Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan
Catalog link: https://jainqq.org/explore/023219/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ ચશોવિજયજી મહારાજ વિરચિત આપુનર્બન્ધક બત્રીશી ૧૪ : સંકલન : પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ. : પ્રકાશક: શ્રી અનેકાન્ત પ્રકાશન Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિત‘દ્વાત્રિંશદ્-દ્વાત્રિંશિષ્ઠા' પ્રકરણાન્તર્ગત અપુનર્બન્ધક બત્રીશી-એક પરિશીલન : પરિશીલન: પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રમ્મ પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. મુક્તિચન્દ્ર સૂ. મ. સા. ના સિંબર પૂ. આ. ભ. શ્રી. વિ. અમરગુપ્ત સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ. શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન એલિજિઅસ ટ્રસ્ટ : આર્થિક સહકાર : પૂ. પિતાશ્રી હસમુખભાઈ છનાલાલ પરીખના આત્મશ્રેયોર્જે : હસ્તે ડૉ. હેમન્તભાઈ પરીખ * ૨૧, તેજપાલ સોસાયટી, ફતેપુરા પાલડી : અમદાવાદ ૩૮૦૦૦૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ અપુનર્બન્ધક બત્રીશી - ૧૪ આવૃત્તિ- પ્રથમ : પ્રકાશન : વિ. સં. ૨૦૧૭ નકલ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન- જે.સુ. ૫: રવિવાર જેન રીલિજિઅસ ટ્રસ્ટ તા. ર૭-૫-૨૦૦૧ : પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલ રજનીકાંત એફ. વોરા મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ, પુણે કૅમ્પ, પુણે - ૪૧૧૦૦૧. મુકુંદભાઈ આર. શાહ વિજયકર કાંતિલાલ ઝવેરી ૫, નવરત્ન ફલેટ્સ પ્રેમવર્ધક ફ્લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી પાલડી- અમદાવાદ-૭ અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઈ હેમચંદ શાહ કોમલ' છાપરીયાશેરી મહીધરપુરા સુરત - ૩લ્પ૦૦૩ : આર્થિક સહકાર : પૂ. પિતાશ્રી હસમુખભાઈ છનાલાલ પરીખના આત્મશ્રેયાર્થે : હસ્તે ડૉ. હેમન્તભાઈ પરીખ ૨૧, તેજપાલ સોસાયટી, ફતેપુરા પાલડી : અમદાવાદ ૩૮૦૦૦૭. ': મુદ્રણ વ્યવસ્થા : ડીકે પ્રિન્ટલાઈન સી-૩, સુનિતા પાર્ક, ગ્રાઉન્ડ ફ્લોર, સોડાવાલા લેન, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨. ફોન : ૮૦૮૧૩૧૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ अथापुनर्बन्धक-द्वात्रिंशिका प्रारभ्यते । આ પૂર્વે તેરમી મુફત્યષ-બત્રીશીમાં મુક્તિ પ્રત્યેના અષના કારણે અપુનર્બન્ધકાદિ અવસ્થાને લઈને ધર્માધિકારિતા પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે વર્ણવ્યું છે. ત્યાં ધર્મના અધિકારી એવા અપુનર્બન્ધકનું જ વર્ણન આ બત્રીશીમાં કરાય છે – शुक्लपक्षेन्दुवत्प्रायो वर्धमानगुणः स्मृतः । भवाभिनन्दिदोषाणामपुनर्बन्धको व्यये ॥१४-१॥ “ભવાભિનંદીપણાના દોષોનો વિગમ થયે છતે અપુનર્બન્ધક આત્માઓ; શુક્લ પક્ષના ચન્દ્રમાની જેમ પ્રાયઃ પ્રવર્ધમાનગુણવાળા હોય છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોય તો પૂર્વે જણાવ્યા મુજબ અપુનર્બન્ધકાદિ દશા પ્રાપ્ત થવાથી ધર્મ પામવા માટેની અધિકારિતાયોગ્યતા પ્રાપ્ત થાય છે. એ અધિકારસંપન્ન આત્માઓમાંથી અપુનર્બન્ધકદશાને પામેલા જીવોનું આ બત્રીશીમાં વર્ણન કર્યું છે. આ પૂર્વે દશમી બત્રીશીમાં તેના પાંચમા શ્લોકથી ભવાભિનન્દીના શુદ્રતા, લોભરતિ(લાભરતિ), દીનતા, મત્સરીપણું, ભય અને શઠતા વગેરે દોષો વર્ણવ્યા છે. એ દોષો દૂર થવાથી અપુનર્બન્ધદશા પ્રાપ્ત થાય છે. કૃપણતા, માંગ માંગ કરવાની વૃત્તિ, દીનતા, માત્સર્ય, ભય, શઠતા, મૂર્ખતા અને નિષ્ફળકિયાનો આરંભ : આ ભવાભિનન્દી આત્માનાં લક્ષણો છે. એના અભાવે અપુનર્બન્ધક દશા પ્રાપ્ત થાય છે. ગમે તેવી સંશ્લિષ્ટ પ્રવૃત્તિ હોવા છતાં મિથ્યાત્વમોહનીયર્માદિની ઉત્કૃષ્ટ-સિત્તેરકોટાકોટિ સાગરોપમાદિ પ્રમાણ સ્થિતિનો કે રસનો બધું જે આત્માઓ કરતા નથી એવા જીવોને અપુનર્બન્ધક કહેવાય છે. ભવાભિનન્દી આત્માના ક્ષુદ્રતાદિ દોષોનો અપગમ (ક્ષય-હાસ) થયે Page #5 -------------------------------------------------------------------------- ________________ છતે ઔદાર્ય, દાક્ષિણ્ય અને પાપજુગુપ્સા વગેરે ગુણો અપુનર્બન્ધક દશામાં પ્રાયઃ વધતા હોય છે. તથાભવ્યત્યાદિના કારણે કોઈ વાર છેલ્લા સમયમાં ગુણોનો આવિર્ભાવ થાય તો ઔદાર્યાદિ ગુણો વધતા ન પણ હોય તેની અપેક્ષાએ પ્રાય: પદનું અહીં ગ્રહણ છે. બહુલતયા અપુનર્બન્ધદશાને પામેલા આત્માઓ શુલપક્ષના ચન્દ્રમાની જેમ દરેક કલાએ ઉલ્લાસ પામતા ગુણોવાળા જ હોય છે. ઔદાર્યાદિ ગુણો, ભવાભિનન્દીપણાના કૃપણતાદિ દોષોના વિરોધી (પ્રતિપક્ષી) હોવાથી પણતાદિ દોષોના વિરહ ઔદાર્યાદિ ગુણોનો આવિર્ભાવ થાય છે. શુકલપક્ષના પ્રારંભે આવિર્ભાવ પામેલી ચન્દ્રમાની કલા, વધતી વધતી જેમ સોળે કલાથી પરિપૂર્ણ ચન્દ્રમાં સ્વરૂપ, કાલાન્તરે થાય છે તેમ કાલાન્તરે આ અપુનર્બન્ધદશાના ગુણો પરિપૂર્ણ બને છે. આ બત્રીશીમાં તેમ જ યોગદૃષ્ટિસમુચ્ચયમાં વર્ણવેલી “અપુનર્બન્ધકાદશા ને સમજવા માટેની યોગ્યતા પણ અપુનર્બન્ધાવસ્થાને પ્રાપ્ત કરવાથી જ પ્રાપ્ત થાય છે. પાપની વૃત્તિની તીવ્રતા ઘટે, સંસાર ઉપરનું બહુમાન નાશ પામે અને સર્વત્ર ઔચિત્યનું આસેવન કરાય તો અપુનર્બન્ધદશાને પામવાનું શક્ય બને.૧૪-૧ * * * અપુનર્બન્ધક આત્માને અને સકૃદુ (એક્વાર ઉત્કૃષ્ટ સ્થિતિના) બન્ધકાદિ આત્માને પણ ધર્મની પ્રાપ્તિ થતી નથી. પરંતુ યોગ્યતાની ભિન્નતાએ તેઓમાં ભેદ-વિશેષતા છે, તે જણાવાય છે - अस्यैव पूर्वसेवोक्ता मुख्याऽन्यस्योपचारतः । अस्यावस्थान्तरं मार्गपतिताभिमुखौ पुनः ॥१४-२॥ “યોગની પૂર્વસેવા અપુનર્બન્ધક આત્માઓની જ મુખ્ય છે. એમને છોડીને બીજાઓની યોગપૂર્વસેવા ઉપચારથી (ગૌણ) છે. DD]D]S|DFEDGEND Page #6 -------------------------------------------------------------------------- ________________ માર્ગપતિત અને માર્ગાભિમુખ અવસ્થાઓ અપુનર્બન્ધક આત્માની અવસ્થાન્તર છે.'' -આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે આ પૂર્વે યોગની પૂર્વસેવા તરીકે ગુરુદેવાદિપૂજા વગેરેનું વર્ણન કર્યું છે. એ ગુરુદેવાદિની પૂજા વગેરે સ્વરૂપ યોગપૂર્વસેવા; અપુનર્બન્ધદશાને પામેલા જીવોને ઉપચારથી રહિત-મુખ્ય (તાત્ત્વિક) હોય છે. કારણ કે તેઓને સંસાર પ્રત્યે બહુમાન ન હોવાથી તેમનો કલ્યાણાશય (થોડો મોક્ષને અનુકૂળ ભાવ) હોય છે. અપુનર્બન્ધકદશાને પામેલા જીવોથી અન્ય સહૃદ્(એકવાર)બન્ધક(મિત્થાત્વ વગેરે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કે રસના બન્ધક) અને દ્વિર્બન્ધક વગેરે આત્માઓને તે યોગપૂર્વસેવા ઔપચારિક હોય છે. કારણ કે તેમને તેવા પ્રકારનો વૈરાગ્ય હોતો નથી. સંસાર ઉપરનું બહુમાન ઘટ્યા વિના વૈરાગ્યનો સંભવ નથી. સમૃદ્બન્ધક અને દ્વિર્બન્ધકાદિને સંસાર પ્રત્યે બહુમાન હોય છે. “અપુનર્જન્ધકદશાને પામેલા જીવોને જ મુખ્ય યોગપૂર્વસેવા છે - એમ માનીએ તો માર્ગાભિમુખ અને માર્ગપતિત આત્માઓને યોગપૂર્વસેવા ઔપચારિક હોય છે, એ પ્રમાણે માનવાનો પ્રસંગ આવશે’’- આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે માર્ગપતિત અને માભિમુખ આત્માની અવસ્થા; અપુનર્બન્ધકની અવસ્થાવિશેષ સ્વરૂપ છે. તેથી અપુનર્બન્ધકસામાન્યના ગ્રહણથી તે બંન્નેનું પણ ગ્રહણ થાય છે. ચિત્તનું અવક્ર (સીધું) જે ગમન છે; તેને માર્ગ કહેવાય છે. સર્પ બહાર ગમે તેટલો વાંકો ચાલતો હોય તોપણ પોતાના બિલમાં સીધો જ ચાલે છે. તેની જેમ કુદરતી રીતે જ વિશિષ્ટ (ચતુર્થાદિ) ગુણસ્થાનકને પ્રાપ્ત કરાવવામાં તત્પર એવો સ્વરસવાહી ક્ષયોપશમવિશેષ સ્વરૂપ એ માર્ગ છે. આત્માના જ્ઞાનાદિગુણો પ્રત્યે BRD CD CD CD CD Co DD / / // D Page #7 -------------------------------------------------------------------------- ________________ જે ક્ષયોપણમને લઈને અભિરુચિ જન્મે છે, તે સ્વરસવાહી ક્ષયોપશમ છે. જ્ઞાનાવરણીયાર્દિ કર્મોનો મિથ્યાત્વાદિની મંદતાએ જે અલ્પરસવાળો ઉદય અનુભવાય છે, તે ક્ષયોપશમવિશેષ સ્વરૂપ અહીં માર્ગ છે. તેને પ્રાપ્ત કરેલા આત્માઓને માર્ગપતિત કહેવાય છે અને તે માર્ગે પ્રવેશવા માટે યોગ્યતાને ધરનારા આત્માઓને માર્ગાભિમુખ કહેવાય છે. આ બંન્ને આત્માઓ અપુનર્બન્ધકાવસ્થાથી પૂર્વતર અવસ્થાને ધરનારા નથી. કારણ કે એ બંન્નેને; પંચસૂત્રના પાંચમા સૂત્રના અન્તમાં ‘“જ્ઞા आणा इह भगवओ समंतभद्दा तिकोडिपरिसुद्धीए અણુળવંધાામ્મા' આ પદોના વિવરણમાં વૃત્તિકારપરમર્ષિએ શ્રી તીર્થંકરપરમાત્માની આજ્ઞાને સમજી શકવા માટે યોગ્યસ્વરૂપે વર્ણવ્યા છે. તેઓની અવસ્થા, જો અપુનર્જન્ધકદશાની અવસ્થા કરતાં નીચી (પૂર્વ) હોય તો પંચસૂત્રકવૃત્તિમાં વર્ણવેલી વાત સંગત નહીં બને- એ સમજી શકાય છે. તેથી માર્ગાભિમુખ અને માર્ગપતિત આત્માની અવસ્થાને અપુનર્જન્ધક આત્માની દશાવિશેષસ્વરૂ૫ માનવી જોઈએ. ||૧૪-૨૫ *** બીજા શ્લોકમાં જણાવેલી વાતમાં મતાન્તર જણાવાય છેयोग्यत्वेऽपि व्यवहितौ परे त्वेतौ पृथग् जगुः । अन्यत्राप्युपचारस्तु सामीप्ये बह्वभेदतः ॥१४- ३॥ ‘ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સમજવા માટે યોગ્ય હોવા છતાં અપુનર્બન્ધક આત્માઓથી આ- માર્ગપતિત અને માભિમુખ આત્માઓ- દૂર હોવાથી ભિન્ન છે- આ પ્રમાણે બીજા કહે છે. તેમ જ અન્ય સમૃદ્બન્ધકાદિ આત્માઓમાં પણ ઔપચારિક પૂર્વસેવા હોવાથી અપુનર્બન્ધકાદિ દશાને પામેલા આત્માઓની SEE DEEPE 47dddd ૪ DDE DO DEED םםםםםםםםם Page #8 -------------------------------------------------------------------------- ________________ દશાવિશેષથી બહુ ફરક નથી. તેઓ તેમની નજીક જ છે'-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે પંચસૂત્રકવૃત્તિમાં શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાને સમજવા માટે માર્ગપતિત અને માર્ગાભિમુખ આત્માઓને પણ યોગ્ય જણાવ્યા હોવા છતાં અપુનર્બન્ધદશાને પામેલા આત્માઓ કરતાં તેઓ દૂર છે અર્થા અપુનર્બન્ધદશાને તેઓ પામેલા નથી. તેથી અપુનર્બન્ધક આત્માઓથી તેઓ જુદા છેએ પ્રમાણે કેટલાક લોકો કહે છે. સબન્ધક કે દ્વિર્બન્ધક આત્માઓની યોગપૂર્વસેવા ઉપચારને આશ્રયીને હોવા છતાં અપુનર્બન્ધક આત્માઓની યોગપૂર્વસેવાથી તે સાવ જ જુદી નથી. કારણ કે અપુનર્બન્ધક આત્માઓની સમીપમાં જ તેઓ છે. સકૃબન્ધક, માર્ગાભિમુખ, માર્ગપતિત અને અપુનર્બન્ધક – આ રીતે કેટલાકના મતે અવસ્થાનો ક્રમ છે. અપુનર્બન્ધદશાની છે તે પૂર્વાવસ્થામાં થોડો થોડો ફરક છે. સકુબન્ધકો એકવાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને કે રસને બાંધવાના છે. માર્ગાભિમુખ અને માર્ગપતિત આત્માઓ તેવી કર્મસ્થિતિ વગેરેને બાંધતા નથી. પરંતુ તેઓ અપુનર્બન્ધકાદશાથી દૂર હોય છે. અપુનર્બન્ધક આત્માઓ તો તેવી કર્મસ્થિતિ વગેરેને બાંધવા માટેની યોગ્યતાથી પણ રહિત હોય છે. ઈત્યાદિ થોડો થોડો ફરક તે તે આત્માઓમાં હોય છે. સ્પષ્ટપણે તે સમજી લેવો જોઈએ. અન્યથા સકૃબંધકાદિ આત્માઓની યોગપૂર્વસેવામાં ભેદ જણાશે નહિ. ૧૪-૩ી. અહીં ઔપચારિક યોગપૂર્વસેવાનું વર્ણન કેમ કર્યું છે. એ પ્રશ્નના સમાધાન માટે જણાવાય છે DEEEEEEEEEET GSONGS/SONGSCSC/ DEEEEEEEEEEEED GSCSCSCSCLOSCONGS Page #9 -------------------------------------------------------------------------- ________________ परिणामिनि कार्याद्धि सर्वथा नास्ति भिन्नता । तत्प्रकृत्या विनाप्यूहमन्यत्रैनां परे जगुः ॥ १४-४॥ અહીં એ વસ્તુ સમજી લેવી જોઈએ કે શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે યોગના અધિકારી તરીકે અપુનર્બન્ધક આત્માઓનું વર્ણન આ બત્રીશીમાં મુખ્યપણે કરવાનું છે. એની સાથે આપણે એ પણ સમજી શકીએ છીએ કે આ પૂર્વે જણાવેલી યોગપૂર્વસેવા જેમને તાત્વિક રીતે પરિણમેલી હોય તેઓને જ યોગનો અધિકાર હોય. અપુનર્બન્ધક આત્માઓ અને તે અવસ્થાવિશેષને પામેલા માર્ગાભિમુખ અને માર્ગપતિત આત્માઓને યોગની પૂર્વસેવા તાત્વિક હોવાથી યોગના અધિકારી તરીકે તેમનું વર્ણન કરવાનું ઉચિત જ છે. પરંતુ જેમને યોગપૂર્વસેવા ઉપચારથી જ છે તેમનો ઉપન્યાસ અહીં શા માટે ક્ય છે ? તેમ જ તેમની ઔપચારિક યોગપૂર્વસેવાનું વર્ણન અહીં કેમ ક્યું છે? સકૃદંબન્ધકાદિ આત્માઓ અપુનર્બન્ધકાદિ આત્માઓથી ભિન્ન જ હોવાથી તેમનો ઉપન્યાસ અહીં કરવો ના જોઈએ ને ? આ પ્રશ્નના ઉત્તરમાં આ ચોથો શ્લોક છે. “પરિણામી; કાર્યથી સર્વથા ભિન્ન નથી. અર્થાત્ પરિણામી એવા કારણમાં કાર્યથી સર્વથા ભિન્નતા નથી. સકૂબન્ધકાદિ આત્માઓમાં ભવસ્વરૂપના નિર્ણયોપયોગી ઊહાપોહનો અભાવ હોવા છતાં સ્વભાવથી જ યોગની પૂર્વસેવા ઔપચારિક છે : આ પ્રમાણે બીજા કહે છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્યર્થ છે. કહેવાનો આશય એ છે કે, સકૃમ્બન્ધકાદિ આત્માઓ કાલાન્તરે અપુનર્બન્ધક આત્મારૂપે પરિણમે છે. તેવા પ્રકારની કર્મબન્ધયોગ્યતાનો હાસ થવાથી એ આત્માઓ કાલાન્તરે અપુનર્બન્ધક અવસ્થાને પ્રાપ્ત કરે છે. ઘડાનું, માટી જેમ પરિણામી કારણ છે તેમ અપુનર્બન્ધક GETEDTD]D]D]D]D] લોdidi 3diiiiii/S Page #10 -------------------------------------------------------------------------- ________________ આત્માનું સમૃદ્બન્ધકાદિ આત્મા પરિણામી કારણ છે. (કાર્યસ્વરૂપે પરિણામ પામતા કારણને પરિણામી કારણ કહેવાય છે.) પરિણામી કારણ માટીનું સ્વરૂપ ઘડામાં પણ હોવાથી ઘટાદિ કાર્યથી માટી સર્વથા ભિન્ન છે- એ જેમ મનાતું નથી તેમ અપુનર્બન્ધક આત્માઓથી સમૃદ્બન્ધકાદિ આત્માઓ સર્વથા ભિન્ન મનાતા નથી અર્થાર્ કારણમાં કાર્યનો ઉપચાર (દૂષિત પાણીને પગનો રોગ કહેવાય છે તેમ) કરવાથી અપુનર્બન્ધક આત્માથી સમૃદ્બન્ધકાદિ સર્વથા ભિન્ન નથી. યોગબિન્દુના ૧૮૦ મા શ્લોકથી આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે અતાત્ત્વિક એવી યોગની પૂર્વસેવાનો ઉપન્યાસ સમૃદ્બન્ધકાદિ આત્માની અપેક્ષાએ તેમના કાર્યસ્વરૂપ અપુનર્બન્ધક આત્માઓને આશ્રયીને કર્યો છે. કારણ કે અપુનર્બન્ધક આત્માઓ જ નહિ પરન્તુ તેમની સમીપમાં રહેલા સમૃદ્બન્ધકાદિ આત્માઓ પણ બહુલતયા અપુનર્બન્ધકના આચારથી વિલક્ષણ નથી હોતા : એ જણાવનારો એ (અતાત્ત્વિક યોગની પૂર્વસેવાનો) ઉપન્યાસ છે. શ્લોકના ઉત્તરાર્ધ(તત્ત્વન્ત્યા....)નો આશય એ છે કે બધા લોકો નહિ પણ કેટલાક લોકો એમ કહે છે કે સમૃદ્બન્ધકાદિ આત્માઓમાં ભવસ્વરૂપનો નિર્ણય કરાવનાર ઊહાપોહ(ભવસ્વરૂપનું આલોચન)ના અભાવમાં પણ સ્વભાવથી યોગપૂર્વસેવા અતાત્ત્વિકઔપચારિક હોય છે. આથી સમજી શકાશે કે સહૃબંધક વગેરે આત્માને અતાત્ત્વિક જ યોગની પૂર્વસેવા વર્ણવી છે. પરન્તુ એક પક્ષમાં ઉપર જણાવ્યા મુજબ (શ્લોકના પૂર્વાર્ધમાં જણાવ્યા મુજબ) કારણમાં કાર્યનો ઉપચાર કરીને યોગપૂર્વસેવાને ઔપચારિક માની છે અને બીજા પક્ષમાં (શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવેલા પક્ષમાં) અનાલોચન (ભવસ્વરૂપનિર્ણાયક ઊહાપોહનો અભાવ) દ્વારા ७ Page #11 -------------------------------------------------------------------------- ________________ અમુખ્યત્વસ્વરૂપ ઉપચારને લઈને યોગની પૂર્વસેવાને ઔપચારિક વર્ણવી છે. બંને પક્ષમાં એટલો ફરક છે-એ યાદ રાખવો. ૧૪ -૪ સકૂબન્ધકાદિ આત્માઓની ઔપચારિક યોગની પૂર્વસેવાનું સમર્થન કરાય છે. અર્થાત્ સકૃબન્ધકાદિ આત્માઓની યોગની પૂર્વસેવા ઔપચારિક જ હોય છે, તેનું સમર્થન કરાય છે युक्तं चैतन्मले तीव्र भवासङ्गो न हीयते। सङ्क्लेशायोगतो मुख्या सान्यथा नेति हि स्थितिः॥१४-५॥ આ વાત પણ યુક્ત છે. કારણ કે મલ તીવ્ર હોવાથી સબન્ધકાદિ આત્માઓનો ભવનો રાગ ઓછો થતો નથી. અતિ તીવ્ર સક્લેશનો યોગ ન હોય તો તે યોગપૂર્વસેવા મુખ્ય મનાય છે. અન્યથા-અતિતીવ્ર સક્લેશના યોગમાં એ મુખ્ય મનાતી નથી.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે અપુનર્બન્ધક આત્માઓને છોડીને બાકીના સકૂબન્ધકાદિને યોગની પૂર્વસેવા ઔપચારિક હોય છે. એ પ્રમાણે જણાવ્યું છે-તે પણ યુક્ત છે. કારણ કે કર્મબન્ધ-સ્વરૂપ મલ અત્યન્ત ઉત્કટ હોવાથી તે સકૃબન્ધકાદિ આત્માઓનો સંસાર પ્રત્યેનો રાગ ઓછો થતો નથી. સબન્ધકાદિ આત્માઓનો એ ભવનો રાગ થોડો પણ દૂર થાય તો તેઓ સક્રબન્ધક મટી જઈને, અપુનર્બન્ધક અવસ્થાને જ પામી જાય. આથી માનવું પડે કે સબન્ધકાદિ આત્માઓને કર્મબન્ધસ્વરૂપ મલ અત્યન્ત ઉત્કટ હોય છે અને તેથી તેમનો સંસાર પ્રત્યેનો પ્રતિબન્ધ(રાગ) ઓછો થતો નથી. યોગની પૂર્વસેવા ત્યારે મુખ્ય મનાય છે કે જ્યારે તે આત્માઓને અત્યન્તતીવ્રસક્લેશ પ્રાપ્ત થતો ન હોય. આવી અવસ્થામાં જ Page #12 -------------------------------------------------------------------------- ________________ યોગની પૂર્વસેવા ક્રમે કરીને ભવવૈરાગ્ય અને મુક્તિ પ્રત્યેનો રાગ વગેરે કલ્યાણમાં નિમિત્ત બને છે, તેથી તે મુખ્ય મનાય છે. સફ્લેશ તીવ્ર હોય તો યોગપૂર્વસેવા એવા પ્રકારના કલ્યાણમાં નિમિત્ત બનતી ન હોવાથી તેને મુખ્ય મનાતી નથી.-આવી જાતિની શાસ્ત્રમર્યાદા છે. સમૃદ્બન્ધકાદિ આત્માઓને સફ્લેશનો અયોગ હોતો નથી તેથી તેમને યોગની પૂર્વસેવા મુખ્ય હોતી નથી. ।।૧૪-૫]I **** પાંચમા શ્લોકથી સ્પષ્ટ થયેલી વાતને જણાવીને પ્રકૃતાર્થનું સમાપન કરાય છે एष्यद्भद्रां समाश्रित्य पुंसः प्रकृतिमीदृशीम् । व्यवहारः स्थितः शास्त्रे युक्तमुक्तं ततो यदः ॥ १४-६॥ “આવી- ભવિષ્યમાં કલ્યાણને કરનારી- પુરુષની પ્રકૃતિને આશ્રયીને યોગશાસ્ત્રમાં પૂર્વસેવાદિ સ્વરૂપ વ્યવહાર પ્રવર્તે છે. તેથી આ (પૂર્વશ્લોકમાં જણાવેલું) કહેલું યુક્ત જ છે.’’–આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગનું નિરૂપણ કરનારા શાસ્ત્રમાં યોગની પૂર્વસેવા અને યોગ વગેરેનો જે વ્યવહાર પ્રસિદ્ધ છે, તે પુરુષ(આત્મા)ની તેવા પ્રકારની પ્રકૃતિ(સ્વભાવ)ને આશ્રયીને છે, કે જે પ્રકૃતિ સન્ફ્લેશ વિનાની છે અને ભવિષ્યમાં કલ્યાણને કરનારી છે. સફ્લેશવિશિષ્ટ પ્રકૃતિને આશ્રયીને યોગની પૂર્વસેવાદિ સ્વરૂપ વ્યવહાર પ્રસિદ્ધ નથી. તેથી ‘“અપુનર્જન્ધક આત્માને છોડીને બીજે સમૃદ્બન્ધકાદિ આત્માઓની યોગની પૂર્વસેવા ઉપચારથી જ છે.’’ આ પ્રમાણે જે કહ્યું છે તે યુક્ત જ છે. અહીં એ વાત સમજી લેવી જોઈએ કે યોગમાર્ગની પ્રાપ્તિ માટે જે યોગ્યતાની અપેક્ષા છે, તે માત્ર અપુનર્બન્ધક આત્માઓમાં જ EEEEEE E ૯ D CD CD Page #13 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થથી હોય છે. કારણ કે સલ્ફફ્લેશથી રહિત એવી યોગપૂર્વસેવા તેમને જ હોય છે. અપુનર્બન્ધક આત્માઓથી બીજે સમૃદ્બન્ધકાદિ આત્માઓને યોગની પૂર્વસેવા છે ખરી ! પરંતુ તે સફ્લેશથી રહિત નથી હોતી. યોગમાર્ગની સાધનામાં માત્ર યોગની પૂર્વસેવાને વિચારવાથી ચાલે એવું નથી. તે સફ્લેશથી રહિત છે કે નહિ : તેનો વિચાર કરવાનું ખૂબ જ આવશ્યક છે. રાગ-દ્વેષની પરિણતિ સ્વરૂપ સફ્લેશનો વિચાર કરવાનું લગભગ આજે બંધ થયું છે. ગુરુદેવાદિપૂજન, સદાચાર કે તપ વગેરે સ્વરૂપ યોગની પૂર્વસેવાની જ જ્યાં ઉપેક્ષા થતી હોય ત્યાં તે સંક્લેશથી રહિત છે કે નહિ-એની વિચારણા ન જ હોય-એ સ્પષ્ટ છે. અપુનર્બન્ધક આત્માઓ તેવા પ્રકારની સક્લિષ્ટ પ્રકૃતિથી રહિત હોય છે. યોગની પૂર્વસેવા જ નહિ સાક્ષાદ્ યોગની ક્રિયા હોય તોપણ સંલેશની વિદ્યમાનતામાં એ તાત્ત્વિક બનતી નથી. મોક્ષસાધક યોગમાર્ગની સાધનામાં મોટો અવરોધ જ સફ્લેશનો છે. મુમુક્ષુઓએ એ તરફ ખૂબ જ ચીવટથી ધ્યાન આપવું જોઈએ. વર્તમાનની આપણી આરાધનાનું ચિત્ર વિચિત્ર છે. આરાધનાનો પ્રારંભ, મધ્ય અને અન્ત ખરી રીતે સફ્લેશના અસ્તિત્વ વિનાનો હોવો જોઈએ. એના બદલે મોટા ભાગે આજે એની ચિન્તા વિનાનો હોય-એ કેટલું વિચિત્ર છેતે ન સમજી શકાય એવું તો નથી જ. જે લોકોને મોક્ષની સાધના કરવી નથી એવા લોકોને કાંઈ જ કહેવાનું નથી. પરંતુ જેમણે મોક્ષની સાધનાનો પ્રારંભ કર્યો છે તેમને થોડું કહ્યા વિના ચાલે એવું નથી. વર્તમાન જીવનશૈલી જ એવી બનાવી દીધી છે કે ભાગ્યે જ આપણને આપણા સડક્લેશનો વિચાર આવે. યોગની પૂર્વસેવાથી જ અસલિષ્ટ સ્થિતિને પ્રાપ્ત કરવા DODODO DTD/ 0000 GU ૧૦ DODO O 672777/D] Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કરવામાં આવે તો યોગમાર્ગની તાત્ત્વિક રીતે આરાધના સરળ બની જાય. આપણી સાધના ગમે તેટલી ઊંચી હોય પરંતુ આપણે ઊંચા ન હોઈએ તો તેનો કશો જ અર્થ નથી. સાધકની ઊંચી અવસ્થા તેની સફ્ફફ્લેશરહિત અવસ્થાને લઈને છે. વર્તમાનમાં આરાધનાનું મૂલ્ય; તે શું કરે છે તેની અપેક્ષાએ ગણાય છે. તેની આત્મપરિણતિ કેવી છે-એ જોવાનું કે વિચારવાનું આજે લગભગ આવશ્યક ગણાતું નથી, જેના ફળ સ્વરૂપે આરાધનાનું ચિત્ર વિચિત્ર બન્યું છે. જો હજુ પણ એ અંગે ગંભીરતાપૂર્વક વિચારવામાં નહીં આવે તો કોણ જાણે ભવિષ્યમાં કેવી કરુણ સ્થિતિ સર્જાશે ? ગ્રંથકાર પરમર્ષિએ જણાવેલી તાત્ત્વિક અને અતાત્ત્વિક એવી યોગની પૂર્વસેવાનો વિચાર કરવાથી સમજાશે કે સલેશને દૂર કર્યા વિના ક્લેશથી કોઈ પણ રીતે મુક્ત નહીં જ થવાય. ૧૪-૬॥ *** યોગશાસ્ત્રપ્રસિદ્ધ અપુનર્જન્ધદશાની પ્રકૃતિના કારણે જે ગુણો પ્રાપ્ત થાય છે, તે દષ્ટાંતપૂર્વક જણાવાય છેशान्तोदात्तस्तयैव स्यादाश्रयः शुभचेतसः । धन्यो भोगसुखस्येव वित्ताढ्यो रूपवान् युवा ॥१४- ७॥ “શ્રીમંત, રૂપવાન અને યુવાન એવો ધન્ય માણસ જેમ ભોગસુખનો આશ્રય બને છે તેમ ભવિષ્યમાં કલ્યાણનું કારણ બનનારી એવી અપુનર્બન્ધક આત્માને ઉચિત પ્રકૃતિ(સ્વભાવ)થી જ શાંત એવો ઉદાત્ત આત્મા શુભચિત્તનો આશ્રય બને છે.’-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે પાંચ ઈન્દ્રિયોના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ સ્વરૂપ વિષયોના ભોગજન્ય સુખની ગમે તેટલી GULU DO DC/DD ૧૧ DO Page #15 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છા હોય તોપણ દરેકને એ સુખ પ્રાપ્ત થતું નથી. એ સુખના આશ્રય બનવા માટે માણસમાં કેટલીક યોગ્યતા હોવી જરૂરી છે. સુખની તેવા પ્રકારની ઈચ્છાવાળો; શ્રીમંત એટલે કે સમ્પત્તિનો સ્વામી હોવો જોઈએ, રૂપસંપન્ન-સુંદર શરીરની રચના(આકૃતિ)વાળો હોવો જોઈએ તેમ જ તરુણ-યુવાન હોવો જોઈએ. આવો પણ માણસ સૌભાગ્ય અને આદેયતાદિ ગુણથી ધન્ય-ધનાદિયોગ્ય) હોય તો જ તે ઉપર જણાવ્યા મુજબ ભોગસુખને પ્રાપ્ત કરી શકશે. દરિદ્ર, કુરૂપ અને વૃદ્ધ (ઘરડો) એવા દુર્ભાગી માણસને ભોગસુખ કેવું મળે છે તે આપણે સમજી શકીએ છીએ. એવી જ રીતે શુદ્ધચિત્તના પરિણામને પણ પ્રાપ્ત કરવા માટે આત્મામાં યોગ્યતા અપેક્ષિત છે. અહીં એ યોગ્યતા, અપુનર્બન્ધક આત્માને ઉચિત એવી સર્ક્યુલેશથી રહિત પ્રકૃતિના કારણે જ પ્રાપ્ત થાય છે. એ યોગ્યતાને કારણે આત્મા શાન્ત અને ઉદાત્ત બને છે. એવા શાન્ત અને ઉદાત્ત આત્માને જ શુભચિત્તસ્વરૂપ શુદ્ધચિત્તપરિણામની પ્રાપ્તિ થતી હોય છે. ઈન્દ્રિય અને કષાયના વિકારથી વિકલ(રહિત) આત્માને શાન્ત કહેવાય છે. શબ્દાદિ વિષયોની અનુકૂળતા અને પ્રતિકૂળતાની પ્રાપ્તિમાં જે રતિ અને અરતિ થાય છે, તે ઈન્દ્રિયોનો વિકાર છે. કારણ કે એ રતિ અને અરતિ જ વિષયોમાં તે તે ઈન્દ્રિયને પ્રવૃત્ત અને નિવૃત્ત કરે છે. અનુકૂળવિષયને ગ્રહણ કરવામાં તત્પર તેમ જ પ્રતિકૂળ વિષયને દૂર કરવામાં તત્પર એવી ઈન્દ્રિયો વસ્તુતઃ વિકૃત છે. વિષયની અસારતાદિનું પરિભાવન કરવાથી આત્મા ઈન્દ્રિયોના વિકારથી રહિત-શાન્ત બને છે. તેથી જ વિષયનિરપેક્ષ આત્મા; કષાયના વિકારથી પણ રહિત બને છે. સામાન્યથી ક્રોધાદિ કષાયના કાર્ય પ્રસિદ્ધ છે. દ્રષ, પરનો પરાભવ, DEEEEEEEEDED Page #16 -------------------------------------------------------------------------- ________________ પરવશ્ચના અને વિષયની લોલુપતા વગેરે કષાયોના વિકારો છે. આવા ઈન્દ્રિયો અને ક્ષાયોના વિકારથી વિક્ત આત્માને શાન્ત’ કહેવાય છે, જેઓ ઈન્દ્રિયો અને કષાયથી પીડાતા નથી પરંતુ અવસરે ઈન્દ્રિયો અને ક્ષાયને પીડતા હોય છે. ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ અનુષ્ઠાનોમાં પ્રતિબદ્ધ (તત્પર) ચિત્તવાળા આત્માને ઉદાત્ત કહેવાય છે. શાન્તા ' અહીં કર્મધારય સમાસ હોવાથી; એક જ આત્માની એ બંને અવસ્થા સમજવાની છે. ઈન્દ્રિયો અને કષાયોની વિદ્યમાનતામાં સામાન્યથી વિષયગ્રહણાદિની પ્રવૃત્તિ તો થવાની જ છે. પરંતુ એ વખતે તેમાં તેના વિકારો ભળવા જોઈએ નહિ. એ વિકારોથી વિકલ એવા શાન્ત આત્માઓ જ ખરી રીતે ઉચ્ચ-ઉચ્ચતર આચરણમાં બદ્ધચિત્ત બનતા હોય છે. કારણ કે પ્રાયઃ એ જાતિની બદ્ધચિત્તતામાં વિષયકષાયના વિકારો જ અવરોધક બને છે. શાન્તાત્માઓમાં એ અવરોધ ન હોવાથી ઉદાત્ત અવસ્થાને તેઓ પ્રાપ્ત કરતા હોય છે, અને તેથી અપુનર્બન્ધકોચિત સકલેશરહિત પ્રકૃતિના કારણે ચિત્તના શુદ્ધપરિણામને તેઓ પ્રાપ્ત કરે છે. ૧૪-ળા * * * ઉપર જણાવેલી વાત વ્યતિરેકથી (નિષેધમુખે) અર્વાદ જેઓ સંશથી રહિત પ્રકૃતિને ધારણ કરતા નથી, તેમને શુદ્ધચિત્તપરિણામ પ્રાપ્ત થતા નથી- એ રીતથી જણાવાય છે अङ्गाभावे यथा भोगोऽतात्त्विको मानहानितः । शान्तोदात्तत्वविरहे क्रियाप्येवं विकल्पजा ॥