Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ કે મોક્ષની પ્રાપ્તિ જેને દૂર નથી એવા આસન્નભવ્ય આત્માને પરલોકસંબન્ધી પ્રવૃત્તિ-નિવૃત્તિસ્વરૂપ કાર્ય અંગે શાસ્ત્ર જ પ્રમાણ છે. આત્મપરિણતિસ્વરૂપ ધર્મ અને અધર્મ અતીન્દ્રિય હોવાથી તેના ઉપાયને જણાવવાનું સામર્થ્ય શાસ્ત્રને છોડીને બીજા કોઈ પ્રમાણમાં નથી. તેથી મોક્ષમાર્ગની સાધનામાં દરેક સ્થાને શાસ્ત્રને જ આગળ (પ્રધાન) કરવું જોઈએ. પરન્તુ કોઈ પણ અંશમાં તેનો(શાસ્ત્રનો) અનાદર કરવો ના જોઈએ. શાસ્ત્ર પ્રત્યે આમ તો અનાદર કરવાનું ખરી રીતે કોઈ કારણ નથી. પરન્તુ અજ્ઞાનાદિના કારણે અને ખાસ તો વિચિકિત્સાના કારણે શાસ્ત્ર પ્રત્યે અનાદર થાય છે. બુદ્ધિના વ્યામોહથી ચિત્ત વિદ્યુત બને છે. યુક્તિથી સંગત એવા પણ અર્થમાં બુદ્ધિના વ્યામોહ(એક જાતની મૂઢતા)ના કારણે થયેલી ચિત્તવિષ્ણુતિસ્વરૂપ અહીં વિચિકિત્સા છે. ચિત્તની નિર્ણાયક શક્તિના અભાવે ચિત્ત, એ વિષ્ણુતિના કારણે અત્યન્ત અસ્થિર બને છે. એને લઈને ચિત્તની સ્વસ્થતા સ્વરૂપ સમાધિ અથવા તો જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ સમાધિને ખૂબ જ હાનિ પહોંચે છે. તે કારણે વિચિકિત્સા અર્નો સમાધિ માટે પ્રતિકૂળ બને છે. અર્થાત્ વિચિકિત્સા અને સમાધિ : એ બેનો વિરોધ છે. વિચિકિત્સાની સાથે સમાધિનું અસ્તિત્વ શક્ય નથી. વિચિકિત્સાનો વિષય દર્શાવવા ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે અર્થ (પદાર્થ) ત્રણ પ્રકારના છે. સુખેથી(અનાયાસે) જેનું જ્ઞાન (અધિગમ) થાય છે- તે સુખાધિગમ અર્થ છે. દુ:ખેથી(અધિક પ્રયત્ને) જેનું જ્ઞાન થાય તે દુરધિગમ અર્થ છે. અને ત્રીજો અર્થ એ છે કે જેનું જ્ઞાન કરવાનું શક્ય નથી. શ્રોતાઓને આશ્રયીને એક જ અર્થ આ રીતે ત્રણ વિભાગમાં વિભક્ત બને છે. કોઈ એક અર્થ(પદાર્થ) કોઈના માટે En ૩૮ Du

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64