Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 61
________________ બનાવવા શું કરવું જોઈએ, એ પ્રશ્ન છે. આ શ્લોકમાં તેનો ઉપાય ગ્રંથકાર પરમર્ષિએ જણાવ્યો છે. ચારગતિમય આ ભયંકર સંસારનું મૂળ કારણ રાગદ્વેષની પરિણતિ છે. એની ભયંકરતા જ્યાં સુધી સમજાય નહિ ત્યાં સુધી અનુબંધશુદ્ધસ્વરૂપ-અનુષ્ઠાનને પ્રાપ્ત કરવાનું મન પણ નહિ થાય. ૧૪-૩૧|| * * * સર્વોત્તમ અનુષ્ઠાનને છોડીને બીજા બે અનુષ્ઠાનો અપુનર્બન્ધક દશાને પામેલાને હોય છે, તે જણાવાય છે तत्तत्तन्त्रोक्तमखिलमपुनर्बन्धकस्य च । अवस्थाभेदतो न्याय्यं परमानन्दकारणम् ॥१४-३२॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે તે તે દર્શનનાં શાસ્ત્રોમાં મુમુક્ષુઓ માટે ફરમાવેલ અનુષ્ઠાનો બધા જ; અપુનર્બન્ધદશાને પામેલા આત્માઓ માટે પરમાનંદના કારણભૂત ન્યાય છે. આશય એ છે કે અપુનર્બન્ધદશાને પામેલા આત્માઓ સામાન્યથી જૈન અને જૈનેતર દર્શનમાં હોય છે. ગમે તેવી વિષમદશામાં પણ એ જીવો મિથ્યાત્વમોહનીયર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અથવા રસને ક્યારે પણ બાંધવાના ન હોવાથી તેમને અપુનર્બન્ધક તરીકે વર્ણવાય છે. એ આત્માઓ માત્ર જૈનદર્શનમાં જ હોય છે એવું નથી. જૈનેતર દર્શનમાં પણ તેઓ હોય છે. તેથી કપિલમુનિ કે ગૌતમબુદ્ધ વગેરેનાં બનાવેલાં શાસ્ત્રોમાં પણ જે જે અનુષ્ઠાનો મોક્ષની ઈચ્છાવાળા(મુમુક્ષુ)ઓને ઉદ્દેશીને ફરમાવેલાં છે, તે બધાં જ અનુષ્ઠાનો અપુનર્બન્ધદશાને વરેલા આત્માઓ માટે ન્યાયસંગત-યુક્ત છે. કારણ કે અપુનર્બન્ધદશાને પામેલા આત્માઓ અસઆગ્રહથી રહિત અને સદ્ગહથી સહિત હોવાથી તેમને તે તે અનુષ્ઠાનો પ્રશમસુખનાં કારણ બને છે. EIDDDDDED]By DEENDEDDDDDED

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64