१४-८॥ “ભોગનાં અલ્ગોનો અભાવ હોય ત્યારે માનહાનિ થવાથી ભોગ જેમ અતાત્ત્વિક છે, તેમ શાંત અને ઉદાત્ત અવસ્થાના વિરહમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ થનારી ગુર્વાદિપૂજા વગેરે સ્વરૂપ ક્રિયા પણ વિકલ્પ-વિપર્યાસથી ઉત્પન્ન થયેલી હોય છે. (તાત્ત્વિક નથી.)' -આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે, કામશાસ્ત્રના પ્રણેતા વાત્સ્યાયને રૂપ, વય, વૈચક્ષણ્ય, સૌભાગ્ય, માધુર્ય અને ઐશ્વર્યને ભોગસાધન તરીકે વર્ણવીને રૂપ, વય અને શ્રીમતતાને પ્રધાન(મુખ્ય) ભોગસાધન તરીકે વર્ણવ્યાં છે. સામાન્ય રીતે મુખ્ય ભોગસાધનની અપેક્ષાએ વિચારીએ તો સમજાશે કે દરિદ્ર(શ્રીમંતતાના અભાવવાળા) માણસને ભોગસાધન સ્ત્રી વગેરેની પ્રાપ્તિ જ થતી નથી. યૌવનવયના અભાવે વૃદ્ધાદિ અવસ્થામાં ભોગની અશક્તિ હોવાથી ભોગની પ્રાપ્તિ થતી નથી. અને ભોક્તા કુરૂપ હોય તો સુરૂપ સ્ત્રી વગેરેમાં અત્યંત રાગ તેમ જ સામા પાત્રને પોતાની પ્રત્યે સારો ભાવ હશે કે નહિ-એવી આશંકા રહ્યા કરે છે. આવી સ્થિતિમાં ભોગની ક્રિયા હોવા છતાં તે સુખનું કારણ ન બનવાથી તાત્વિક બનતી નથી. કારણ કે તેમાં માનની હાનિ થતી હોય છે. હું સુખી છું આવી જાતની લાગણી સ્વરૂપ માન ત્યાં રહેતું નથી. એ કારણે ઈચ્છા પૂર્ણ ન થવાથી અને ભોગની ક્રિયા ન થવાથી ભોગની પ્રવૃત્તિ અતાત્ત્વિક જ બની રહે છે. દૃષ્ટાંતનો પરમાર્થ ખૂબ જ સ્પષ્ટ છે. ભોગનાં અડ્યો-સાધનોનો અભાવ હોય તો ભોગસુખની તાત્ત્વિક પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી. કારણના અભાવે કાર્યની તાત્ત્વિક સિદ્ધિ તો ન જ હોય : એ સમજી ન શકાય એવી વાત નથી. બસ! આવી જ સ્થિતિ ધર્મક્ષિાની પણ છે. શાંત અને ઉદાત્ત સ્થિતિ ન હોય તો ધર્મક્રિયા પણ બુદ્ધિના વિપર્યાસ(વિકલ્પ)થી ઉત્પન્ન થયેલી હોય છે, તાત્ત્વિક હોતી નથી. કારણ કે એવી ગુરુદેવાદિ LEGEND|DF\SFDF\Ey /ST/S/ST/SC/S0S/5d1 D\ટિટિટિટિDિF\EEDED //br/bbs///b/ Page #18 -------------------------------------------------------------------------- ________________ પૂજા વગેરે સ્વરૂપ યોગપૂર્વસેવાથી આંતરિક પ્રશમસુખનો પ્રવાહ ઉદ્ભવતો નથી. ઈન્દ્રિયો અને કષાયોના વિકારથી વિકલ જ યોગપૂર્વસેવાથી ચિત્તમાં સુખનો પ્રવાહ અવિરતપણે વહે છે. આ વાતને જણાવતાં ‘યોગબિંદુ’ ગ્રંથમાં કહ્યું છે કે-ભોગસુખના સાધનથી વિકલ અને શાંત તથા ઉદાત્ત અવસ્થાથી રહિત એવા ભોગી અને ધાર્મિક : બંન્નેનું; ભોગસુખ અને ધાર્મિક અનુષ્ઠાન : બંન્ને મૃગજળમાં જળની ભ્રાન્તિ જેવું-મિથ્યાવિકલ્પસ્વરૂપ અને પોતાની મતિકલ્પના સ્વરૂપ શિલ્પીએ નિર્માણ કરેલું છે. પરંતુ તાત્ત્વિક નથી. આથી સમજી શકાશે કે સંશ્લિષ્ટ આંતરિકપરિણતિના કારણે તેવા આત્માઓને તાત્ત્વિક અનુષ્ઠાન પ્રાપ્ત થતું નથી અને ભોગસુખના સાધનથી વિકલ હોવાથી અપાયની યોગ્યતાના કારણે એવા ભોગીને તાત્ત્વિક સુખ પ્રાપ્ત થતું નથી. પરંતુ ધન્ય આત્માને અર્થાર્ અપુનર્બન્ધક આત્માને અને ભોગાગોથી સહિત ભોગીને જ તાત્ત્વિક યોગપૂર્વસેવાની અને આભિમાનિક સુખની પ્રાપ્તિ થાય છે. 1198-611 *** આ રીતે અપુનર્બન્ધક દશાને પામેલા આત્માઓને જ તાત્ત્વિક; યોગની પૂર્વસેવા હોય છે; એ જણાવીને હવે તેના યોગે તેમને જે પ્રામ થાય છે-તે જણાવાય છે क्रोधाद्यबाधितः शान्त उदात्तस्तु महाशयः । बीजं रूपं फलं चायमूहते भवगोचरम् ।।१४ - ९ ।। ‘ક્રોધાદિ કષાયથી બાધિત ન હોય અને મહાન આશયવાળો હોય તેને અનુક્રમે શાંત અને ઉદાત્ત કહેવાય છે. એવા શાંત અને ઉદાત્ત આત્માઓ ભવના કારણ, સ્વરૂપ અને ફળનો વિચાર કરે છે.’’-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે D AEEEE Gudded p 763 ૧૫ ded D Page #19 -------------------------------------------------------------------------- ________________ સાતમા શ્લોકમાં જણાવ્યું હતું કે અપુનર્બન્ધકોને ઉચિત એવી કલ્યાણકારિણી પ્રકૃતિને લઈને આત્મા શાંત અને ઉદાત્ત બને છે. આ શ્લોકના પૂર્વાર્ધથી તેનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે ક્રોધ, માન અને માયાદિ કષાયોથી જે પીડાતા નથી તેઓ શાંત છે અને ઉત્તરોત્તર વિશુદ્ધ અનુષ્ઠાનને પ્રાપ્ત કરવાનો જેનો આશય છે તે મહાન આશયવાળા ઉદાત્ત છે. દશમા ગુણસ્થાનક સુધી કષાયનું અસ્તિત્વ હોવાથી સર્વથા કષાયરહિત અવસ્થાનો તો અહીં સંભવ નથી. પરંતુ તેના અસ્તિત્વમાં પણ તે પીડે નહિ : એ બની શકે છે. શરીરમાં રોગની એવી ઉત્કટ માત્રા ન હોય તો રોગ હોવા છતાં તે શરીરને પીડતો નથી. એવી રીતે ક્રોધાદિ કષાયની માત્રા પણ ઉત્કટ ન હોય તો ક્યાયો આત્માને પીડાકર બનતા નથી. કષાયો હોય એની ના નહિ, પરંતુ તે જ્યારે પીડા કરે ત્યારે ખૂબ જ દારુણ સ્થિતિને સર્જે છે. એવી સ્થિતિમાં તાત્ત્વિક ક્રિયા કોઈ પણ રીતે શક્ય નથી. ક્રોધાદિ કષાયોથી બાધિત ન હોય તો આત્માને ઉત્તરોત્તર અધિકગુણસંપન્ન અનુષ્ઠાનને પ્રાપ્ત કરવા માટે સહેજે મન થતું હોય છે. તેથી જ તેઓને મહાશય તરીકે વર્ણવાય છે. આવા શાંત અને ઉદાત્ત આત્માને ગુર્વાદિપૂજાસ્વરૂપ તાત્ત્વિક યોગપૂર્વસેવા પ્રાપ્ત થતી હોય છે, જેથી કાલાન્તરે તે યોગની પ્રાપ્તિમાં કારણ બનતી હોય છે. તાત્ત્વિક જ કારણ કાર્યસાધક બને છે-એ સમજી શકાય છે. શાન્તાદાત્ત આત્માને તાત્ત્વિક યોગપૂર્વસેવાથી જેના દ્વારા યોગની પ્રાપ્તિ થતી હોય છે, તે જણાવતાં શ્લોકના ઉત્તરાદ્ધમાં ફરમાવ્યું છે કે આ શાંત અને ઉદાત્ત આત્મા ભવસંબંધી કારણ, સ્વરૂપ અને ફળને આશ્રયીને વિચાર કરે છે. શાંત અને ઉદાત્ત આત્માને સહજપણે જ વિષય-કષાયની મંદતા થતી હોવાથી તેને આ D]D]ES]D]D\ટિPિDF DEEPE|DFDિED Dિ Page #20 -------------------------------------------------------------------------- ________________ સંસારસ્વરૂપ ભવની વિચારણા શક્ય બને છે. જીવને દરેક સમયે સુખની ઝંખના હોવા છતાં તે આજ સુધી મળ્યું નથી અને દુ:ખના નાશ માટે અવિરત પ્રયત્ન હોવા છતાં તે નાશ પામ્યું નથી. આવી સ્થિતિને સંસારમાં જોયા પછી તેનાં કારણાદિ જાણવા માટે તે વિચારણા કરે છે. આથી સમજી શકાશે કે આજની આપણી સ્થિતિ કેટલી વિચિત્ર છે. પ્રામાણિકપણે જો કહેવાનું થાય તો કહેવું પડે કે એવી વિચારણા આજ સુધી સ્વપ્ને પણ થઈ નથી. એ આત્માઓની ધાર્મિક પ્રવૃત્તિની અપેક્ષાએ આપણી ધાર્મિકપ્રવૃત્તિ પ્રમાણમાં વધારે છે. પરંતુ તે આત્માની શાન્તોદાત્તતા આપણી અપેક્ષાએ ખૂબ જ ચઢિયાતી છે-એમાં ના પાડી શકાય એમ નથી. શાંતોદાત્ત આત્માની ભવસંબંધી વિચારણા એ એક અદ્ભુત સિદ્ધિ છે. ભવની વિચારણા આમ જોઈએ તો બધા જ કરે છે. પરંતુ એમાં અને આમાં તદ્દન જ વિલક્ષણતા છે. શાન્તોદાત્ત આત્માની સંસારસંબંધી વિચારણા તેનાથી છૂટવા માટે છે અને બીજાની વિચારણા તેમાં સુખી થવા માટેની છે. સંસારનું કારણ કયું છે, સંસારનું સ્વરૂપ કેવું છે અને સંસારનું ફળ કયું છે-આને આશ્રયીને શાંતોદાત્ત આત્મા ભવસ્વરૂપની (ભવસંબંધી) વિચારણા કરે છે... ૫૧૪-૯॥ **** એમાં ભવના કારણની વિચારણા જે રીતે કરાય છે તે જણાવાય છે भेदे हि प्रकृतेनैक्यमभेदे च न भिन्नता । आत्मनां स्यात्स्वभावस्याप्येवं शबलतोचिता ॥१४- १०॥ ‘‘પ્રકૃતિથી આત્મા એકાંતે ભિન્ન હોય તો આત્માઓનું ઐક્ય (સંસારસ્વરૂપ ફળની અપેક્ષાએ એકરૂપતા) ઘટી શકશે નહિ અને ૧૭) વ ) GOOGL EDULE Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિથી આત્મા એકાંતે અભિન્ન હોય તો આત્માઓમાં ભિન્નતા ઘટી શકશે નહિ. સ્વભાવને આત્માના ઐક્ય કે અનૈક્યમાં કારણભૂત માનવામાં પણ એ જ દૂષણ છે. તેથી પ્રકૃતિ અને આત્મામાં કથંચિદ્ ભેદાભેદતા માનવાનું જ ઉચિત છે.’’-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સાંખ્યદર્શનપ્રસિદ્ધ પ્રકૃતિ (અચેતન તત્ત્વ) અને જૈનદર્શન(સ્વદર્શન)પ્રસિદ્ધ જ્ઞાનાવરણીયાદિકર્મસ્વરૂપ પ્રકૃતિ; પુરુષ અને આત્માથી એકાંતે ભિન્ન હોય તો ઘટાદિની જેમ તેના સંબંધના અભાવે પુરુષ અને આત્માને સંસારની પ્રાપ્તિ નહીં થાય. અનંતાનંત આત્માઓને કર્મયોગસ્વરૂપ સંસારાત્મક ફળ છે-એ સર્વજનપ્રસિદ્ધ છે. પ્રકૃતિને આત્માથી ઉપર જણાવ્યા મુજબ એકાંતે ભિન્ન માનવામાં આવે તો; સંસારસ્વરૂપ ફળને લઈને આત્મામાં જે ઐક્ય (સંસારીપણું) ઉપલબ્ધ છે તે બાધિત થાય છે. આવી જ રીતે પ્રકૃતિને આત્માથી સર્વથા અભિન્ન માની લઈએ તો આત્માઓમાં ભિન્નતાની પ્રતીતિ થઈ શકશે નહિ. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ વગેરે સ્વરૂપે જે ભિન્નતાની પ્રતીતિ થાય છે, તેનો બાધ થશે. કારણ કે આત્માથી સર્વથા અભિન્ન એવી પ્રકૃતિનો (કારણનો) ભેદ નથી. કાર્યભેદમાં નિયામક કારણનો ભેદ છે, જે પ્રકૃતિના અભેદમાં શક્ય નથી. આ રીતે સર્વથા ભેદ અને અભેદ પક્ષમાં પ્રાપ્ત દૂષણોના નિવારણ માટે આત્માના સ્વભાવ સ્વરૂપ અંતરઙ્ગ (આભ્યન્તર) નિમિત્તને માની લઈએ તો તે દૂષણોનું નિવારણ થઈ શકે છે કારણ કે પાણીના શીતસ્વભાવની જેમ આત્માના એવા સ્વભાવને લઈને જ ઉપર જણાવ્યા મુજબ ઐક્ય અને ભિન્નતાની પ્રતીતિ થાય છે : એમ કહી શકાય છે; પરંતુ આત્માનો એ સ્વભાવ તેનાથી સર્વથા ભિન્ન છે B 1977 d DO GOLD ૧૮ CEED DDDD Page #22 -------------------------------------------------------------------------- ________________ કે સર્વથા અભિન્ન છે-આ વિકલ્પમાં ઉપર જણાવ્યા મુજબનાં જ દૂષણો યથાવત્ છે. તેથી પ્રકૃતિને આત્માથી કથંચિ ભિન્નભિન્ન માનવી જોઈએ. એથી કથંચિભેદભેદસ્વરૂપ શબલતાને માનવામાં જ ઔચિત્ય છે. એનાથી જ સર્વવ્યવહાર સદ્ગત થાય છે. આ પ્રમાણેની વિચારણાને, હેતુને આશ્રયીને કરાતી વિચારણા કહેવાય છે. આત્માથી કથંચિભિન્નભિન્ન એવી કર્મપ્રકૃતિના યોગે આ સંસાર છે. સંસારનું મુખ્ય કારણ કર્મ છે. કોઈ પણ જાતના ઉપચાર વિનાના એ કારણને લઈને આત્માનો આ અનાદિકાળનો સંસાર છે. કર્મનો યોગ ન હોય તો કોઈ પણ જાતનાં નિમિત્તે આત્માને સંસારમાં રાખી શકતા નથી...ઈત્યાદિની વિચારણા ભવબીજની વિચારણા છે. શાંત અને ઉદાત્ત આત્માઓ ભવના કારણની વિચારણા કરવામાં તત્પર હોય છે. યોગબિન્દુ ગ્રંથમાં ભવબીજની વિચારણા(હ)ના વિષયમાં થોડી બીજી રીતે જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ એ, તે ગ્રંથના અધ્યયનથી જાણી લેવું જોઈએ. અહીં તો ‘દ્વાત્રિશ દ્વાર્વિશિકાનું વિવરણ કરવાનું તાત્પર્ય હોવાથી તેનું વર્ણન કર્યું નથી... |૧૪-૧ળા. ભવના સ્વરૂપને આશ્રયીને ભવના વિષયમાં જે રીતે વિચારણા કરાય છે તે જણાવાય છે भवोऽयं दुःखगहनो जन्ममृत्युजरामयः । अनादिरप्युपायेन पृथग्भवितुमर्हति ॥१४-११॥ જન્મ, જરા અને મૃત્યુમય તેમ જ દુઃખગહન આ સંસાર અનાદિનો હોવા છતાં ઉપાયથી જુદો થઈ શકે છે.”