________________
ગર્ભસ્થ હતા ત્યારે પ્રભુની માતા સુંદર ધર્મને આરાધનારાં બન્યાં તેથી પ્રભુનું ‘ધર્મ’ આ પ્રમાણે નામ પાડ્યું. શ્રી મુનિસુવ્રતસ્વામી જ્યારે ગર્ભાવસ્થામાં હતા ત્યારે પ્રભુની માતા સુંદર કોટિના વ્રતને ધારણ કરનારાં બન્યાં તેથી પ્રભુનું ‘મુનિસુવ્રત’ આ પ્રમાણે નામ પાડ્યું.
શ્લોકમાં ગર્ભવોનેઽપિ આવો પાઠ છે તેથી સદ્યોગારંભક આત્માઓની ગર્ભાવસ્થા પછી પણ ઉચિત જ ક્રિયા હોય છે–આવો અર્થ સમજવો. એ પ્રમાણે યોગબિન્દુમાં પણ જણાવ્યું છે‘‘યોગમાર્ગના અધિકારીઓ ઔચિત્યપૂર્વક કોઈ પણ અનુષ્ઠાનને કરનારા હોય છે તેમ જ અક્ષુદ્ર બુદ્ધિમાન શુભઆશયવાળા સફળ કાર્યને કરનારા અને ઉચિત અવસરને જાણનારા હોય છે.'' ગંભીરઆશયવાળાને અક્ષુદ્ર કહેવાય છે. અત્યંત નિપુણ બુદ્ધિવાળાને પ્રેક્ષાવંત કહેવાય છે. શુભપરિણામવાળાને શુભ-આશયવાળા કહેવાય છે. અનિષ્ફળ કાર્યને કરનારાને અવયચેષ્ટાવાળા કહેવાય છે. અવસર-પ્રસ્તાવના જ્ઞાતાને કાલજ્ઞ કહેવાય છે. જે એવા આત્માઓ છે તે યોગમાર્ગના અધિકારી છે. આથી સ્પષ્ટ છે કે સદ્યોગનો આરંભ કરનાર, બીજાઓની અપેક્ષાએ વિલક્ષણ છે; અને તે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિગપ્રત્યયની અપેક્ષા રાખે જ છે. ||૧૪-૩૦ના
***
હવે વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ અનુષ્ઠાનમાંથી કોને કયું અનુષ્ઠાન સંભવે છે : તે જણાવાય છે
सर्वोत्तमं यदेतेषु भिन्नग्रन्थेस्तदिष्यते । फलवद्द्द्रुमसद्बीजप्ररोहोभेदसन्निभम् ॥१४- ३१ ।। ‘‘પૂર્વે વર્ણવેલાં વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ : આ ત્રણ અનુષ્ઠાનમાં જે ઉત્તમ અનુષ્ઠાન છે; તે ફળવાળા વૃક્ષના
TE
DEC
DDB
૫૬ du76777779