________________
અપુનર્બન્ધક આત્માઓની અવસ્થાઓ જુદી જુદી હોવાથી અનેક સ્વરૂપવાળા તેમનું કોઈ પણ અનુષ્ઠાન કોઈ પણ અવસ્થામાં પ્રશાંતવાહિતાનો તેમને અનુભવ કરાવે છે. વિષયક્ષાયના વિકારથી રહિત આત્માની સ્વસ્થ પરિણતિને પ્રશાંત અવસ્થા કહેવાય છે. પ્રશાંત અવસ્થા(પ્રથમ)નું જ અહીં સુખ પ્રાપ્ત થતું હોય છે. રોગનો નાશ થયો ન હોય તો પણ તેની ઉપશાંત અવસ્થામાં અથવા તો તેની મંદ અવસ્થામાં થનારા આરોગ્યના અનુભવની જેમ અપુનર્બન્ધક દશામાં પ્રશમસુખનો અનુભવ થતો હોય છે. યોગબિન્દુમાં પણ આ વિષયમાં ફરમાવ્યું છે કે-અપુનર્બન્ધક આત્માઓની જુદી જુદી અવસ્થાને આશ્રયીને; કપિલાદિ મુનિએ રચેલા તે તે શાસ્ત્રમાં વર્ણવેલાં મુમુક્ષુયોગ્ય બધાં જ અનુષ્ઠાનો અપુનર્બન્ધક આત્માઓ માટે સારી રીતે ન્યાયસંગત બને છે.
આ બત્રીશીમાં વર્ણવેલી અપુનર્બન્ધદશાનું સ્વરૂપ વિચારીએ તો મોક્ષની ઈચ્છાનું મહત્ત્વ જણાયા વિના નહિ રહે. તીવ્ર ભાવે પાપ નહિ કરનારા, સંસાર પ્રત્યે બહુમાન નહિ રાખનારા અને સર્વત્ર ઔચિત્યપૂર્વક આચરણ કરનારા અપુનર્બન્ધક આત્માઓનું સ્વરૂપ સમજવા માટે પણ અપુનર્બન્ધદશા પ્રાપ્ત કરવાની જરૂર છે. એ દશાને પામ્યા વિના એનું સ્વરૂપ સમજવો ઘણું જ અઘરું છે. અનાદિકાળથી ચાલી આવતી તીવ્રભાવે પાપ કહેવાની પ્રવૃત્તિ એકાએક તો દૂર કઈ રીતે થાય ? સંસાર ઉપરનું બહુમાન વિણ કઈ રીતે ઘટે ? સદ્ગુરુભગવંતોના સમાગમથી સંસારની નિર્ગુણતાનું અને મોક્ષની રમણીયતાનું ભાન થાય તો તે અપુનર્બન્ધકદશાને પ્રાપ્ત કરી શકાય. કુદરતી રીતે જ વિશિષ્ટ પ્રકારની યોગ્યતા તેમનામાં રહેલી હોય છે. તેથી ખૂબ જ સરળતાથી તેમને યોગમાર્ગની પ્રાપ્તિ થતી હોય છે.
S|DF\SEEDEDDED
D]D]S|D]BEDDED