-આ પ્રમાણે કાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે આ પ્રત્યક્ષ જણાતો @DIF\ E[\D] D]DFણિણિ િવ ESPDિ]D]D]D]EBD GUUGVCLOGGGGGL SUGG///BUDDGE Page #23 -------------------------------------------------------------------------- ________________ સંસાર જન્મ, જરા અને મૃત્યુમય છે. માતાની કુક્ષિમાંથી નીકળવા સ્વરૂપ જન્મ છે નિયત આયુષ્યકર્મના ક્ષય સ્વરૂપ મૃત્યુ છે અને વયની હાનિ સ્વરૂપ જરા-વૃદ્ધાવસ્થા છે. જન્મ, મૃત્યુ અને જરાનું પ્રમાણ આ સંસારમાં ચિકાર છે. જન્મ, જરા અને મૃત્યુ જન્મ, જરા અને મૃત્યુ: આવું ચક અનાદિકાળથી પ્રવર્તે છે. આજ સુધીમાં આ સંસારમાં અનંતાનંતી વાર આપણાં જન્મ, જરા અને મૃત્યુ થયાં છે. તેથી આ સંસાર જન્મ, જરા અને મૃત્યુમય વર્ણવાય છે. આવો સંસાર પાછો દુઃખથી ગહન છે. અર્થા શરીર અને મનસંબંધી અનેક જાતનાં સેકડો દુઃખોથી આચ્છન્ન (ઢંકાયેલો વ્યાસ) છે. જ્ઞાનાવરણીયાદિકર્મના યોગે પ્રાપ્ત થયેલો આ સંસાર પ્રવાહથી અનાદિકાળનો છે. તેની દુઃખગહનતાને સમજ્યા પછી કોઈ પણ આત્માને સામાન્યથી સુખરૂપ સંસાર જણાતો નથી. પ્રગટ રીતે દુઃખગહનતાને જોયા પછી પણ તે સુખરૂપ જણાતો હોય તો તેમાં સંસારના સુખની આસક્તિ કારણ બનતી હોય છે. શાંત અને ઉદાત્ત આત્માને એવી આસક્તિ ન હોવાથી તેઓ સંસારના વાસ્તવિક દુ:ખસ્વરૂપને ખૂબ જ સારી રીતે વિચારે છે. “ખવોડાં ટુર્વાહને થો છેઃ ચાતું-આ સંસાર દુ:ખગહન છે. આનો ઉચ્છેદ કઈ રીતે થાય'-આવા પ્રકારની જિહાસા(સંસારના ત્યાગની ઈચ્છા)ના યોગે એ આત્માઓને ભવનિસ્તારક એવા પૂ. ગુરુદેવોના પરિચયથી સમજાય છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉપાયથી એ અનાદિનો પણ સંસાર જુદો થઈ શકે છે. સુવર્ણ ઉપર લાગેલો અનાદિકાળનો પણ મળ જેમ પ્રયોગવિશેષથી છૂટો પડે છે તેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના સ્વરૂપ ઉપાયના આસેવનથી આત્માની ઉપર લાગેલો અનાદિકાલીન પણ કર્મમલ દૂર થઈ શકે છે.... વગેરે વિચારણાને; GEBDPTDFD]D]D]DEV DDEDGEDGETS DD Page #24 -------------------------------------------------------------------------- ________________ ભવસ્વરૂપને આશ્રયીને ભવના વિષયની વિચારણા કહેવાય છે. શાંત અને ઉદાત્ત આત્માને આ ભવસ્વરૂપની વિચારણા જ કાલાન્તરે ભવનો ઉચ્છેદ કરાવનારી બનતી હોય છે. આ સંસારની દુઃખરૂપતા સમજવાનું ખૂબ જ કપરું છે. એક વખત જો એ પરમાર્થથી સમજાય નો તેનાથી છૂટવાનું ખૂબ જ સરળ છે. ૧૪-૧૧ * * * ભવના ફળને આશ્રયીને જે રીતે ઊહ-વિચારણા પ્રવર્તે છે તેનું વર્ણન કરાય છે फलं भवस्य विपुल: क्लेश एव विजृम्भते। न्यग्भाव्यात्मस्वभावं हि पयो निम्बरसो यथा ॥१४-१२॥ જેમ દૂધને તિરોહિત કરીને લીમડાનો રસ પ્રગટ થાય છે તેમ આત્માના સ્વભાવને (શુદ્ધજ્ઞાન-દર્શન-સુખાદિસ્વરૂપ સ્વભાવને) તિરોહિત કરીને સંસારના ફળ સ્વરૂપે વિપુલ એવો ફલેશ જ પ્રગટ થાય છે.”-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સંસારનું સ્વરૂપ દુઃખથી ગહન જ છે. પુણ્યના યોગે સામાન્યથી સુખમય જણાતા પણ સંસારમાં જન્મ, જરા અને મૃત્યુનું દુઃખ તો અનિવાર્ય જ છે. આ સંસારનો ઉચ્છેદ થાય નહિ તો તેના ફળસ્વરૂપે વિપુલ પ્રમાણમાં ફલેશનો જ આવિર્ભાવ થાય છે. સંસારનું સ્વરૂપ જેમ કલેશ છે તેમ તેનું કાર્ય પણ ફલેશ જ છે. અનુબંધવિશેષની અનવરત ચાલતી પરંપરાને લઈને ખૂબ જ વિસ્તારવાળો ફ્લેશ છે. સંસારનું કાર્ય ફ્લેશ જ છે. સુખનો લેશ પણ એમાં નથી : એ શ્લોકમાંના અવાજકારાર્થક જીવ)નો અર્થ છે. આત્માનો સ્વભાવ એકાંતે સુખનો હોવાથી તેમાં આ રીતે ફલેશનો આવિર્ભાવ કઈ રીતે થાય-આવી શંકાના સમાધાન માટે Gિ]|\SF,DF\ 5|DF\EW 20 MEGDEESE ESSE) DIPDિS) Dિ Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્લોકના ઉત્તરાર્દુમાં જણાવ્યું છે કે જેમ દૂધમાં લીમડાનો રસ પડવાથી દૂધનો સ્વભાવ તિરોહિત (અંતહિત-દબાય) થાય છે અને લીમડાનો રસ પ્રગટ થાય છે, તેમ આત્માનો અનંતસુખમય સ્વભાવ સંસારના કારણે તિરોહિત થાય છે અને સંસારનો ફલેશ પ્રગટ થાય છે. મોટા વિરોધી-સ્વભાવવાળાના કારણે અલ્પાંશનો અભિભવ થાય છે એ આપણા અનુભવની વાત છે. તેથી જ જ્યારે આત્મસ્વભાવ પ્રબળ હોય છે ત્યારે તેના વડે ફલેટાનો અભિભવ કરી શકાય છે; આથી સ્પષ્ટ છે કે સંસારની પ્રબળદશામાં ફલેશ વડે આત્માનો અભિભવ થવામાં કોઈ પણ પ્રકારની અનુપત્તિ નથી. આ રીતે શાંત અને ઉદાત્ત આત્માઓ બીજ, સ્વરૂપ અને ફળને આશ્રયીને ભવના વિષયમાં વિચારણા કરે છે. ભોગી માણસો, કાન્તાદિ સંબંધી ગીતાદિના વિષયમાં જે રીતે રસપૂર્વક વિચારણા કરે છે, તે રીતે શાંત અને ઉદાત્ત આત્માઓ ભવના વિષયમાં વિચારતા હોય છે. વિદ્વાન એવા ભોગી જનોની, કાંતા-વલ્લભાદિનાં ગીત અને પાદિ સંબંધી વિચારણાનો જેમને ખ્યાલ છે તેઓને શાંત અને ઉદાત્ત આત્માઓની ભવના વિષયમાં વિચારણા કેવી હોય છે તે સમજાવવાની આવશ્યકતા નથી. આવી વિચારણા વિના યોગની પૂર્વસેવા પણ જે તાત્વિક ન બને તો આપણી આજની ધર્મક્રિયાથી શું થશે-એ ગંભીરતાપૂર્વક વિચારવાનું ખૂબ જ આવશ્યક છે... (૧૪-૧રા શાંત અને ઉદાત્ત આત્માઓ માત્ર ભવના વિષયમાં જ વિચારે છે એવું નથી, પરંતુ ભવવિયોગના વિષયમાં પણ તેઓ વિચારે છેતે જણાવાય છે DEPETITLED AND DEFINITENDED GEEGORGEOULOSONG Page #26 -------------------------------------------------------------------------- ________________ तद्वियोगाश्रयोऽप्येवं सम्यगूहोऽस्य जायते । तत्तत्तन्त्रनयज्ञाने विशेषापेक्षयोज्ज्वलः ॥१४- १३॥ આ પ્રમાણે ભવના વિયોગને આશ્રયીને પણ શાંત અને ઉદાત્ત આત્માને યોગ્ય વિચારણા પ્રાપ્ત થાય છે. તે તે દર્શનોની માન્યતાનું જ્ઞાન થયે છતે વિશેષ જિજ્ઞાસાથી તે વિચારણા ઉજ્વળ બને છે.’-આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ક્રોધાદિ કષાયથી પીડા નહીં પામેલા અને ઉત્તરોત્તર ગુણને પ્રાપ્ત કરવાના મહાન આશયવાળા આત્માઓ પૂર્વે જણાવ્યા મુજબ જેમ ભવના વિષયમાં વિચારણા કરે છે તેમ કારણ, સ્વરૂપ અને ફળને આશ્રયીને ભવના વિયોગના વિષયમાં પણ સારી રીતે વિચારે છે. ભવનો વિયોગ; સકલકર્મના ક્ષય સ્વરૂપ મોક્ષરૂપ છે. મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર છે. તેનું સ્વરૂપ; અનંતજ્ઞાનાદિગુણમય આત્માનું શુદ્ધ સહજ નિરુપાધિક સ્વભાવાત્મક છે અને તેનું ફળ છે સર્વથા ભવરોગનો નાશ; અક્ષયસ્થિતિ તેમ જ સર્વથા અવ્યાબાધ સ્થિતિ વગેરે. આ રીતે ભવિયોગના વિષયમાં તેના હેતુ, સ્વરૂપ અને ફળને આશ્રયીને વિચારનારા આત્માઓને સાઝ્યાદિ તે તે દર્શનોનું જ્ઞાન થયે છતે ઈતરદર્શનો ભવના વિયોગના વિષયમાં તેનાં કારણાદિ અંગે શું જણાવે છે એવી જિજ્ઞાસા જન્મે છે. તેથી એ જિજ્ઞાસાના કારણે ભવવિયોગના વિષયમાં શુદ્ધનિશ્ચયને કરાવનારી એ વિચારણા ઉજ્વળ બને છે. આશય એ છે કે સામાન્ય રીતે ભિન્ન ભિન્ન માન્યતાને ધરનારા તે તે નયોનું જ્ઞાન થાય એટલે તેના વિષયમાં ખૂબ જ દ્વિધા ઉત્પન્ન થતી જોવાય છે અને ત્યારે જીવને એમ થાય છે કે બધા પોતપોતાની વાત કરે છે. આ બધામાં સાચું શું અને ખોટું શું એ સમજાતું નથી. માટે જવા દો ! 66 EdE પેપ ૨૩ [7] GOOD Page #27 -------------------------------------------------------------------------- ________________ આવી વિચારણાથી તે આત્માને વિચારણીય વિષયમાં કોઈ નિર્ણય થઈ શક્તો નથી. પરંતુ શાંત અને ઉદાત્ત આત્માને એવું બનતું નથી. ઉપરથી એ આત્માઓને વિશેષ જાણવાની ઈચ્છાથી વિચારણીય વિષયમાં ઉજજ્વળ એવો ઊહ(વિચારણા) પ્રાપ્ત થાય છે, જે શુદ્ધનિશ્ચયનું કારણ બને છે. તત્ત્વનિશ્ચય સુધી પહોંચવાનો એ એક જ માર્ગ છે. તત્ત્વ(આત્મસ્વરૂપ)ને પામવા માટે તત્ત્વનો નિર્ણય કરવાનું ખૂબ જ આવશ્યક છે. અધશ્ચરા તત્ત્વનિર્ણયથી તત્ત્વઝામિ શક્ય બનતી નથી. તત્ત્વજિજ્ઞાસા, તત્ત્વનો નિર્ણય અને તત્વની પ્રાપ્તિના ક્રમમાં તત્ત્વજિજ્ઞાસા મૂળસ્થાને છે. આજના ધર્મીવર્ગમાં કવચિત જ તે જોવા મળતી હોય છે. સાચી તત્ત્વજિજ્ઞાસાને પ્રગટાવવાના બદલે એની જાણે જરૂર જ નથી એવું વર્તન જ્યારે જોવા મળે ત્યારે કેટલી હદે પરિસ્થિતિ ખરાબ થઈ છે : એનો ખ્યાલ આવે છે. ગ્રંથકાર પરમર્ષિએ જણાવેલી વાત ખૂબ જ શાંત ચિત્તે વિચારવાની આવશ્યકતા છે. સાચી જિજ્ઞાસા તત્ત્વવિચારણા માટે અત્યંત ઉપયોગી સાધન છે. એક વાર વસ્તુતત્ત્વનો નિશ્ચય થઈ જાય તો તત્ત્વને પામવાનું ખૂબ જ સરળ બને છે. શાંત અને ઉદાત્ત આત્માઓની આત્મપરિણતિ જ એવી હોય છે કે તેમને વિશેષ જિજ્ઞાસાને લઈને સહજ રીતે જ ભવવિયોગના વિષયમાં શુદ્ધનિયમાનુસારી ઊહ પ્રાપ્ત થાય છે. ૧૪-૧૩ી ઉપર જણાવ્યા મુજબ શાંત અને ઉદાત્ત આત્માઓને ભવના વિયોગના વિષયમાં પણ શુદ્ધ નિયાનુસારી ઊહ (વિચારણા) પ્રામ થાય છે અને તેથી તેમને જે સિદ્ધ થાય છે –તે જણાવાય છે Page #28 -------------------------------------------------------------------------- ________________ योजनाद् योग इत्युक्तो मोक्षेण मुनिसत्तमैः । स निवृत्ताधिकारायां प्रकृतौ लेशतो ध्रुवः ॥१४- १४ || ‘‘મોક્ષની સાથે આત્માને જોડી આપતો હોવાથી તેને (ઊહને) મહર્ષિઓએ યોગ કહ્યો છે. તે યોગ; પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ અધિકાર જેમાંથી દૂર થયો છે એવી પ્રકૃતિ હોતે છતે અંશત: નિશ્ચિત હોય છે.’’–આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે યોગનું સ્વરૂપ વર્ણવતાં મુનિઓમાં શ્રેષ્ઠ એવા મહર્ષિઓએ જણાવ્યું છે કે મોક્ષની સાથે આત્માને જે જોડી આપે છે તે સમ્યજ્ઞાનાદિને યોગ કહેવાય છે. અપુનર્બન્ધક આત્માઓને પ્રાપ્ત થયેલ ઊહ (વિચારણા) મોક્ષની સાથે કાલાન્તરે આત્માને જોડી આપે છે તે કારણથી તેને પણ મહર્ષિઓએ યોગ કહ્યો છે. એ યોગની પ્રાપ્તિ માટે પ્રકૃતિનો પુરુષ ઉપરનો અધિકાર નિવૃત્ત થવો જોઈએ. આશય એ છે કે અનાદિકાળથી પુરુષઆત્માનો પ્રકૃતિ-કર્મના કારણે અભિભવ થતો જ આવ્યો છે. અનંતગુણોનો સ્વામી હોવા છતાં આપણો આત્મા આજ સુધી કર્મનાં આવરણોથી અભિભૂત(દબાયેલો) છે. અજ્ઞાનાદિને પરવશ બની નિત્ય કર્મથી અભિભવ પામવાનો જાણે આત્માનો સ્વભાવ જ ન હોય એવી પરવશ સ્થિતિનો આપણે અનુભવ કરતા આવ્યા છીએ. અજ્ઞાનતિમિરને હરનારા ભવનિસ્તારક પૂ. ગુરુદેવના પરિચયાદિથી આત્મસ્વરૂપનો વાસ્તવિક પરિચય થવાથી કર્મની આધીનતાને દૂર કરી આત્મા કર્મથી અભિભૂત ન થાય ત્યારે પ્રકૃતિ(કર્મ)નો પુરુષ(આત્મા) ઉપરનો એ અધિકાર વ્યાવૃત્ત થાય છે. આવી સ્થિતિમાં પ્રકૃતિને વ્યાવૃત્ત-નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ કહેવાય છે. તેવા પ્રકારની નિવૃત્તાધિકાર પ્રકૃતિ હોતે છતે આત્માને મોક્ષપ્રાપક E DEEEEEE ૨૫ 677 Page #29 -------------------------------------------------------------------------- ________________ યોગની અંશતઃ પ્રાપ્તિ ચોક્કસ થતી હોય છે. અશાતાવેદનીયાદિ કર્મનો આત્મા જે રીતે પ્રતીકાર કરે છે; એ રીતે મોહનીયાદિ કર્મનો પ્રતીકાર કરવામાં આવે તો પ્રકૃતિ નિવૃત્તાધિકાર બન્યા વિના નહિ રહે. પરંતુ એ રીતે મોહનીયાદિકર્મનો પ્રતીકાર કરવાનું ધારીએ છીએ એટલું સહેલું નથી. વાતવાતમાં કર્મપરવશ બનનારા માટે એ શક્ય નથી. શાંત અને ઉદાત્ત પ્રકૃતિ(સ્વભાવ)વાળા આત્માઓનો, પ્રકૃતિનો અધિકાર અંશતઃ નિવૃત્ત થતો હોવાથી અંશત: યોગની પ્રાપ્તિ તેમને થાય છે. નિષ્કર્મસ્વભાવવાળા આત્માને કર્મપરવશતા કોઈ પણ રીતે દૂર કર્યા વિના ચાલે એવું નથી. પ્રકૃતિની નિવૃત્તાધિકારિતા માટે એ અનિવાર્ય છે. પ્રકૃતિ(કર્મ)નો આત્મા(પુરુષ) ઉપરનો અધિકાર દૂર થયા વિના આત્માને અંશતઃ પણ યોગની પ્રાપ્તિ થતી નથી. કર્મ(પ્રકૃતિ)નો અધિકાર દૂર કરવા માટે આત્માનું બળ વધારવું પડશે. અશાતાના પ્રતીકાર વખતે આત્માના બળને આપણે સૌ વધારતા જ હોઈએ છીએ. એવો જ પુરુષાર્થ મોહનીયાદિકર્મના પ્રતીકાર માટે કરવામાં આવે તો કર્મનો પુરુષ ઉપરનો અધિકાર ચોક્કસ જ દૂર થશે. ૧૪-૧૪ **** અન્યદર્શનકારો અપુનર્બન્ધકદશામાં જે કારણે યોગને ઈચ્છે છે તે જણાવાય છે. गोपेन्द्रवचनादस्मादेवंलक्षणशालिनः । परैरस्येष्यते योगः प्रतिश्रोतोऽनुगत्वतः ॥१४- १५।। “આ ગોપેન્દ્રવચનથી આવાં(પૂર્વોક્ત) લક્ષણ(ગુણ)વાળા આત્માને પ્રતિશ્રોતાનુગામિતાને લઈને બીજા દર્શનકારો યોગ માને છે.’’-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે @p DO PED ૨૬ 可可 D DO DO DO DO DO DDDDD//// CCC Page #30 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રકારે જણાવેલા-‘મોક્ષની સાથે જોડી આપે તેને યોગ કહેવાય છે.’