________________
પ્રત્યયની અપેક્ષા રાખે છે. અતીન્દ્રિય પદાર્થના સમુદાયનું સમર્થન કરવા માટે સમર્થ એવા આગમને શાસ્ત્ર કહેવાય છે. આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યય : આ ત્રણ પ્રત્યય શાસ્ત્રમાં પ્રતિષ્ઠિત છે, જેની અપેક્ષા સાનુબંધયોગારંભક જ રાખે છે. તેથી બીજા અસહ્યોગારંભક આત્માઓથી સદ્યોગારંભક આત્મા કાયમ માટે જાત્યમોરની જેમ ભિન્ન છે. સર્વદોષથી રહિત એવો જાત્ય મોર અજાત્ય મોરથી જેમ ભિન્ન જ હોય છે તેમ સદાને માટે સહ્યોગારંભક, બીજા અસહ્યોગારંભક આત્માઓથી ભિન્ન જ હોય છે. આ વાતને જણાવતાં યોગબિન્દુમાં જણાવ્યું છે કે-પરિશુદ્ધયોગની સિદ્ધિ માટે જે યોગ્ય છે તેમને અનુષ્ઠાન કરે પણ ખરા અને શાસ્ત્રને ન માનવાના કારણે અનુષ્ઠાનનો ષ પણ કરે - આવા પ્રકારની પણ વૃત્તિ હોતી નથી. અર્થા અનુષ્ઠાન પ્રત્યે કેવલ ષ સ્વરૂપ વૃત્તિ તો તેમને નથી જ પરંતુ ઉપર જણાવ્યા મુજબના પ્રકારની પણ વૃત્તિ તેમને હોતી નથી. કારણ કે જે જાત્ય મોર હોય તે ક્યારે પણ અજાત્ય મોરના વર્તન જેવું વર્તન કરતો નથી. આથી સ્પષ્ટ છે કે સદ્યોગના આરંભક સદાને માટે અસહ્યોગના આરંભકોથી જુદા છે. ૧૪-૨૯ો
સોr આ શ્લોકમાં દર્શાવેલા જાત્યમયૂરના દૃષ્ટાંતનો ઉપનય કરાય છે
यथा शक्तिस्तदण्डादौ विचित्रा तद्वदस्य हि । गर्भयोगेऽपि मातृणां श्रूयतेऽत्युचिता क्रिया ॥१४-३०॥
જાત્યમયૂર(મોર)ના ઈન્ડાદિમાં જેવી રીતે વિચિત્ર શક્તિ રહેલી છે તેવી જ રીતે સહ્યોગનો આરંભ કરનારમાં પણ શરૂઆતથી જ વિલક્ષણ શક્તિ છે. આથી જ સદ્યોગના આરંભક આત્માઓના