Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 55
________________ અવશ્ય પડી જવાની છે. વર્તમાનમાં એનું પતન(બંશ) થયેલું ન હોવા છતાં તે પાતશક્તિથી યુક્ત હોવાથી વાસ્તવિક રીતે તેનું પતન થયેલું જ મનાય છે. આથી ચોક્કસપણે સમજી શકાશે કે સિધ્યતર (બીજી સિદ્ધિગ્ના અંગ(કારણ)નો સંયોગ કરી આપવાના કારણે; આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિગ્નપ્રત્યય : આ ત્રણ પ્રત્યયવાળા. આત્માઓને જ તાત્ત્વિક સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. આત્માદિ ત્રણ પ્રત્યય વિના બળાત્કારે અનુષ્ઠાન કરનારને પણ એ તાત્ત્વિક સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આશય એ છે કે સામાન્ય રીતે આત્માદિ પ્રત્યય વિના સરળ આત્માઓ તે તે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ જ કરતા નથી, પરંતુ કેટલાકો વધુ પડતા વિશ્વાસથી આત્માદિ પ્રત્યયની અવગણના કરીને પણ પોતાના હઠ(કદાગ્રહ)થી તે તે અનુષ્ઠાન કરતા હોય છે. તેમને પણ આત્માદિ પ્રત્યય વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તો જે લોકો અન્યથા (વિરુદ્ધ) આચરણ કરતા હોય તેમને સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થાય ? અર્થા ન જ થાય એ સ્પષ્ટ છે. કારણ કે માટીના પિંડ વગેરે સ્વરૂપ ઉપાયાન્તરથી થનાર કાર્ય ઘટાદિ, બળાત્કારસહસ્રથી (હજારોવાર બળાત્કાર કરવાથી) પણ સૂત્રપિંડ(દોરાનો સમુદાય)સ્વરૂપ ઉપાયાન્તરથી કઈ રીતે કરી શકાય ? જે જેનું કારણ હોય તેની ઉત્પત્તિ તેનાથી જ શક્ય છે. બીજાથી એ શક્ય નહીં જ બને-એ સમજી શકાય છે. ૧૪-૨૮ * * * આ રીતે તાત્વિક સિદ્ધિ માટે આત્મપ્રત્યયાદિપૂર્વકનું જ અનુષ્ઠાન કારણ બને છે તેથી આત્મપ્રત્યયાદિની અપેક્ષા પૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ. એ મુજબ અનુષ્ઠાનને કરનારા અને નહિ DEES]\ \DEES\DEE/AEE DISEASE DIFDF\ EINDED

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64