-આ વચનથી પૂર્વે જણાવેલા શાંતોદાત્તત્વગુણવાળા અપુનર્બન્ધક આત્માને બીજા દાર્શનિકો યોગ માને છે, તેનું કારણ એ છે કે તેઓ પ્રતિશ્રોતગામી હોય છે. ઈન્દ્રિય અને કષાયને અનુકૂળ એવી વૃત્તિ(વર્તન)ને અનુશ્રોત કહેવાય છે તેમ જ ઈન્દ્રિય અને કષાયને પ્રતિકૂળ એવી વૃત્તિને પ્રતિશ્રોત કહેવાય છે. પાંચ ઈન્દ્રિયોના શબ્દાદિ અનુકૂળ વિષયોની ઈચ્છા, તેનો પરિભોગ અને તેમાં રતિ વગેરે અનુશ્રોત છે તેમ જ શબ્દાદિ પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ, તેનો પરિહાર અને તેમાં અતિ વગેરે પણ અનુશ્રોતગામિતા છે. આવી જ રીતે ક્રોધાદિ કષાયોને આધીન બનીને કરાતી પ્રવૃત્તિ કે નિવૃત્તિ પણ અનુશ્રોત છે. તેનાથી તદ્દન વિપરીત વૃત્તિને પ્રતિશ્રોત કહેવાય છે. એ પ્રતિશ્રોતવૃત્તિને લઈને શાંત અને ઉદાત્ત આત્માઓને અન્ય દર્શનકારો યોગ માને છે. અનાદિકાળથી કર્મપરવશ આત્માને અનુશ્રોતને અનુસરવાની વૃત્તિ હોવાથી યોગની પ્રાપ્તિ થતી ન હતી. અનુશ્રોતગામિતાનો ત્યાગ કરી આત્મા જ્યારે પ્રતિશ્રોતગામી બને છે ત્યારે તેને યોગની પ્રાપ્તિ થાય છે. યોગની પ્રાપ્તિમાં અનુશ્રોતગામિતા પ્રતિબન્ધક છે. પરંતુ વિચિત્રતા એ છે કે અનુશ્રોતગામીને એનો ખ્યાલ પણ આવતો નથી. કોઈ એ વિષયમાં ધ્યાન દોરે તો પ્રાય: ગમે જ નહિ. આવા સંયોગોમાં એવા આત્માઓને પ્રતિશ્રોતગામી બનાવવાનું કાર્ય કઠિન બને છે. ભવનિસ્તારક પૂ. ગુરુદેવશ્રીના પાવનપરિચયે અનુશ્રોતગામિતાની ભયંકરતાનો જ્યારે મુમુક્ષુને ખ્યાલ આવે છે ત્યારે આ શાંત અને ઉદાત્ત આત્માને પ્રતિશ્રોતગામિતાની પ્રાપ્તિ થાય છે અને ત્યાર પછી દરરોજ એ શુભપરિણામની વૃદ્ધિ થાય છે, જે યોગનું UDD DDCCC/ [763 ૨૭ 667 nnnnnn DDDDDD Page #31 -------------------------------------------------------------------------- ________________ ફળ છે. તેથી આ શાંત અને ઉદાત્ત પ્રકૃતિવાળા અપુનર્બન્ધક આત્માઓ જ યોગને ઉચિત છે. યોગબિન્દુ ગ્રંથમાં આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે-મહાસમુદ્રના ક્ષોભથી નદીના(પાણીના) આપૂરણ(આગમન)નો ઉપસંહાર થવાના કારણે વેલાવલન(જલની વૃદ્ધિનું વ્યાવર્તન)ની જેમ; જેની પ્રકૃતિનો અધિકાર (પુરુષનો અભિભવ કરવાનો અધિકાર) નિવૃત્ત થયો છે એવા પુરુષ(આત્મા)ને; તે પ્રતિશ્રોતગામી હોવાથી દરરોજ વધતો યોગ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નદીના પૂરનો ઉપસંહાર થવાથી જેમ ભરતીની વ્યાવૃત્તિ(ઓટ) દરરોજ પ્રવર્તે છે તેમ પ્રતિશ્રોતગામી હોવાથી નિવૃત્તપ્રકૃત્યધિકાર (પ્રકૃતિના અધિકારની નિવૃત્તિવાળા) પુરુષને વધતો યોગ પ્રવર્તે છે. ૧૪-૧પ * અપુનર્બન્ધક આત્માને જે યોગ માન્યો છે તે દ્રવ્યયોગ છેએ જણાવાય છે. સમ્યગ્દર્શનાદિને પામેલા આત્માઓને જે યોગ પ્રાપ્ત થાય છે તે ભાવયોગસ્વરૂપ એ યોગ નથી તે જણાવાય છે तत् क्रियायोगहेतुत्वाद् योग इत्युचितं वचः । मोक्षेऽतिदृढचित्तस्य भिन्नग्रन्थेस्तु भावत: ॥१४-१६।। “યિાસ્વરૂપ યોગનું કારણ હોવાથી તે યોગ છે તેથી તે વચન ઉચિત છે. મોક્ષમાં અત્યંત દૃઢચિત્તવાળા એવા ગ્રંથિભેદ કરનારા આત્માઓને તો ભાવયોગ હોય છે.'- આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે, અપુનર્બન્ધદશાને પામેલા શાંત અને ઉદાત્ત આત્માઓનું દેવપૂજારિરૂપ અનુષ્ઠાન, સદાચારસ્વરૂપ ક્રિયાયોગનું કારણ હોવાથી યોગ છે. આ વચન ઉચિત છે. કારણ કે અપુનર્બન્ધક આત્માઓને દ્રવ્યયોગ હોય છે. ભવિષ્યમાં ભાવનું DF\DS|DF\S|D]D] | D A,DEESE|D]B5|DF\SqDF\E Page #32 -------------------------------------------------------------------------- ________________ કારણ બનવાના કારણે એ દ્રવ્યયોગ છે. આથી સમજી શકાશે કે અપુનર્બન્ધક આત્માઓને તેમનાં ઉચિત અનુષ્ઠાનો યોગનાં કારણ હોવાથી યોગરૂપ મનાય છે. પરંતુ મોક્ષના વિષયમાં જેમનું ચિત્ત અત્યંત દૃઢ છે અર્થા જેમને હૃદયમાં એક મોક્ષની જ ધારા(રઢ) લાગી છે; એવા ભિન્નગ્રંથિવાળા આત્માને ભાવથી યોગ મનાય છે. રાગદ્વેષની અતિતીવ્ર પરિણતિને ગ્રંથિ કહેવાય છે. એને ભેદી નાખનારા સમ્યગ્દષ્ટિ આત્માઓને ભાવથી યોગ હોય છે. કારણ કે નિરંતર મોક્ષની આકાંક્ષાથી પૂર્ણ ચિત્તવાળા આત્માઓની (સમ્યગ્દષ્ટિઓની) જે જે ચેષ્ટા છે તે તે બધી જ ચેષ્ટાઓ અંતે મોક્ષપ્રાપ્તિના ફળવાળી છે. તેથી સમ્યગ્દષ્ટિ આત્માઓને જ ભાવથી યોગ હોય છે. અપુનર્બન્ધક આત્માઓને મોક્ષની ઈચ્છા સ્વરૂપ પરિણામ સર્વદા હોતો નથી તેથી તેમને દ્રવ્યથી જ યોગ હોય છે. આ વાતને જણાવતાં યોગબિન્દુમાં જણાવ્યું છે કે જે કારણથી અત્યંત તીવ્ર એવા રાગદ્વેષના પરિણામ સ્વરૂપ ગ્રંથિનું જેમણે વિદારણ કર્યું છે એવા સમ્યગ્દષ્ટિ આત્માનું ચિત્ત ઘણી વાર મોક્ષમાં હોય છે અને શરીર સંસારમાં હોય છે. તેથી તેમનો એ બધો જ (ધર્મ, અર્થ વગેરે સંબંધી) યોગ (વ્યાપાર) અહીં યોગની વિચારણામાં ભાવથી જ યોગ મનાય છે. આથી સમજી શકાશે કે સમ્યગ્દષ્ટિ આત્માઓનાં તેમને ઉચિત એવાં અનુષ્ઠાનો મોક્ષની સાથે આત્માને જોડી આપતાં હોવાથી (મોક્ષે યોગની) યોગસ્વરૂપ(ભાવયોગ) છે અને અપુનર્બન્ધક અવસ્થાને પામેલા આત્માઓને તેમને ઉચિત અનુષ્ઠાનો સદાચારસ્વરૂપ યોગનું કારણ બનતા હોવાથી (શિયાતુત્વ૬) યોગ તરીકે (દ્રવ્યયોગ) મનાય છે. ૧૪-૧૬ * * * GિDGDDDDDDED SC/TET/ COCONGS Page #33 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિ આત્માને ધર્મ અને અર્થાદિ વ્યાપાર યોગસ્વરૂપે પરિણમે છે : આ વાત દૃષ્ટાંતથી ભાવિત કરાય છે अन्यसक्तस्त्रियो भर्तृयोगोऽप्यश्रेयसे यथा। तथाऽमुष्य कुटुम्बादिव्यापारोऽपि न बन्धकृत्॥१४-१७॥ “પરપુરુષમાં આસકત સ્ત્રીનો પતિની સેવાદિ સ્વરૂપ યોગ પણ જેમ કલ્યાણ માટે થતો નથી, તેમ જેઓએ ગ્રંથિનો ભેદ ર્યો છે એવા આ ભિન્નગ્રંથિક આત્માઓને કુટુંબપરિપાલનાદિ વ્યાપાર પણ કર્મના બંધને કરનારો બનતો નથી.'- આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે, પોતાના પતિને છોડીને બીજા પુરુષમાં આસક્ત એવી અવિરત મૈથુનની ઈચ્છાવાળી સ્ત્રી, પોતાના પતિની શુશ્રુષા-સેવા ભક્તિ વગેરે સ્વરૂપ વ્યાપાર(કાર્ય કરે તો પણ તે જેમ પાપકર્મના બંધ માટે થાય છે તેમ ગ્રંથિભેદ કરનારા આત્માને કુટુંબનો વ્યાપાર પણ કર્મના બંધ માટે થતો નથી. પુણ્યકર્મનો યોગ હોવા છતાં પાપના પરિણામથી જેમ પાપનો જ બંધ થાય છે તેમ અશુભ કુટુંબાદિના પરિપાલનનો યોગ હોવા છતાં શુદ્ધ પરિણામથી સદનુબંધ જ થાય છે, પરંતુ અશુભયોગથી અશુભ અનુબંધ થતો નથી. સ્ત્રી પોતાના પતિની જે કાંઈ શુશ્રુષાદિ કરે છે તે તેના માટે ઉચિત હોવાથી પુણ્યયોગ(શુભયોગ) છે, પરંતુ પરપુરુષમાં તે આસકત હોવાથી તેના પરિણામ અશુભ છે. એ પરિણામના યોગે તે સ્ત્રીને પુણ્યયોગમાં પણ અશુભબંધ થાય છે. આ વિષયમાં યોગબિન્દુ માં જણાવ્યું છે કે અન્ય પુરુષમાં આસફત એવી સ્ત્રીને મૈથુનની પ્રબળ ઈચ્છાના કારણે તે પરપુરુષમાં જ તેનું ચિત્ત સદા રમતું હોવાથી, સ્વપતિના (ભાવથી પરપુરુષના) GENEFITS|DF\ Page #34 -------------------------------------------------------------------------- ________________ વિષયમાં શુશ્રુષાદિ સ્વરૂપ યોગ અને પાપનો બંધ થાય છે તેમ ગ્રંથિભેદ કરનાર આત્માને કુટુંબપરિપાલનાદિ વ્યાપાર પણ મોક્ષના વિષયમાં નિર્જરાસ્વરૂપ ફળને આપનારો સમજવો. ગ્રંથિ(રાગદ્વેષની તીવ્ર પરિણતિ)નો ભેદ થવાથી ઉત્તમ એવા મોક્ષ સ્વરૂપ ભાવને સારી રીતે જોનાર આત્માને કર્મની વિચિત્ર પરિણતિને લઈને કુટુંબાદિના પ્રતિબંધથી આકુળ(વ્યગ્ર) હોવા છતાં મોક્ષમાં ચિત્ત ઉત્પન્ન થતું નથી-એવું બનતું નથી અર્ધા બને જ છે. અન્યથા જો એવું ન બને તો પરમાર્થથી એ આત્માએ ઉત્તમભાવ-મોક્ષનું નિરીક્ષણ જ ક્યું નથી-એમ માનવું પડે. કર્મયોગે આવી પડેલા તે તે ભાવો; ઉત્તમ ભાવોનું નિરીક્ષણ કરનારાઓને મોક્ષના ચિત્તનો બાધ કરનારા બનતા નથી. II૧૪-૧ળા * * * ઉપર જણાવ્યા મુજબ ભિન્નગ્રંથિક આત્માઓને કુટુંબપરિપાલનાદિનો વ્યાપાર નિર્જરારૂપ ફળનું કારણ કેમ બને છે તે જણાવાય છે निजाशयविशुद्धौ हि बाह्यो हेतुरकारणम्। शुश्रूषादिक्रियाऽप्यस्य शुद्धा श्रद्धानुसारिणी॥१४ -१८॥ “પોતાના આશયની વિશુદ્ધિ હોતે છતે કર્મબંધની પ્રત્યે બાહ્ય હેતુ; કારણ બનતા નથી. આ ભિન્નગ્રંભિક સમકિતદૃષ્ટિ આત્માની શુશ્રુષાદિ ક્રિયા પણ શુદ્ધ શ્રદ્ધાને અનુસરનારી છે.” આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે રાગદ્વેષની તીવ્રપરિણતિનો ભેદ થવાથી તે આત્માનો પોતાનો આશય (પરિણામ) શુદ્ધ બને છે. એ આશયની શુદ્ધિને લઈને કુટુંબચિંતાદિ સ્વરૂપ વ્યાપાર અશુભ કર્મબંધનું કારણ બનતો નથી. કારણ કે આ પૂર્વે GES EF\ EIF EEEEEEEEE E EEEEEEEEEEEEE Page #35 -------------------------------------------------------------------------- ________________ (ગ્રંથિભેદ પૂર્વે) એ વ્યાપાર ભવનું કારણ બનતો હોવા છતાં ગ્રંથિભેદ થવાના કારણે હવે તે મોક્ષના કારણ સ્વરૂપે પરિણમે છે. “જે જેટલા પ્રમાણમાં ભવના હેતુ છે તે તેટલા પ્રમાણમાં મોક્ષનાં કારણ છે.”આ વચન પ્રમાણ હોવાથી જીવવિશેષને સંસારનાં કારણ પણ મોક્ષનાં કારણ સ્વરૂપે પરિણમે છે. અહીં આવી શંકા નહિ કરવી જોઈએ કે-એકલા શુભ પરિણામથી શું? કારણ કે મોક્ષની પ્રત્યે ક્રિયા પણ કારણ છે. તેથી ભિન્નગ્રંથિવાળા આત્માને શુભ પરિણામ હોવા છતાં શુભકિયાનો અભાવ હોવાથી તે પરિણામ અકિંચિત્કર છે.'-આ શંકાનું સમાધાન કરતાં શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે-આ સમ્યગૃષ્ટિ આત્માઓની શુશ્રુષાદિ ક્રિયા પણ શ્રી જિનવચનના પ્રામાણ્યનો સ્વીકાર કરાવનારી શુદ્ધ કોટિની હોય છે. કારણ કે પૂર્વે જણાવ્યા મુજબ પ્રકૃતિ-કર્મ ઉપર આત્મા-પુરુષનો અધિકાર હોવાથી અર્થ આત્મા-પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ પ્રકૃતિનો અધિકાર નિવૃત્ત થવાથી અને પ્રકૃતિવિરોધી યોગ પ્રાપ્ત થવાથી સમ્યગ્દષ્ટિ આત્માને પરિશુદ્ધોહાપોહયોગની પ્રાપ્તિ થતી હોય છે. એ યોગથી જ શુશ્રુષાદિ ક્રિયાયોગનો આક્ષેપ થાય છે. એ યોગ(કદાપોદ) જ ક્રિયાને ખેંચી લાવે છે. કારણ કે પરિશુદ્ધ ઊહાપોહ સમ્યગનુષ્ઠાનનું અવધ્ય (ચોક્કસ ફલપ્રદ) કારણ છે. સમગનુષ્ઠાનના અભાવમાં પરિશુદ્ધ ઊહાપોહનો પણ અભાવ હશે. કાર્યનો અભાવ કારણના અભાવને જણાવનારો હોય છે. આ વિષયના નિરૂપણ વખતે યોગબિંદુ ગ્રંથમાં જણાવ્યું છે કે-ભિન્નગ્રંથિવાળાને આ મોક્ષની અભિલાષાવાળું ચિત્ત સુંદર જ છે. કારણ કે ભવના વિયોગના વિષયવાળી વિચારણા તે આત્માને સ્વભાવથી જ પ્રવર્તે છે. તેના યોગે તે શુદ્ધાનુષ્ઠાન(શુક્રૂષા Page #36 -------------------------------------------------------------------------- ________________ ધર્મરાગાદિના કારણે શ્રવણ-ધર્મક્રિયાદિ)નું પાત્ર હોય છે. /ર૦૬ કારણ કે પ્રકૃતિ-કર્મની નિવૃત્તાધિકારિતાદિ ધર્મતાને છોડીને પૂર્વમાં ભિન્નગ્રંથિવાળા આત્માને નિર્મળ મનસ્વરૂપ ઊહ સંગત નથી. પરંતુ પ્રકૃતિની અપ્રવૃજ્યાદિ ધર્મવાળી અવસ્થામાં જ એ નિર્મળ મન સ્વરૂપ ઊહ (વિચારણા) ઘટે છે. ર૦ળા સ્કુરાયમાન રત્નજેવા નિર્મળ મન સ્વરૂપ ઊહની વિદ્યમાનતામાં આત્માનું વીર્ય(ઉત્સાહ) ઉક્ટ હોવાથી; ભવાભિનંદીપણાના ક્ષુદ્રતા, લાભરતિ, દીનતાદિ સ્વરૂપ ચિત્તદોષોથી મન ક્ષોભ પામતું નથી. તેથી ધર્મશાસ્ત્રશુશ્રષાદિસ્વરૂપ અનુષ્ઠાન, એ આત્માને(ભિન્નગ્રંથિવાળાને) સદાને માટે હોય છે. કારણ કે પરિશુદ્ધોહાપોદ્યોગ શુદ્ધાનુષ્ઠાનનું અવધ્ય કારણ છે. ૨૦૦ાા આ શુદ્ધ અનુષ્ઠાન (ભિન્નગ્રંથિવાળા આત્માને) મોક્ષનું કારણ બનતું હોવાથી તે યોગ છે-આ વચન ઉચિત છે. અપુનર્બન્ધકાદિ આત્માઓનું ભિન્નગ્રંથિવાળા ન હોવાથી) એ અનુષ્ઠાન યોગ નથી. માત્ર મુખ્ય યોગપૂર્વસેવા હોતે છતે તેમને શુદ્ધાનુષ્ઠાનનો અવકાશ છે. મુખ્યયોગ-પૂર્વસેવા ન હોય ત્યારે થનારું શુદ્ધાનુષ્ઠાન આભાસરૂપ હોય છે એ યાદ રાખવું. ૨૦૯ ઉપર જણાવ્યા મુજબ યોગબિન્દુના શ્લોક નંબર ૨૦૮માં પ્રવૃત્તેિરા યતવ નાપ્રવૃજ્યાદ્વિધર્મતા” આવો પાઠ છે. તેનો અક્ષરશ: અર્થ ઉપર જણાવ્યો છે. કહેવાનો આશય એ છે કે અનાદિકાળથી પુરુષ-આત્માના શુદ્ધસ્વરૂપને આચ્છાદિત કરવા સ્વરૂપ અભિભવને કરવાની જ પ્રવૃત્તિ પ્રકૃતિ-કર્મની છે. અંશત: પણ એ પ્રવૃત્તિ દૂર થાય ત્યારે પ્રકૃતિને અપ્રવૃત્તિધર્મા (નિવૃજ્યધિકારવાળી) કહેવાય છે. અપ્રવૃત્તિધર્મતા(અપ્રવૃત્તિ અધિકારનિવૃત્તિ)ના કારણે એવી પ્રકૃતિવાળા આત્માને પૂર્વે જણાવ્યા મુજબ વિમલમનસ્વરૂપ ઊહ GS/ST/S/GU/BOOK૩ ૩SINGS] NOSOB/SMS Page #37 -------------------------------------------------------------------------- ________________ સંગત થાય છે. આ વાતને અનુલક્ષી આ બત્રીશીની ટીકામાં ગ્રંથકાર પરમર્ષિએ 'પ્રવૃત્તરપ્રવૃત્તિ વિરોધપ્રવૃતિયાખ્યાનું આ પ્રમાણે જણાવ્યું છે. અર્થા નાપ્રવૃજ્યાર્ષિતામ્ અહીં ‘રિ પદથી પ્રકૃતિની વિરોધી પ્રકૃતિનો સંગ્રહ કર્યો છે. એનો આશય એ છે કે પ્રકૃતિનો આત્માભિભવ કરવાનો અધિકાર નિવૃત્ત થયે છતે પૂર્વે જેમ આત્માના ગુણો(શુદ્ધસ્વરૂપ)નું આચ્છાદન પ્રકૃતિ કરતી હતી, તેમ તે કરતી નથી. પરન્તુ ઉપરથી એ અધિકારીની નિવૃત્તિના કારણે આત્માના ગુણોના અંશત: આવિર્ભાવમાં તે સહાય કરે છે, જે પ્રકૃતિના મૂળભૂત સ્વભાવની વિરોધિપ્રકૃતિ છે. આ રીતે પ્રકૃતિ(કર્મ)ની અપ્રવૃત્તિ અને વિરોધી પ્રકૃતિ(સ્વભાવ) : એ બંનેના યોગે પરિશુદ્ધ ઊહાપોહ સમ્યગનુષ્ઠાનનું અવધ્યકારણ બને છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું. અહીં એવી શંકા નહિ કરવી જોઈએ કે “યોગબિન્દુ વગેરે ગ્રન્થમાં દેશવિરતિગુણસ્થાનકથી જ યોગની પ્રાપ્તિ વર્ણવી છે. ચોથા ગુણસ્થાનક સુધી તો એ યોગના કારણભૂત દ્રવ્યયોગની જ પ્રાપ્તિ વર્ણવી છે. તો પછી અહીં ચોથા ગુણસ્થાનકે સમ્યગ્દષ્ટિ આત્માને ભાવથી યોગની પ્રાપ્તિ કઈ રીતે વર્ણવી છે. કારણ કે ચારિત્રના વિરોધી એવા અનન્તાનુબધી ક્યાયોનો અપગમ(અનુય) હોતે છતે એટલા પ્રમાણમાં ચારિત્રનો આવિર્ભાવ થાય છે. આ પ્રમાણે નિશ્ચયનયના અભિપ્રાયથી ચોથા ગુણસ્થાનકે સમ્યગ્દષ્ટિ આત્માને વેગની પ્રાપ્તિ ભાવથી થાય છે એમ જણાવ્યું છે. ચોથા ગુણસ્થાનકે માત્ર અનન્તાનુબીના કષાય સ્વરૂપ ચારિત્રમોહનીયકર્મનો જ અપગમ થવાથી ખૂબ જ અલ્પપ્રમાણમાં ચારિત્રગુણનો આવિર્ભાવ હોવાથી તેની વિવલા નહિ કરનારા એવા વ્યવહારનયની અપેક્ષાએ તો ચોથા ટિDિespie DF\E/ Guccc vidDAL DDDDDDDDDED boiled glog/C/UCDC Page #38 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકે યોગપ્રાપ્તિની વિવક્ષા કરાતી જ નથી. જ યોગબિન્દુના શ્લોક નં. ૨૦૯ માં ઉપર જણાવ્યા મુજબ અપુનર્બન્ધક દશામાં મુખ્ય યોગપૂર્વસેવાને ઉદ્દેશીને જે યોગની વાત જણાવી છે; તે તો સમ્યદૃષ્ટિ આત્માઓને નૈગમનયની અપેક્ષાએ શુદ્ધિપ્રકર્ષ હોય છે એ જણાવવા માટે અપુનર્બન્ધકોની વિશેષતાને જણાવનારી છે. અન્યથા ચોથા ગુણસ્થાનકે પણ વ્યવહારનયની અપેક્ષાએ માત્ર દ્રવ્યથી જ યોગને વર્ણવવામાં આવે તો અપુનર્જન્ધક આત્મા અને સમ્યદૃષ્ટિ આત્મા : એ બેમાં યોગની વિશેષતા જણાશે નહિ. સંક્ષેપમાં સમજવું હોય તો એમ સમજવું કે અપુનર્બન્ધક આત્માઓની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ આત્માઓને યોગની પ્રાપ્તિ થાય છે અને અપુનર્બન્ધક આત્માઓને મુખ્ય યોગપૂર્વસેવા હોય ત્યારે યોગના કારણભૂત યોગની પ્રાપ્તિ થાય છે. નૈગમનય પરિસ્થર હોવાથી વક્તાની તે તે અપેક્ષાને ધ્યાનમાં રાખી સર્વ પદાર્થોનો અભ્યુપગમ કરાવે છે. તેથી બુદ્ધિમાનોએ ખૂબ જ ઉપયોગપૂર્વક અહીં જણાવેલી વાતનો વિચાર કરવો જોઈએ. અન્યથા ખૂબ જ સ્પષ્ટ રીતે પૂર્વાપરધનમાં વિરોધ જણાયા વિના નહીં રહે. પૂર્વાપરથનનો તે તે અપેક્ષાએ વિચાર કરવાથી ગ્રન્થકારશ્રીના આશયને સારી રીતે સમજી શકાશે. ॥ ૧૪-૧૮૫ આ પૂર્વે જણાવેલા યોગના વિષયમાં જ એની પારમાર્થિકતા જે રીતે સંગત થાય છે, તે જણાવાય છેएतन्निश्चयवृत्त्यैव यद्योगः शास्त्रसंज्ञिनः । त्रिधा शुद्धादनुष्ठानात् सम्यक्प्रत्ययवृत्तितः ॥१४- १९॥ ગ્રન્થિનો ભેદ જેણે કરી લીધો છે એવા આત્માને ભાવથી DECE CCEEDED ૩૫ 06797690 ] Page #39 -------------------------------------------------------------------------- ________________ યોગ હોય છે-“આ પ્રમાણે જે કહ્યું છે, તે પરમાર્થથી જ છે; કાલ્પનિક નથી. શાસ્ત્રના કારણે જ જે સંજ્ઞી છે તેવા આત્માને ત્રણ પ્રકારના શુદ્ધ અનુષ્ઠાનથી ત્રણ પ્રકારના સમ્યફપ્રત્યયને આશ્રયીને યોગની પ્રાપ્તિ થાય છે.” -આ શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય એ છે કે રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિ છે. તેનો જેઓએ ભેદ- નાશ કર્યો છે, એવા આત્માઓને જ યોગ હોય છેઆ વાત પૂર્વે જણાવી છે, તે પરમાર્થવૃત્તિએ છે. કલ્પનામાત્રથી એ વાત નથી, પરન્તુ વસ્તુસ્થિતિને અનુલક્ષીને છે. કારણ કે શાસ્ત્રના જ કારણે જેઓ સંજ્ઞી છે એવા આત્માઓને સમ્યક્ પ્રત્યયની વૃત્તિથી શુદ્ધાનુષ્ઠાન દ્વારા યોગની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રને આધીન થઈને જ જેઓ પ્રવર્તે છે તેમને શાસ્ત્રસંન્ની કહેવાય છે. શાસ્ત્રની આધીનતા વિના અસંજ્ઞીની જેમ કોઈ પણ વિષયમાં પ્રવર્ત્તતા હોય તેમને યોગની પ્રાપ્તિ થતી નથી. અસંજ્ઞી જીવોને તથાપ્રકારના જ્ઞાનના અભાવે જેમ યોગની પ્રાપ્તિ થતી નથી તેમ શાસ્ત્રની આધીનતા વિના જે આત્માઓ પોતાની ઈચ્છા મુજબ પ્રવૃત્તિ કરે છે તેમને પણ યોગની પ્રાપ્તિ થતી નથી. આ રીતે શાસ્ત્રને આધીન બની પ્રવૃત્તિને નહિ કરનારા અને અસંજ્ઞી : એ બેમાં કોઈ વિશેષ નથી. શાસ્ત્રને આધીન બની પ્રવૃત્તિને કરનારા શાસ્ત્રસંજ્ઞી આત્માઓ ત્રણ પ્રકારનાં શુદ્ધ અનુષ્ઠાનો દ્વારા યોગને પ્રાપ્ત કરતા હોય છે. હવે પછી વર્ણવાતાં એ અનુષ્ઠાનો પણ; એ આત્માઓ ત્રણ પ્રકારના પ્રત્યયપૂર્વક કરતા હોય છે. જેના વડે ભવિષ્યમાં થનાર અર્થનો નિર્ણય(નિશ્ચય) થાય છે, તેને પ્રત્યય કહેવાય છે. ત્રણ પ્રકારના પ્રત્યયનું વર્ણન પણ આગળ કરાશે. સામાન્ય રીતે જે અનુષ્ઠાન કરવાની ધારણા હોય તેના વિષયમાં આત્માનો વિશ્વાસ, પૂ. ગુરુભગવન્તનો ૩૬ DECE TET Page #40 -------------------------------------------------------------------------- ________________ સહજ રીતે પ્રામ થનારો ઉપદેશ અને શુભસૂચક લક્ષણો : આ ત્રણ પ્રકારના અનુક્રમે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિઙ્ગપ્રત્યય છે. આ ત્રણ રીતે, જે અનુષ્ઠાન કરવાનો નિર્ણય કર્યો છે-એ અનુષ્ઠાન પોતાથી બનશે કે નહિ, જે કરું છું તે ઈષ્ટસાધન છે કે નહિ અને ભવિષ્યમાં તે બલવાન એવા અનિષ્ટને તો નહિ આપે ને...ઈત્યાદિનો અભ્રાન્તપણે વિશ્વાસ પ્રાપ્ત થાય છે. એ વિશ્વાસથી કરાતા અનુષ્ઠાનને સમ્યક્પ્રત્યયવૃત્તિથી કરાતું અનુષ્ઠાન કહેવાય છે. આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિઙ્ગપ્રત્યયની વૃત્તિથી કરાતાં અનુષ્ઠાન, લોકોત્તર સિદ્ધિનાં કારણ બને છે. સંસારના અર્થ-કામાદિ પ્રસંગે જે રીતે આત્મવિશ્વાસાદિનો ખ્યાલ રખાય છે એવી જ રીતે લોકોત્તર માર્ગનાં અનુષ્ઠાનો કરતી વખતે આત્મપ્રત્યયાદિ દ્વારા વિશ્વસ્ત બની અનુષ્ઠાન કરાય તો પ્રવૃત્તિમાં ખૂબ જ દૃઢતા આવે છે, જે સિદ્ધિના દ્વારે પહોંચવા માટે ખૂબ જ અગત્યનું સાધન છે. આજે મોટા ભાગે એનું ધ્યાન રાખવાનું આવશ્યક લાગતું નથી. તેથી સાધના ખૂબ જ શિથિલ બને છે. ||૧૪-૧૯૫ છે *** યોગની પ્રાપ્તિ માટે શાસ્ત્રાધીનતાની અનિવાર્યતાને જણાવાય शास्त्रमासन्नभव्यस्य मानमामुष्मिके विधौ । મેન્દ્ર ત્રિવિત્સિાયા: સમાયે: પ્રતિતા II ?૪-૨૦મા ‘“પરલોકની સાધના કરવામાં આસન્નભવ્યને શાસ્ત્ર પ્રમાણ છે. તેથી સર્વત્ર મોક્ષની સાધનામાં શાસ્ત્રની જ સેવા કરવી જોઈએ. કારણ કે સમાધિમાં વિચિકિત્સાના કારણે પ્રતિકૂળતા થાય છે.’’ આ પ્રમાણે વીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે EZE67677900 - VCD VERVER CLL 可可 LA Page #41 -------------------------------------------------------------------------- ________________ કે મોક્ષની પ્રાપ્તિ જેને દૂર નથી એવા આસન્નભવ્ય આત્માને પરલોકસંબન્ધી પ્રવૃત્તિ-નિવૃત્તિસ્વરૂપ કાર્ય અંગે શાસ્ત્ર જ પ્રમાણ છે. આત્મપરિણતિસ્વરૂપ ધર્મ અને અધર્મ અતીન્દ્રિય હોવાથી તેના ઉપાયને જણાવવાનું સામર્થ્ય શાસ્ત્રને છોડીને બીજા કોઈ પ્રમાણમાં નથી. તેથી મોક્ષમાર્ગની સાધનામાં દરેક સ્થાને શાસ્ત્રને જ આગળ (પ્રધાન) કરવું જોઈએ. પરન્તુ કોઈ પણ અંશમાં તેનો(શાસ્ત્રનો) અનાદર કરવો ના જોઈએ. શાસ્ત્ર પ્રત્યે આમ તો અનાદર કરવાનું ખરી રીતે કોઈ કારણ નથી. પરન્તુ અજ્ઞાનાદિના કારણે અને ખાસ તો વિચિકિત્સાના કારણે શાસ્ત્ર પ્રત્યે અનાદર થાય છે. બુદ્ધિના વ્યામોહથી ચિત્ત વિદ્યુત બને છે. યુક્તિથી સંગત એવા પણ અર્થમાં બુદ્ધિના વ્યામોહ(એક જાતની મૂઢતા)ના કારણે થયેલી ચિત્તવિષ્ણુતિસ્વરૂપ અહીં વિચિકિત્સા છે. ચિત્તની નિર્ણાયક શક્તિના અભાવે ચિત્ત, એ વિષ્ણુતિના કારણે અત્યન્ત અસ્થિર બને છે. એને લઈને ચિત્તની સ્વસ્થતા સ્વરૂપ સમાધિ અથવા તો જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ સમાધિને ખૂબ જ હાનિ પહોંચે છે. તે કારણે વિચિકિત્સા અર્નો સમાધિ માટે પ્રતિકૂળ બને છે. અર્થાત્ વિચિકિત્સા અને સમાધિ : એ બેનો વિરોધ છે. વિચિકિત્સાની સાથે સમાધિનું અસ્તિત્વ શક્ય નથી. વિચિકિત્સાનો વિષય દર્શાવવા ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે અર્થ (પદાર્થ) ત્રણ પ્રકારના છે. સુખેથી(અનાયાસે) જેનું જ્ઞાન (અધિગમ) થાય છે- તે સુખાધિગમ અર્થ છે. દુ:ખેથી(અધિક પ્રયત્ને) જેનું જ્ઞાન થાય તે દુરધિગમ અર્થ છે. અને ત્રીજો અર્થ એ છે કે જેનું જ્ઞાન કરવાનું શક્ય નથી. શ્રોતાઓને આશ્રયીને એક જ અર્થ આ રીતે ત્રણ વિભાગમાં વિભક્ત બને છે. કોઈ એક અર્થ(પદાર્થ) કોઈના માટે En ૩૮ Du Page #42 -------------------------------------------------------------------------- ________________ સુખાધિગમ બને છે. એ જ અર્થ કોઈના માટે દુરધિગમ બને છે, તો એ જ અર્થ કોઈના માટે અનધિગમ બને છે. એક રૂપના વિષયમાં જ આ રીતે વિચારીએ તો સમજી શકાશે કે જેઓ આંખે દેખી શકે છે અને ચિત્રર્મમાં નિપુણ છે; તેમને રૂપની સિદ્ધિ સુખાધિગમ સ્વરૂપ છે. જેઓ અનિપુણ છે તેમને તે સિદ્ધિ દરધિગમ છે. અને જેઓ અબ્ધ છે તેમને તે સિદ્ધિ અનધિગમ સ્વરૂપ છે. આવી રીતે શ્રોતાઓની અપેક્ષાએ અર્થમાત્ર ત્રણ પ્રકારનો છે. આ ત્રણ પ્રકારના અર્થસ્થળે પ્રથમ પ્રકારના સુખાધિગમના વિષયમાં નિશ્ચય હોવાથી ‘વિચિકિત્સાનો સંભવ નથી. ત્રીજા પ્રકારના અનધિગમના વિષયમાં અર્થની સિદ્િધ જ ન હોવાથી વિચિકિત્સા નો સંભવ નથી. પરંતુ દેશ, કાળ અને સ્વભાવથી વિપ્રકૂટ એવા ધર્મ અને અધર્મના વિષયમાં અર્થની દુરધિગમતાના કારણે મહાનર્થને કરનારી વિચિકિત્સા થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દુરધિગમ અર્થના વિષયમાં વિચિકિત્સા થવાનો સંભવ છે. તે મહાન અનર્થને કરનારી છે. ધર્મ અને અધર્મનો નિર્ણય કરવામાં દેશ, કાળ અને સ્વભાવનો સનિષ્પ ઉપયોગી બને છે. સામાન્ય રીતે પદાર્થમાત્રના નિર્ણય માટે યોગ્યદેશ યોગ્યકાળ અને યોગ્યસ્વભાવ ઉપયોગી બને છે. ઉચિત દેશકાલાદિ ન હોય તો પદાર્થ દરધિગમ બને છે. ધર્મ અને અધર્મના નિર્ણય માટે પણ યોગ્યદેશાદિની અપેક્ષા છે. ભાવિતદેશ હોય, સુષમાદિકાળ હોય અને આજુ-પ્રાજ્ઞસ્વભાવ હોય તો ધર્માદિનો નિર્ણય કરવાનું સરળ બને છે. અન્યથા એવા દેશાદિથી દૂર હોઈએ તો તેવો નિર્ણય થઈ શક્તો નથી. આવા સંયોગોમાં ઉપર જણાવ્યા મુજબ વિચિકિત્સા થાય છે, જે મહાન અનર્થનું કારણ બને છે. આ પ્રમાણે આગમમાં BEEDED] B] DEOD E d/d/od/m/ed/EdSONGCS: DRES|D]D]\[D]||BJP //G]S]]lGS /SC/S Page #43 -------------------------------------------------------------------------- ________________ પણ જણાવ્યું છે કે વિચિકિત્સાને પ્રાપ્ત કરનાર આત્માને સમાધિ (ચિત્તની સ્વસ્થતાદ) પ્રાપ્ત થતી નથી. આથી સ્પષ્ટ છે કે ચિત્તની શુદ્ધિ માટે શાસ્ત્રનો જ આદર કરવો જોઈએ. આ વાતને જણાવતાં (યોગબિન્દુમાં) ફરમાવ્યું છે કે મલિન એવા વસ્ત્રને શુદ્ધ કરવા માટે જેમ જલ અત્યન્ત કારણ છે, તેમ ચિત્તસ્વરૂપ રત્નને શુદ્ધ બનાવવા માટે શાસ્ત્ર અત્યન્ત ઉપયોગી સાધન છે – એમ વિદ્વાનો જાણે છે. વસ્ત્રને શુદ્ધ બનાવવા માટે જલની કેટલી આવશ્યકતા છે – એને જેઓ સમજી શકે છે તેમને ચિત્તની શુદ્ધિ માટે શાસ્ત્રાધીનતાની પરમાવશ્યકતા સમજતાં વાર નહિ લાગે. પાણી વિના જેમ કપડાં ચોખ્ખાં નહીં થાય, તેમ શાસ્ત્રાધીનતા વિના ચિત્તરત્ન પણ શુદ્ધ નહીં થાય. I૧૪-૨વી અનુષ્ઠાનના ત્રણ પ્રકાર જણાવાય છેविषयात्मानुबन्धैस्तु विधा शुद्धं यथोत्तरम् । प्रधानं कर्म तत्राद्यं मुक्त्यर्थं पतनाद्यपि ॥ १४-२१॥ વિષય, આત્મા અને અનુબન્ધથી શુદ્ધ (અર્થા વિષયશુદ્ધ આત્મ(સ્વરૂપ) શુદ્ધ અને અનુબન્ધશુદ્ધ પ્રકારથી) અનુષ્ઠાન ત્રણ પ્રકારનાં છે. જેનાથી જે ઉત્તર(આગળ) છે તેની અપેક્ષાએ તે પ્રધાન છે. આ ત્રણમાં પ્રથમ વિષયશુદ્ધ જે અનુષ્ઠાન છે તે મોક્ષને પ્રામ કરવાના આશયથી પર્વત ઉપરથી પડવા વગેરે સ્વરૂપ પણ છે – આ પ્રમાણે એકવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અનુષ્ઠાનના ત્રણ પ્રકાર છે. વિષયશુદ્ધ અનુષ્ઠાન, સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન અને અનુબધશુદ્ધ અનુષ્ઠાન. જેનો વિષય-ઉદ્દેશ શુદ્ધ છે તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. જેનું સ્વરૂપ Page #44 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ છે તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે અને ઉત્તરત્ર અનુવર્તમાન (પરંપરા લગ્ન) હોવાથી જે અનુષ્ઠાન અનુબંધથી શુદ્ધ છે તે અનુબંધશુદ્ધ અનુષ્ઠાન છે. પૂર્વ પૂર્વ અનુષ્ઠાનની અપેક્ષાએ ઉત્તર ઉત્તર અનુષ્ઠાન પ્રધાન-મુખ્ય (શ્રેષ્ઠ) છે. આ ત્રણ અનુષ્ઠાનમાંના પ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ શ્લોકમાંના અંતિમ પાદથી કર્યું છે. “આ અનુષ્ઠાનથી મને મોક્ષ પ્રાપ્ત થાઓ !'' આવી ઈચ્છાથી ઉત્પન્ન થયેલું જે અનુષ્ઠાન છે-તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. મોક્ષની ઉત્કટ ઈચ્છાના કારણે કોઈ વાર અજ્ઞાનવશ પર્વત ઉપરથી ઝંપાપાત કરવો; કરવત વગેરે દ્વારા શરીરને કાપી નાંખવું અને ગીધ વગેરે પક્ષીઓને શરીર આપી દેવું...