________________
तद्वियोगाश्रयोऽप्येवं सम्यगूहोऽस्य जायते । तत्तत्तन्त्रनयज्ञाने विशेषापेक्षयोज्ज्वलः ॥१४- १३॥
આ પ્રમાણે ભવના વિયોગને આશ્રયીને પણ શાંત અને ઉદાત્ત આત્માને યોગ્ય વિચારણા પ્રાપ્ત થાય છે. તે તે દર્શનોની માન્યતાનું જ્ઞાન થયે છતે વિશેષ જિજ્ઞાસાથી તે વિચારણા ઉજ્વળ બને છે.’-આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ક્રોધાદિ કષાયથી પીડા નહીં પામેલા અને ઉત્તરોત્તર ગુણને પ્રાપ્ત કરવાના મહાન આશયવાળા આત્માઓ પૂર્વે જણાવ્યા મુજબ જેમ ભવના વિષયમાં વિચારણા કરે છે તેમ કારણ, સ્વરૂપ અને ફળને આશ્રયીને ભવના વિયોગના વિષયમાં પણ સારી રીતે વિચારે છે. ભવનો વિયોગ; સકલકર્મના ક્ષય સ્વરૂપ મોક્ષરૂપ છે.
મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર છે. તેનું સ્વરૂપ; અનંતજ્ઞાનાદિગુણમય આત્માનું શુદ્ધ સહજ નિરુપાધિક સ્વભાવાત્મક છે અને તેનું ફળ છે સર્વથા ભવરોગનો નાશ; અક્ષયસ્થિતિ તેમ જ સર્વથા અવ્યાબાધ સ્થિતિ વગેરે. આ રીતે ભવિયોગના વિષયમાં તેના હેતુ, સ્વરૂપ અને ફળને આશ્રયીને વિચારનારા આત્માઓને સાઝ્યાદિ તે તે દર્શનોનું જ્ઞાન થયે છતે ઈતરદર્શનો ભવના વિયોગના વિષયમાં તેનાં કારણાદિ અંગે શું જણાવે છે એવી જિજ્ઞાસા જન્મે છે. તેથી એ જિજ્ઞાસાના કારણે ભવવિયોગના વિષયમાં શુદ્ધનિશ્ચયને કરાવનારી એ વિચારણા ઉજ્વળ બને છે. આશય એ છે કે સામાન્ય રીતે ભિન્ન ભિન્ન માન્યતાને ધરનારા તે તે નયોનું જ્ઞાન થાય એટલે તેના વિષયમાં ખૂબ જ દ્વિધા ઉત્પન્ન થતી જોવાય છે અને ત્યારે જીવને એમ થાય છે કે બધા પોતપોતાની વાત કરે છે. આ બધામાં સાચું શું અને ખોટું શું એ સમજાતું નથી. માટે જવા દો !
66
EdE પેપ
૨૩ [7] GOOD