________________
સંસાર જન્મ, જરા અને મૃત્યુમય છે. માતાની કુક્ષિમાંથી નીકળવા સ્વરૂપ જન્મ છે નિયત આયુષ્યકર્મના ક્ષય સ્વરૂપ મૃત્યુ છે અને વયની હાનિ સ્વરૂપ જરા-વૃદ્ધાવસ્થા છે. જન્મ, મૃત્યુ અને જરાનું પ્રમાણ આ સંસારમાં ચિકાર છે. જન્મ, જરા અને મૃત્યુ જન્મ, જરા અને મૃત્યુ: આવું ચક અનાદિકાળથી પ્રવર્તે છે. આજ સુધીમાં આ સંસારમાં અનંતાનંતી વાર આપણાં જન્મ, જરા અને મૃત્યુ થયાં છે. તેથી આ સંસાર જન્મ, જરા અને મૃત્યુમય વર્ણવાય છે.
આવો સંસાર પાછો દુઃખથી ગહન છે. અર્થા શરીર અને મનસંબંધી અનેક જાતનાં સેકડો દુઃખોથી આચ્છન્ન (ઢંકાયેલો વ્યાસ) છે. જ્ઞાનાવરણીયાદિકર્મના યોગે પ્રાપ્ત થયેલો આ સંસાર પ્રવાહથી અનાદિકાળનો છે. તેની દુઃખગહનતાને સમજ્યા પછી કોઈ પણ આત્માને સામાન્યથી સુખરૂપ સંસાર જણાતો નથી. પ્રગટ રીતે દુઃખગહનતાને જોયા પછી પણ તે સુખરૂપ જણાતો હોય તો તેમાં સંસારના સુખની આસક્તિ કારણ બનતી હોય છે. શાંત અને ઉદાત્ત આત્માને એવી આસક્તિ ન હોવાથી તેઓ સંસારના વાસ્તવિક દુ:ખસ્વરૂપને ખૂબ જ સારી રીતે વિચારે છે. “ખવોડાં ટુર્વાહને
થો છેઃ ચાતું-આ સંસાર દુ:ખગહન છે. આનો ઉચ્છેદ કઈ રીતે થાય'-આવા પ્રકારની જિહાસા(સંસારના ત્યાગની ઈચ્છા)ના યોગે એ આત્માઓને ભવનિસ્તારક એવા પૂ. ગુરુદેવોના પરિચયથી સમજાય છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉપાયથી એ અનાદિનો પણ સંસાર જુદો થઈ શકે છે. સુવર્ણ ઉપર લાગેલો અનાદિકાળનો પણ મળ જેમ પ્રયોગવિશેષથી છૂટો પડે છે તેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના સ્વરૂપ ઉપાયના આસેવનથી આત્માની ઉપર લાગેલો અનાદિકાલીન પણ કર્મમલ દૂર થઈ શકે છે.... વગેરે વિચારણાને;
GEBDPTDFD]D]D]DEV
DDEDGEDGETS DD