________________
યોગની પૂર્વસેવા તાત્વિક રીતે અપુનર્બન્ધક આત્માઓને જ પ્રાપ્ત થાય છે. યોગના અર્થી જનોએ અપુનર્બન્ધદશાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહેવું જોઈએ. પાપપ્રવૃત્તિની તીવ્રતાનો હ્રાસ થાય, સંસાર ઉપરનું બહુમાન નાશ પામે અને સર્વત્ર ઔચિત્યનું સેવન કરાય તો યોગની યોગ્યતા પ્રાપ્ત કરી શકાશે. અંતે આવી યોગ્યતાને પ્રાપ્ત કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા. ૧૪-૩રા
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायामपुनर्बन्धकद्वात्रिंशिका ॥
GEEEEEEEEEEEEE)
D]D]D]D]D]DDED