Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 54
________________ સિદ્ધિનું તાત્ત્વિક સ્વરૂપ જણાવાય છેसिद्धिः सिद्ध्यनुबद्धैव न पातमनुबध्नती । हाठिकानामपि ह्येषा नात्मादिप्रत्ययं विना ॥१४- २८ ॥ ‘“સિદ્ધિ, ઉત્તર(બીજી) સિદ્ધિના બીજ-કારણ સ્વરૂપ હોય તો જ તે તાત્ત્વિકસિદ્ધિ છે. પરંતુ ભવિષ્યમાં તે સિદ્ધિનો ભ્રંશ થવાનો હોય તો તે સિદ્ધિ સિદ્ધિ નથી. બલાત્કારે પણ અનુષ્ઠાન કરનારાને આ સિદ્ધિ આત્માદિ ત્રણ પ્રત્યય વિના થતી નથી.’’-આ પ્રમાણે અઠ્ઠાવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે આત્માદિ (ગુરુ અને લિગ) ત્રણ પ્રત્યયને સિદ્ધિનાં કારણ તરીકે વર્ણવ્યા છે. એમાં સિદ્ધિ કોને કહેવાય છે-એ પ્રશ્નના સમાધાન માટે આ શ્લોક છે. સામાન્ય રીતે ઈષ્ટની પ્રાપ્તિ એ સિદ્ધિ છે. પરંતુ એ સિદ્ધિ ભવિષ્યમાં નાશ પામે તો વર્તમાન સિદ્ધિનો કોઈ અર્થ નથી. તેથી ભવિષ્યની સિદ્ધિના અવસ્થ્ય કારણ સ્વરૂપ જે સિદ્ધિ છે તે જ તાત્ત્વિક સિદ્ધિ છે. તાત્ત્વિકસિદ્ધિ તેના ભ્રંશનો અનુબંધ કરનારી હોતી નથી. જે કાળમાં સિદ્ધિ છે તેના ઉત્તરકાળમાં પણ સિદ્ધિ છેઆવી વ્યામિ ઉપર જણાવ્યા મુજબ તાત્ત્વિક સિદ્ધિને આશ્રયીને છે. તાત્ત્વિક સિદ્ધિ આ વ્યાપ્તિને (પૂર્વાપરીભાવને) અવરોધતી નથી. હાડકાં વગેરે શલ્યના ઉપઘાતથી; પૂરતા પ્રયત્ને પણ રચાતો પ્રાસાદ જેમ ખંડિત થઈ જ જાય છે અને તે સ્થિર થતો નથી તેમ આત્માદિ પ્રત્યય વિના કરાતા અનુષ્ઠાનની સિદ્ધિ પણ; મિથ્યા આગ્રહ (અભિનિવેશ) વગેરેના કારણે ચોક્કસ જ ભ્રંશને પામતી હોય છે. આ રીતે અનુપાત(ભ્રંશ)ની શક્તિવાળી એ સિદ્ધિ ખરી રીતે સિદ્ધિ જ નથી. યોગબિન્દુમાં આ વિષયમાં જણાવ્યું છે કે ‘જે સિદ્ધિ બીજી સિદ્ધિને લાવી ન આપે એ સિદ્ધિ આગળ જતાં DDDDDDDD put DD/PCODU ૫૧ 0000 L CCC D

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64