Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ દશાવિશેષથી બહુ ફરક નથી. તેઓ તેમની નજીક જ છે'-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે પંચસૂત્રકવૃત્તિમાં શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાને સમજવા માટે માર્ગપતિત અને માર્ગાભિમુખ આત્માઓને પણ યોગ્ય જણાવ્યા હોવા છતાં અપુનર્બન્ધદશાને પામેલા આત્માઓ કરતાં તેઓ દૂર છે અર્થા અપુનર્બન્ધદશાને તેઓ પામેલા નથી. તેથી અપુનર્બન્ધક આત્માઓથી તેઓ જુદા છેએ પ્રમાણે કેટલાક લોકો કહે છે. સબન્ધક કે દ્વિર્બન્ધક આત્માઓની યોગપૂર્વસેવા ઉપચારને આશ્રયીને હોવા છતાં અપુનર્બન્ધક આત્માઓની યોગપૂર્વસેવાથી તે સાવ જ જુદી નથી. કારણ કે અપુનર્બન્ધક આત્માઓની સમીપમાં જ તેઓ છે. સકૃબન્ધક, માર્ગાભિમુખ, માર્ગપતિત અને અપુનર્બન્ધક – આ રીતે કેટલાકના મતે અવસ્થાનો ક્રમ છે. અપુનર્બન્ધદશાની છે તે પૂર્વાવસ્થામાં થોડો થોડો ફરક છે. સકુબન્ધકો એકવાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને કે રસને બાંધવાના છે. માર્ગાભિમુખ અને માર્ગપતિત આત્માઓ તેવી કર્મસ્થિતિ વગેરેને બાંધતા નથી. પરંતુ તેઓ અપુનર્બન્ધકાદશાથી દૂર હોય છે. અપુનર્બન્ધક આત્માઓ તો તેવી કર્મસ્થિતિ વગેરેને બાંધવા માટેની યોગ્યતાથી પણ રહિત હોય છે. ઈત્યાદિ થોડો થોડો ફરક તે તે આત્માઓમાં હોય છે. સ્પષ્ટપણે તે સમજી લેવો જોઈએ. અન્યથા સકૃબંધકાદિ આત્માઓની યોગપૂર્વસેવામાં ભેદ જણાશે નહિ. ૧૪-૩ી. અહીં ઔપચારિક યોગપૂર્વસેવાનું વર્ણન કેમ કર્યું છે. એ પ્રશ્નના સમાધાન માટે જણાવાય છે DEEEEEEEEEET GSONGS/SONGSCSC/ DEEEEEEEEEEEED GSCSCSCSCLOSCONGS

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64