________________
॥ अथ न्यायविशारद-न्यायाचार्य-महोपाध्यायश्रीयशोविजयगणिप्रणीतः श्रीअस्पृशद्गतिवादः ॥
अस्पृशद्गतिमतीत्य शोभते, 'सिद्धयतो न हि म(ग)तिः सुमेधसाम् ॥ इत्यखण्डतमपण्डपण्डिताचारमण्डनमसावुपक्रमः ॥१॥
-અસ્પર્શોપનિષ સિદ્ધિ પામતા આત્માની ગતિ અસ્પૃશગતિ હોય તો જ એ શોભે છે, અન્યથા એ યુક્તિસંગત થતી નથી. એવા અત્યંત અખંડ એવા શબ્દાર્થને જાણનારા જે પંડિતો છે, તેમના આચારનું મંડન કરનાર એવો આ સુબુદ્ધિઓનો (શાસ્ત્રાનુસારી મતિવાળા એવા અમારો) ઉપક્રમ છે.
અર્થાત્ શાસ્ત્રમાં કહ્યું છે કે જીવ સિદ્ધ થાય ત્યારે મનુષ્યલોકથી એક જ સમયમાં સિદ્ધશિલાની ઉપર પહોંચી જાય છે. વચ્ચેના આકાશપ્રદેશોની સ્પર્શન કરતો નથી. શાસ્ત્રનો આ પદાર્થ અબાધ્ય છે. આ પદાર્થનું મંડન કરવા માટે અમારો આ
૨. હૃ-સિંધ્યતો |