________________
સદ્બીજના અકુરોના ઉદ્ગમ સ્વરૂપ છે. એ અનુષ્ઠાન ગ્રંથિભેદ કરેલા આત્માઓને પ્રાપ્ત થાય છે.’’-આ પ્રમાણે એકત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. જે અનુષ્ઠાન; પૂર્વે વર્ણવેલાં ત્રણ અનુષ્ઠાનોમાં સર્વોત્તમ એટલે અવ્યભિચારી એવા ફળને આપનારું છે તે અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન છે. કારણ કે તે સંપૂર્ણ મોક્ષસ્વરૂપ ઈષ્ટને નિશ્ચિતપણે આપનારું બને છે. એ અનુષ્ઠાન એવા જ આત્માઓને પ્રાપ્ત થાય છે કે જેઓએ રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ કરી લીધો છે. રાગદ્વેષની પરિણતિની તીવ્રતા જાય નહિ ત્યાં સુધી આ અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનની પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી.
ફળના ભારને ધારણ કરનારા વૃક્ષના ચોક્કસ ફળને આપનારા બીજના અંકુરોના ઊગવા સ્વરૂપ આ સર્વોત્તમ અનુષ્ઠાન છે, કારણ કે એમાં શુભ અનુબંધ પડેલા છે. વર્તમાનમાં અંકુરસ્વરૂપ હોવા છતાં ભવિષ્યમાં ફળના ભાર(સમુદાય)ને આપવાની એમાં અદ્ભુત શિફ્ત પડેલી છે. એવી જ રીતે અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન વર્તમાનમાં સામાન્ય કક્ષાનું જણાતું હોવા છતાં ભવિષ્યમાં સિદ્ધિસ્વરૂપ ફળને પ્રદાન કરવાનું અદ્ભુત સામર્થ્ય એમાં રહેલું છે. આથી સમજી શકાશે કે રાગદ્વેષની તીવ્ર પરિણતિ કેટલી ખરાબ છે. એને લઈને ફળથી લચપચતા વૃક્ષના બીજથી થનારા અદ્ભુરોના ઉદ્ગમ જેવું પણ અનુષ્ઠાન પ્રાપ્ત થતું નથી. આવી સ્થિતિમાં ફળનો સંભવ તો ક્યાંથી હોય ? મુમુક્ષુ આત્માઓએ અનુષ્ઠાન કરતી વખતે આત્માની રાગદ્વેષની પરિણતિની તીવ્રતાને દૂર કરવાનું ધ્યાન રાખવું જોઈએ. અન્યથા અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનને પ્રાપ્ત કરવાનું શક્ય નહિ બને. અનુષ્ઠાનો તો આપણે કરતા જ હોઈએ છીએ. એને અનુબંધશુદ્ધ
DEEEEEEE
hmon
૫૭ 6767
En