબોધિસૂરિ