Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 7
________________ બુદ્ધિના સીમાડેથી.. સર્વકર્મોનો ક્ષય કરીને જ્યારે જીવ સિદ્ધિગમન કરે, તે સમયે એક અદ્ભુત ઘટના બને છે. જે સમયે સર્વ કર્મનો ક્ષય થાય છે, તે જ સમયે શરીરનો ત્યાગ થાય છે. તે જ સમયે સિદ્ધિગમન પણ થાય છે અને તેના પછીના જ (Very next) સમયે જીવ લોકાગ્ર ભાગે પહોંચી ગયો હોય છે. અસંખ્ય અસંખ્ય યોજનોનું અંતર માત્ર એક જ સમયમાં કપાઈ જાય છે. સિદ્ધિગમનના સમયની આ ગતિ એટલે જ અસ્પૃશગતિ. આને અસ્પૃશદ્ગતિ એટલા માટે કહી છે, કે તેમાં વચ્ચેના આકાશપ્રદેશોનો સ્પર્શ થતો નથી. જો વચ્ચેના આકાશપ્રદેશોનો સ્પર્શ થાય, તો પ્રત્યેક આકાશપ્રદેશને ઓળંગતા ઓળંગતા અસંખ્ય સમય થઈ જાય. ઉર્ધ્વ આકાશપ્રદેશશ્રેણિમાં જ્યાં સુધી નીચે નીચેના આકાશપ્રદેશોનો સ્પર્શ ન થાય, ત્યાં સુધી ઉપર-ઉપરના આકાશપ્રદેશોનો સ્પર્શ ન થઈ શકે. આ રીતે ક્રમશઃ સિદ્ધિગમન કરતાં અસંખ્ય સમય થઈ જાય. જ્યારે સિદ્ધિગમન તો એક જ સમયમાં થાય છે અને તેનું રહસ્ય છે સિદ્ધ થતા જીવની અસ્પૃશગતિ. પણ આ અસ્પૃશગતિનું રહસ્ય શું છે ? અહીંથી લોકાગ્ર સુધી જાય અને વચ્ચેના આકાશપ્રદેશોની સ્પર્શના જ ન થાય, એ શી રીતે શક્ય બને? આ રહસ્યનું ઉદ્ઘાટન એટલે જ અસ્પૃશદ્ગતિવાદ. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય લઘુહરિભદ્ર કૂર્ચાલી સરસ્વતી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજએ પોતાની અદ્ભુત પ્રતિભાશક્તિથી અનેક યુક્તિઓ સાથે, અનેક શાસ્ત્રપાઠોના સમન્વય સાથે, અનેક પૂર્વપક્ષોના ખંડન સાથે અને આગમવાણીના મંડન સાથે આ ગ્રંથમાં પ્રસ્તુત વિષય પર સુંદર પ્રકાશ પાથર્યો છે. આ પ્રકાશ અનેકોના સંશયતિમિરને હરે એ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 104