Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ કરનારામાં જે ભેદ(ફરક) છે : એ જણાવાય છેसयोगारम्भकस्त्वेनं शास्त्रसिद्धमपेक्षते । सदा भेदः परेभ्यो हि तस्य जात्यमयूरवत् ॥ १४-२९।। “શાસ્ત્રપ્રસિદ્ધ આ આત્મપ્રત્યયાદિની, સદ્યોગનો આરંભ કરનાર અપેક્ષા રાખે છે. બીજા અસદ્યોગનો આરંભ કરનારાઓથી આ સદ્યોગનો આરંભ કરનારમાં, સદાને માટે જાત્યમોરની જેમ વિલક્ષણતા હોય છે.’’-આ પ્રમાણે ઓગણત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ તાત્ત્વિક સિદ્ધિ માટે આત્મપ્રત્યયાદિની અપેક્ષા આવશ્યક છે. સદ્યોગનો આરંભ કરનારા નિશ્ચિત રીતે આત્મપ્રત્યયાદિની અપેક્ષા રાખતા હોય છે. તેમનાથી બીજા, કર્મયોગે યોગનો આરંભ કરે છે. એ આત્માઓ તત્ત્વજ્ઞાનથી રહિત હોવાથી માત્ર કર્મવશ પ્રવૃત્તિ કરતા હોય છે. તેથી તેમને તાત્ત્વિકસિદ્ધિ પ્રાપ્ત થતી નથી. અતીન્દ્રિય પદાર્થના નિર્ણય માટે નિયામક શાસ્ત્ર છે. ગુરુપ્રત્યય-સ્વરૂપ આગમની પરતંત્રતાએ હેય અને ઉપાદેય પદાર્થમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ સ્વરૂપ વ્યવહાર પ્રવર્તતો હોય છે. અસદ્નો જેમને આગ્રહ છે, એવા લોકો આત્માદિ પ્રત્યયની અવગણના કરે છે. શાસ્ત્રવિહિત અનુષ્ઠાનને કરે અને આગમવિહિત આત્મપ્રત્યયાદિને માને નહિ; તેથી ખરેખર તો તે આગમના દ્વેષી જ કહેવાય છે... ઈત્યાદિ આશયથી સત્યો૪૦ આ શ્લોક છે. કહેવાનો ભાવ એ છે કે એક યોગ પછી બીજો યોગ અને એની પછી ત્રીજો યોગ આ રીતે ઉત્તરોત્તર એ શ્રેષ્ઠ યોગની પરંપરાનો આરંભ કરનારા આત્માને સાનુબંધયોગ સ્વરૂપ સદ્યોગના આરંભક કહેવાય છે. આ સદ્યોગના આરંભક જ શાસ્ત્રસિદ્ધ આ આત્માદિ FEED DECE DEE ED pl de7u7777777 ૫૩ ELUGU Du77ણે

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64