વગેરે સ્વઘાતના ઉપાય સ્વરૂપ તે તે અનુષ્ઠાનો થતાં હોય છે. તે પણ અનુષ્ઠાનો વિષયશુદ્ધ છે. તો પછી જે અનુષ્ઠાન મોક્ષની ઈચ્છાથી થયેલું હોય અને સ્વઘાતના ઉપાય સ્વરૂપ ન હોય તો તે અનુષ્ઠાનની વિષયશુદ્ધતા અંગે પૂછવાનું જ શું હોય ? અર્થાર્ મોક્ષની તેવા પ્રકારની ઈચ્છાથી ઉત્પન્ન થયેલ સ્વહિંસક અને સ્વાહિંસક બધાં જ અનુષ્ઠાન વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. ।।૧૪-૨૧ **** સ્વહિંસક એવું પણ અનુષ્ઠાન જે કારણથી ‘વિષયશુદ્ધ’ મનાય છે; તે જણાવવાપૂર્વક બીજા અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છેस्वरूपतोऽपि सावद्यमादेयाशयलेशतः । शुभमेतद्; द्वितीयं तु लोकदृष्ट्या यमादिकम् ।।१४-२२।। “પર્વત ઉપરથી ઝંપાપાતાદિ સ્વરૂપ અનુષ્ઠાન (વિષયશુદ્ધાનુષ્ઠાન) સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં મોક્ષના આશયલેશથી શુભ છે. બીજું સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાન તો લોકદૃષ્ટિએ EEEEE DIET C ૪૧ DOC CH םםםםם Page #45 -------------------------------------------------------------------------- ________________ યમ, નિયમ વગેરે સ્વરૂપ છે.’’-આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે પર્વત ઉપરથી ઝંપાપાતાદિ સ્વરૂપ જે આત્મઘાતક અનુષ્ઠાનો છે તે સાવદ્ય-પાપની બહુલતાવાળાં હોવા છતાં મોક્ષના આશયની સૂક્ષ્મ માત્રા(અંશ) હોવાથી તે અનુષ્ઠાન શુભ મનાય છે. આ વાત(યોગબિન્દુમાં શ્લોક નં. ૨૧૨ ના ઉત્તરાર્ધ્વથી પણ જણાવાઈ છે.)ને જણાવતાં કહેવાય છે કે સાવદ્ય એવું પણ આ અનુષ્ઠાન મુક્તિની ઉપાદેયતાના ભાવના લેશ(અંશથી) શુભ મનાય છે. આથી સમજી શકાશે કે અનુષ્ઠાનનું બાહ્ય સ્વરૂપ અશુદ્ધ હોવા છતાં મોક્ષના આશયલેશથી તેનું આત્યંતર સ્વરૂપ શુદ્ધ બને છે. બીજું જે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે તે સ્થૂલવ્યવહારને કરનારા એવા લોકોની દૃષ્ટિએ સિદ્ધ યમ-નિયમ વગેરે સ્વરૂપ છે. પ્રાણાતિપાત, અસત્ય, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહથી સર્વથા વિરામ પામવા સ્વરૂપ પાંચ યમ છે. શૌચ(બાહ્ય અને આત્યંતર પવિત્રતા), સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરનું ધ્યાન-આ પાંચ નિયમ છે. યમ અને નિયમ વગેરે સ્વરૂપ બીજું ‘સ્વરૂપશુદ્ધ' અનુષ્ઠાન છે. જીવાદિ તત્ત્વને નહિ જાણનારા એવા પૂરણાદિ તાપસોની જેમ પ્રથમ ગુણસ્થાનકે પણ લોદૃષ્ટિએ સિદ્ધ આ સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાન હોય છે. આશય એ છે કે જીવાદિ નવ તત્ત્વનું પારમાર્થિક જ્ઞાન હોય તો સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન હોય છે જ. પરંતુ તેવું જ્ઞાન નહિ હોવા છતાં લોકદૃષ્ટિએ પૂરણતાપસાદિ સંસારથી વિરક્ત બની યમ-નિયમાદિસ્વરૂપ સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાન પ્રથમ ગુણસ્થાનકે પણ કરતા હોય છે. ।।૧૪-૨૨ * * * તૃતીય અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે વ. ૪૨ વ વ ) DPEO @n GOOG Page #46 -------------------------------------------------------------------------- ________________ तृतीयं शान्तवृत्त्यादस्तत्त्वसंवेदनानुगम् । दोषहानिस्तमोभूम्ना नाद्याजन्मोचितं परे ॥१४- २३॥ શાંતવૃત્તિથી થનારું અને જીવાદિતત્ત્વના સંવેદનથી યુક્ત એવું યમ-નિયમાદિસ્વરૂપ અનુષ્ઠાન જ અનુબંધશુદ્ધ ત્રીજું અનુષ્ઠાન છે. વિષયશુદ્ધ પ્રથમ અનુષ્ઠાનથી તેની અજ્ઞાનબહુલતાથી દોષહાનિ થતી નથી. ‘વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી દોષહાનિ માટે અનુકૂળ એવો જન્મ મળે છે.' એમ કેટલાક આચાર્યભગવંતો માને છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે કષાય અને વિષયના વિકારના નિરોધ સ્વરૂપ શાંતવૃત્તિથી જે અનુષ્ઠાન થાય છે તે અનુષ્ઠાન; જો જીવ અને અજીવ વગેરેના તત્ત્વ(સ્વરૂપ)ના સમ્યગ્ રીતે પરિજ્ઞાનને અનુસરનારું હોય તો અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન બને છે. સામાન્ય રીતે સમજી શકાય છે કે પૂર્વનાં બંન્ને અનુષ્ઠાનો કરતા આ ત્રીજું અનુષ્ઠાન ઉત્કૃષ્ટ છે. કષાય અને વિષયના વિકારથી સહિત અનુષ્ઠાન મોક્ષનું કારણ નહીં જ બને. તેમ જ મોક્ષની પ્રાપ્તિ માટે જીવાદિ તત્ત્વોનું સમ્યક્ પરિજ્ઞાન પણ હોવું જોઈએ. જેને મોક્ષની પ્રાપ્તિ થવાની છે તે જીવનું જ તત્ત્વ આપણને પરિજ્ઞાત ન હોય અને તેનાથી વિરુદ્ધ અજીવાદિનું પણ તત્ત્વ આપણને પરિજ્ઞાત ન હોય તો એવા અજ્ઞાનના કારણે પણ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. તેથી મોક્ષસાધક અનુષ્ઠાન જીવાદિ તત્ત્વોના સમ્યપરિજ્ઞાનને અનુસરનારું હોવું જોઈએ. અજ્ઞાનપૂર્વકનાં અનુષ્ઠાનો મોક્ષસાધક નથી. તેમ જ વિષય-કષાયના વિકાર સહિત અનુષ્ઠાનો પણ મોક્ષસાધક નથી. ન ત્રણેય અનુષ્ઠાનનું ફળ વર્ણવવા માટે પ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાનનું ફળ આ શ્લોકના ઉત્તરાર્ધ્વ દ્વારા જણાવાય છે. પ્રથમ વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી મોક્ષની પ્રાપ્તિમાં બાધક એવા રાગાદિ દોષોની EEEEEEEE DO ૪૩ CO AN ADVAOVAL VAR £7 Page #47 -------------------------------------------------------------------------- ________________ હાનિ થતી નથી. કારણ કે વિષયશુદ્ધ-અનુષ્ઠાન વખતે આત્મહત્યાદિના કારણભૂત એવા અજ્ઞાનનું પ્રમાણ બહુ જ હોય છે. યોગબિન્દુમાં પણ એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે “આદ્ય એવા (વિષયશુદ્ધ) અનુષ્ઠાનથી દોષોનો વિગમ થતો નથી. કારણ કે એ વખતે અજ્ઞાનસ્વરૂપ અંધકારની બહુલતા હોય છે.” આ વિષયમાં બીજા આચાર્યભગવંતો કહે છે કે વિષયશુદ્ધ અનુષ્ઠાનથી મોક્ષને પ્રાપ્ત કરવામાં અવરોધક દોષોના વિગમ માટે અનુકૂળ એવા જાતિ-કુલાદિ ગુણોથી યુક્ત જન્મની પ્રાપ્તિ થાય છે. એમનો આશય એ છે કે, મોક્ષ એકાંતે નિરવદ્ય છે. સ્વરૂપને આશ્રયીને અત્યંત સાવધ એવું વિષયશુદ્ધ-અનુષ્ઠાન મોક્ષનું તે સ્વરૂપે કારણ નથી. પરંતુ મોક્ષસાધક અનુષ્ઠાન વખતે, જેમ મોક્ષની ઈચ્છા હોય છે તેમ આ વિષયશુદ્ધ-અનુષ્ઠાન વખતે પણ મોક્ષની ઈચ્છા હોવાથી મોક્ષ સાધક અનુષ્ઠાનનું કથંચિ (કંઈક અંશે) વિષયશુદ્ધ-અનુષ્ઠાનમાં સામ્ય હોવાથી તે મોક્ષની પ્રત્યે કારણ બને છે. જેથી ઉપર જણાવ્યા મુજબ મોક્ષબાધક દોષોના વિગમને અનુકૂળ એવા જન્મને પ્રાપ્ત કરાવવા દ્વારા વિષયશુદ્ધ અનુષ્ઠાન મોક્ષની પ્રાપ્તિમાં ઉપયોગી બને છે. આ વાતને જણાવતાં યોગબિન્દુમાં જણાવ્યું છે કે-આ વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી દોષના નિગમ માટે ઉચિત એવા જાતિ, કુળ અને સંસ્કારાદિ ગુણયુક્ત જન્મનું સંધાન(પ્રામિ) થાય છે-આ પ્રમાણે કેટલાક આચાર્યભગવંતો કહે છે. મુતિની ઈચ્છા પણ જે કારણથી અજ્ઞાનનો ક્ષય કરનારી મનાય છે, તેથી તે ગ્લાધ્ય છે. સર્વ રીતે મુક્તિ કલ્યાણરૂપ હોવાથી વિષયશુદ્ધ-અનુષ્ઠાન તેના માટે અત્યંત વિસદૃશ છે. આથી તે મુક્તિની પ્રત્યે કઈ રીતે કારણ બને ? સદૃશ(સમાન)ભાવ જ સદૃશનું કારણ બને છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું. ૧૪-૨૩ી DIETITUTENDED]D]D GEN DINEDED]D]DF GPSC/STSC// S C/SC/ Page #48 -------------------------------------------------------------------------- ________________ વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી મોક્ષની પ્રાપ્તિ જે કારણે થતી નથી તે શ્લોકમાં જ જણાવીને દ્વિતીય સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનનું ફળ જણાવાય છે मुक्तीच्छाऽपि सतां श्लाघ्या न मुक्तिसदृशं त्वदः । द्वितीयात् सानुवृत्तिश्च सा स्याद् दर्दुरचूर्णवद् ॥१४- २४।। ‘‘મુક્તિની ઈચ્છા પણ સજ્જનો માટે શ્લાઘ્ય કોટિની છે. આ વિષયશુદ્ધ-અનુષ્ઠાન મુક્તિસદૃશ (સર્વ રીતે કલ્યાણકારી) નથી. બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી દેડકાના ચૂર્ણની જેમ દોષની પરિહાનિ (દોષવિગમ) અનુવૃત્તિવાળી થાય છે.''- આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે. શ્લોકના પૂર્વાદ્ધનો આશય આ પૂર્વેના શ્લોકની ટીકામાં જણાવ્યો છે કે મુફિત માટે ક્રિયા-અનુષ્ઠાન જ નહિ પરંતુ તેની (મોક્ષની) ઈચ્છા પણ શ્લાઘ્ય કોટિની મનાય છે. તેથી સર્વધા કલ્યાણકારી જેનું સ્વરૂપ છે; એવા મોક્ષની અપેક્ષાએ વિષયશુદ્ધ અનુષ્ઠાન સમાન ન હોવાથી તેનાથી મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. આ શ્લોકના ઉત્તરાદ્ધમાં બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનનું ફળ વર્ણવતાં ફરમાવ્યું છે કે બીજા સ્વરૂપશુદ્ધ એ અનુષ્ઠાનથી મોક્ષબાધક એ દોષોની પરિહાણિ થાય છે. પરંતુ તે દોષહાનિ દેડકાના ચૂર્ણની જેમ ભવિષ્યમાં દોષની અનુવૃત્તિવાળી હોય છે. દેડકાના શરીરનું ચૂર્ણ થયા પછી પણ કાલાન્તરે વરસાદ વગેરેના સંયોગે એનાથી દેડકા ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી મોક્ષબાધક રાગાદિ દોષોની હાનિ થયા પછી પણ કાલા તરે વિષય-કષાયના સામાન્ય પણ નિમિત્તો મળતાં ફરી પાછા દોષો ઉત્પન્ન થતા હોય છે. તેથી બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી જે દોષહાનિ થાય છે તે અનુબંધશિક્તથી દોષની અનુવૃત્તિવાળી છે. DELED CD/DVD/CDUGG ૪૫ EEEEEEEE CD GOD DUE Page #49 -------------------------------------------------------------------------- ________________ દોષની અનુવૃત્તિથી રહિત એવા દોષવિગમની પ્રત્યે ગુરુલાઘવની ચિંતા-વિચારણા) અને દૃઢ પ્રવૃત્તિ વગેરે કારણ છે. અહીં સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન વખતે એ કારણનો અભાવ હોવાથી અનુવૃત્તિવાળો જ દોષનિગમ થાય છે. અનુષ્ઠાન કરતી વખતે એનાથી ક્યો મોટો અથવા નાનો ગુણ અને દોષ પ્રાપ્ત થશે એની વિચારણાને ગુલાઘવચિંતા કહેવાય છે. મનની સ્વસ્થતા પૂર્વકની ફળની પ્રાપ્તિ પર્યત અવિરતપણે કરાતી અખંડ પ્રવૃત્તિને દૃઢપ્રવૃત્તિ કહેવાય છે. આ પ્રમાણે યોગબિન્દુમાં પણ જણાવ્યું છે કે-“દ્વિતીય સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી દોષનિગમ થાય છે, પરંતુ તે ઉત્તરવ એકાંતે અનુબંધવાળો (ટકી રહેનારો-આત્યન્તિક-ભવિષ્યમાં દોષના ઉદ્દગમ વિનાનો) હોતો નથી. કારણ કે ત્યાં ચોક્કસપણે ગુરુ-લાઘવની ચિંતા વગેરે હોતા નથી.” સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનસ્થળે તેવા પ્રકારનો વિવેક હોતો નથી. માત્ર કાયાની પ્રધાનતાએ અનુષ્ઠાન થતું હોય છે. તેથી તેવા પ્રકારનો આત્યનિક દોષનો વિગમ થતો નથી. અન્યત્ર પણ આ વિષયમાં જણાવ્યું છે કે માત્ર કાયાની ક્રિયા વડે થનારો દોષનો નિગમ દેડકાના ચૂર્ણ જેવો થાય છે. જેમાંથી ભવિષ્યમાં નિમિત્ત મળતાં દેડકાની જેમ દોષોનો ઉદ્ભવ થાય છે... /૧૪-૨૪ સ સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી આત્યંતિક દોષનો વિગમ થતો નથી તેથી તે કેવું છે તે જણાવવાપૂર્વક તૃતીય અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનનું ફળ વર્ણવાય છે कुराजवप्रप्रायं तन्निर्विवेकमिदं स्मृतम् । तृतीयात् सानुबन्धा सा गुरुलाघवचिन्तया ॥१४-२५॥ “તેથી (સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી આત્યંતિક દોષનિગમ ન GDLTDI PETLODIDHy ઉd/b/BOEMS/EdSg/ ૪ D]D]D]D]D]D]D]DED GEC/ST/SCOUNTDOEds Page #50 -------------------------------------------------------------------------- ________________ થવાથી) આ બીજું સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાન વિવેકથી રહિત, ખરાબ રાજાના નગરના કિલ્લા જેવું છે. ગુરુલાઘવની ચિંતાના કારણે અનુબંધશુદ્ધાનુષ્ઠાનથી તે દોષની હાનિ અનુબંધવાળી બને છે.”-આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી દોષની અનુવૃત્તિવાળો દોષનો વિગમ થવાથી એ અનુષ્ઠાન વિવેકથી રહિત છે અને જેનો રાજા ખરાબ છે એવા નગરના કિલ્લા જેવું છે. કુત્સિત-નિંદનીય રાજાથી અધિતિ જે નગર છે તે બાહ્યદષ્ટિએ કિલ્લાથી ગમે તેટલું સુરક્ષિત જણાતું હોય તો પણ ત્યાનો રાજા જ ખરાબ હોવાથી લુટારા વગેરેનો ઉપદ્રવ સતત હોવાના કારણે કિલ્લાનો કોઈ અર્થ રહેતો નથી. આવી જ રીતે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન (યમાદિ સ્વરૂપ) બાહ્યદૃષ્ટિએ શુદ્ધ દેખાતું હોવા છતાં ત્યાં અજ્ઞાનસ્વરૂપ દોષના કારણે અનુષ્ઠાન વિવક્ષિત ફળને આપવા સમર્થ બનતું નથી. જેનું જે ફળ છે એ એને જ ન આપે તો એથી બીજી કઈ વિટંબના હોય ? તૃતીય અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનથી તે દોષની હાનિ અનુબંધવાળી થાય છે. ઉત્તરોત્તર દોષના અપગમને વહન કરનારી એ દોષહાનિ દોષની અનુવૃત્તિથી રહિત હોય છે. યોગબિન્દુમાં પણ તે પ્રમાણે જણાવ્યું છે કે ત્રીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી નિયમે કરી અનુબંધવાળો દોષનિગમ થાય છે. સાનુબંધ(ઉત્તરોત્તર અનુવૃત્તિવાળા) દોષનિગમના કારણ તરીકે આ શ્લોકના છેલ્લા પાદમાં ગુરુ-લાઘવની ચિતાને વર્ણવી છે. સામાન્ય રીતે ત્રીજા પ્રકારના અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનસ્થળે અનુષ્ઠાનકર્તા તે અનુષ્ઠાનથી કયા ગુણની પ્રાપ્તિ થશે અને ક્યા દોષનો સંભવ છે એની ચોક્કસ ચિંતા કરે છે. તેથી અધિક-ગુણવાળા અને અધિકદોષથી રહિત અનુષ્ઠાનના આચરણથી સાનુબંધ દોષની હાનિ SEEDEDDED]D]By GS/ST/SC/ST/SC/SC/SONG ૪ . Page #51 -------------------------------------------------------------------------- ________________ થાય છે. ગુરુલાઘવની ચિંતાથી અને દૃઢપ્રવૃત્તિ વગેરેથી દોષની હાનિ સાનુબંધ થતી હોવાથી અહીં “' આ પદથી દૃઢ પ્રવૃત્તિ વગેરેનું પણ ગ્રહણ કરવું જોઈએ. મનની દૃઢતાપૂર્વકની પ્રવૃત્તિમાં એક જાતનું સાતત્ય હોય છે, જે ઉત્તરોત્તર અનેકગુણા ફળનું (દોષવિગમાત્મક ફળનું) કારણ બને છે. ગુરુલાઘવચિતા, પ્રકૃe અભિલાષ, દૃઢ પ્રવૃત્તિ, સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ અને તિતિક્ષાદિ સાનુબંધ(ઉત્તરોત્તર પ્રવર્તનાર) દોષનિગમનાં કારણ છે. અનુબંધશુદ્ધઅનુષ્ઠાનથી જ એ શક્ય બને છે... I૧૪-૨પા ત્રીજા અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનનું મહત્વ દૃષ્ટાંતથી સમજાવીને એમાં સ્વસંમતિ જણાવાય છે गृहाद्यभूमिकाकल्पमतस्तत् कैश्चिदुच्यते । उदग्रफलदत्वेन मतमस्माकमप्यदः ॥१४-२६॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે-અનુબંધ શુદ્ધ-અનુષ્ઠાન સાનુબંધ એવી દોષની હાનિને કરનારું હોવાથી તેને ગૃહના પાયા જેવું કેટલાક અન્યદર્શનકારો વર્ણવે છે તે અમને પણ માન્ય છે. કારણ કે આ અનુષ્ઠાન શ્રેષ્ઠ ફળને આપનારું છે. કહેવાનો ભાવ એ છે કે કેટલાક દર્શનકારોએ આ ત્રીજું અનુષ્ઠાન ઘરના પાયા જેવું વર્ણવ્યું છે. ઘર બાંધતી વખતે ઘરનો પાયો મજબૂત હોય તો તેની ઉપર કરેલું ઘરનું બાંધકામ પડી જતું નથી. પરંતુ એક પછી એક માળ બાંધી શકાય છે. અન્યથા પાયો જ જો દ્રઢ ન હોય તો તેની ઉપર બાંધેલું ઘર પડી જવા સ્વરૂપ જ ફળને આપનારું બને છે. આવી જ રીતે ત્રીજો અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન ઉત્તરોત્તર દોષવિગમને ધારણ કરનારું જ બને છે, કારણ કે તત્ત્વસંવેદનથી તે અનુગત હોય છે. તત્ત્વસંવેદનસ્વરૂપ SUB] DF]DF)DિEESAIEEE EEEEEEEEEEEED Page #52 -------------------------------------------------------------------------- ________________ પાયો મજબૂત હોવાથી સર્વદા અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન દોષવિગમને વહન કરનારું જ હોય છે. ક્યારે પણ તે અનુષ્ઠાન દોષવિગમના અભાવવાળું હોતું નથી. ઘરના પાયાનું મહત્ત્વ જેમને સમજાય છે તેમને ત્રીજા અનુષ્ઠાનનું મહત્ત્વ સમજાવવાની જરૂર નથી. તેઓ જાતે તેને સમજી શકે છે. આથી સમજી શકાશે કે ગુરુલાઘવની ચિંતા વગેરે કારણે અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન શ્રેષ્ઠ ફળને આપનારું બને છે. સર્વથા દોષોનો ધ્વંસ થયા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અને સર્વથા દોષોનો ધ્વંસ એકમાત્ર અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનથી જ શક્ય છે-એ યાદ રાખ્યા વિના ચાલે એવું નથી. અહીં એ વિચારવું જોઈએ કે આ ત્રિવિધ અનુષ્ઠાનમાં આપણા આજે પ્રવર્તતાં અનુષ્ઠાનો ક્યાં સમાય છે. આ પૂર્વે ઉપર જણાવેલાં ત્રણેય અનુષ્ઠાનને અનુષ્ઠાનસ્વરૂપે વર્ણવવાનું એક મુખ્ય કારણ મોક્ષનો આશય છે. એ આશય ના હોય તો તે અનુષ્ઠાન; ત્રણેય અનુષ્ઠાનમાંથી કોઈ પણ અનુષ્ઠાનમાં સમાય એવું નથી. આજે આપણાં અનુષ્ઠાનોમાં મોક્ષનો આશય કેટલા પ્રમાણમાં છે-એ વિચારવાનું ખૂબ જ આવશ્યક છે. ।।૧૪-૨૬॥ **** આ રીતે તન્નિશ્ર્ચયવૃêવ..(??)-આ શ્લોકમાં જણાવેલાં ત્રણેય અનુષ્ઠાનનું વર્ણન કરીને હવે ત્રણ પ્રત્યયનું વર્ણન કરે છે – आत्मनेष्टं गुरुब्रूते लिङ्गान्यपि वदन्ति तत् । - त्रिधाऽयं प्रत्ययः प्रोक्तः संपूर्णं सिद्धिसाधनम् ॥१४- २७॥ “પોતાને સદનુષ્ઠાન ઈષ્ટ હોય, ગુરુ પણ તે કરવાનું કહેતા હોય અને સિદ્ધિસૂચક લિઙ્ગો પણ તે જ જણાવતા હોય : આ ત્રણ પ્રકારનો પ્રત્યય વર્ણવ્યો છે, જે સંપૂર્ણ સિદ્ધિ(ઈટ)નું કારણ છે.’’ CCC DULZLL/ ne ૪૯ LI Page #53 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ભવિષ્યમાં થનાર અર્થ જેનાથી પ્રતીત થાય છે તેને પ્રત્યય કહેવાય છે. તે એક જાતનો વિશ્વાસ છે. એનાથી અનુષ્ઠાન કરનારને ઈષ્ટસાધનતાની પોતાના અનુષ્ઠાનમાં ખાતરી થવાથી વિશ્વાસ બેસે છે. આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિગ્નપ્રત્યય-આ ત્રણ પ્રકારનો પ્રત્યય છે. જે સદનુષ્ઠાન છે તેને કરવાની પોતાને ઈચ્છા થાય અર્થ એ અનુષ્ઠાન પોતાને ઈષ્ટ લાગે ત્યારે ત્યાં આત્મપ્રત્યય મનાય છે. આપણે પોતે જે અનુષ્ઠાન કરવાનું નિશ્ચિત કર્યું હોય તે અનુષ્ઠાન કરવાનું પૂ. ગુરુભગવંત પણ ફરમાવે ત્યારે ત્યાં ગુરુપ્રત્યય મનાય છે અને જ્યારે એ વખતે મંગલ વાદિવ(વાઘ) વગેરે આગમમાં પ્રસિદ્ધ એવાં શુભ લિડ્યો જણાય ત્યારે ત્યાં લિગ્નપ્રત્યય મનાય છે. સામાન્યથી વ્યવહારમાં (લોકવ્યવહારમાં પણ આ પ્રસિદ્ધ છે. જે કાર્ય કરવાનું હોય તે કાર્ય આપણને ઈટ હોય છે. આપણા આમ જનો, વગર પૂછે સહજ રીતે જ આપણને તે કરવાનું જણાવતા હોય છે. તેમ જ એ વાત ચાલતી હોય ત્યારે મંગલધ્વનિ, પુણ્યવસ્તુનું દર્શન, શંખ વગેરેનો શબ્દ, છત્ર, વજ, ચામર, પતાકા વગેરે શુભ વિદ્ગો (શકુનો) પ્રાપ્ત થતાં હોય છે. આ ત્રણ પ્રત્યયથી કાર્ય થાય તો સિદ્ધિ-ઈષ્ટની પ્રાપ્તિ થશે-એમ ખાતરી થાય છે. કારણ કે આ ત્રણેય (સમસ્ત) પ્રાપ્ત થાય તો તે સિદ્ધિનાં કારણ બને છે. આ પ્રમાણે યોગબિન્દુમાં પણ જણાવ્યું છે. આત્મા સદનુષ્ઠાનનો અભિલાષી બને, પૂ. ગુરુદેવશ્રી પણ તે સદનુષ્ઠાનને જ કરવાનું જણાવે અને તે વખતે શુભલિગો (મંગલધ્વનિ વગેરે) પણ પ્રાપ્ત થાય તો તે બધાં સિદ્ધિ-ઈષ્ટનાં કારણ બને છે.” આ રીતે ત્રણ પ્રત્યયથી કરેલું કાર્ય વિવક્ષિત ફળવાળું બને છે... ૧૪-રણા * * * ADDRENDEDGENDED Page #54 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિનું તાત્ત્વિક સ્વરૂપ જણાવાય છેसिद्धिः सिद्ध्यनुबद्धैव न पातमनुबध्नती । हाठिकानामपि ह्येषा नात्मादिप्रत्ययं विना ॥१४- २८ ॥ ‘“સિદ્ધિ, ઉત્તર(બીજી) સિદ્ધિના બીજ-કારણ સ્વરૂપ હોય તો જ તે તાત્ત્વિકસિદ્ધિ છે. પરંતુ ભવિષ્યમાં તે સિદ્ધિનો ભ્રંશ થવાનો હોય તો તે સિદ્ધિ સિદ્ધિ નથી. બલાત્કારે પણ અનુષ્ઠાન કરનારાને આ સિદ્ધિ આત્માદિ ત્રણ પ્રત્યય વિના થતી નથી.’’-આ પ્રમાણે અઠ્ઠાવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે આત્માદિ (ગુરુ અને લિગ) ત્રણ પ્રત્યયને સિદ્ધિનાં કારણ તરીકે વર્ણવ્યા છે. એમાં સિદ્ધિ કોને કહેવાય છે-એ પ્રશ્નના સમાધાન માટે આ શ્લોક છે. સામાન્ય રીતે ઈષ્ટની પ્રાપ્તિ એ સિદ્ધિ છે. પરંતુ એ સિદ્ધિ ભવિષ્યમાં નાશ પામે તો વર્તમાન સિદ્ધિનો કોઈ અર્થ નથી. તેથી ભવિષ્યની સિદ્ધિના અવસ્થ્ય કારણ સ્વરૂપ જે સિદ્ધિ છે તે જ તાત્ત્વિક સિદ્ધિ છે. તાત્ત્વિકસિદ્ધિ તેના ભ્રંશનો અનુબંધ કરનારી હોતી નથી. જે કાળમાં સિદ્ધિ છે તેના ઉત્તરકાળમાં પણ સિદ્ધિ છેઆવી વ્યામિ ઉપર જણાવ્યા મુજબ તાત્ત્વિક સિદ્ધિને આશ્રયીને છે. તાત્ત્વિક સિદ્ધિ આ વ્યાપ્તિને (પૂર્વાપરીભાવને) અવરોધતી નથી. હાડકાં વગેરે શલ્યના ઉપઘાતથી; પૂરતા પ્રયત્ને પણ રચાતો પ્રાસાદ જેમ ખંડિત થઈ જ જાય છે અને તે સ્થિર થતો નથી તેમ આત્માદિ પ્રત્યય વિના કરાતા અનુષ્ઠાનની સિદ્ધિ પણ; મિથ્યા આગ્રહ (અભિનિવેશ) વગેરેના કારણે ચોક્કસ જ ભ્રંશને પામતી હોય છે. આ રીતે અનુપાત(ભ્રંશ)ની શક્તિવાળી એ સિદ્ધિ ખરી રીતે સિદ્ધિ જ નથી. યોગબિન્દુમાં આ વિષયમાં જણાવ્યું છે કે ‘જે સિદ્ધિ બીજી સિદ્ધિને લાવી ન આપે એ સિદ્ધિ આગળ જતાં DDDDDDDD put DD/PCODU ૫૧ 0000 L CCC D Page #55 -------------------------------------------------------------------------- ________________ અવશ્ય પડી જવાની છે. વર્તમાનમાં એનું પતન(બંશ) થયેલું ન હોવા છતાં તે પાતશક્તિથી યુક્ત હોવાથી વાસ્તવિક રીતે તેનું પતન થયેલું જ મનાય છે. આથી ચોક્કસપણે સમજી શકાશે કે સિધ્યતર (બીજી સિદ્ધિગ્ના અંગ(કારણ)નો સંયોગ કરી આપવાના કારણે; આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિગ્નપ્રત્યય : આ ત્રણ પ્રત્યયવાળા. આત્માઓને જ તાત્ત્વિક સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. આત્માદિ ત્રણ પ્રત્યય વિના બળાત્કારે અનુષ્ઠાન કરનારને પણ એ તાત્ત્વિક સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આશય એ છે કે સામાન્ય રીતે આત્માદિ પ્રત્યય વિના સરળ આત્માઓ તે તે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ જ કરતા નથી, પરંતુ કેટલાકો વધુ પડતા વિશ્વાસથી આત્માદિ પ્રત્યયની અવગણના કરીને પણ પોતાના હઠ(કદાગ્રહ)થી તે તે અનુષ્ઠાન કરતા હોય છે. તેમને પણ આત્માદિ પ્રત્યય વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તો જે લોકો અન્યથા (વિરુદ્ધ) આચરણ કરતા હોય તેમને સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થાય ? અર્થા ન જ થાય એ સ્પષ્ટ છે. કારણ કે માટીના પિંડ વગેરે સ્વરૂપ ઉપાયાન્તરથી થનાર કાર્ય ઘટાદિ, બળાત્કારસહસ્રથી (હજારોવાર બળાત્કાર કરવાથી) પણ સૂત્રપિંડ(દોરાનો સમુદાય)સ્વરૂપ ઉપાયાન્તરથી કઈ રીતે કરી શકાય ? જે જેનું કારણ હોય તેની ઉત્પત્તિ તેનાથી જ શક્ય છે. બીજાથી એ શક્ય નહીં જ બને-એ સમજી શકાય છે. ૧૪-૨૮ * * * આ રીતે તાત્વિક સિદ્ધિ માટે આત્મપ્રત્યયાદિપૂર્વકનું જ અનુષ્ઠાન કારણ બને છે તેથી આત્મપ્રત્યયાદિની અપેક્ષા પૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ. એ મુજબ અનુષ્ઠાનને કરનારા અને નહિ DEES]\ \DEES\DEE/AEE DISEASE DIFDF\ EINDED Page #56 -------------------------------------------------------------------------- ________________ કરનારામાં જે ભેદ(ફરક) છે : એ જણાવાય છેसयोगारम्भकस्त्वेनं शास्त्रसिद्धमपेक्षते । सदा भेदः परेभ्यो हि तस्य जात्यमयूरवत् ॥ १४-२९।। “શાસ્ત્રપ્રસિદ્ધ આ આત્મપ્રત્યયાદિની, સદ્યોગનો આરંભ કરનાર અપેક્ષા રાખે છે. બીજા અસદ્યોગનો આરંભ કરનારાઓથી આ સદ્યોગનો આરંભ કરનારમાં, સદાને માટે જાત્યમોરની જેમ વિલક્ષણતા હોય છે.’’-આ પ્રમાણે ઓગણત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ તાત્ત્વિક સિદ્ધિ માટે આત્મપ્રત્યયાદિની અપેક્ષા આવશ્યક છે. સદ્યોગનો આરંભ કરનારા નિશ્ચિત રીતે આત્મપ્રત્યયાદિની અપેક્ષા રાખતા હોય છે. તેમનાથી બીજા, કર્મયોગે યોગનો આરંભ કરે છે. એ આત્માઓ તત્ત્વજ્ઞાનથી રહિત હોવાથી માત્ર કર્મવશ પ્રવૃત્તિ કરતા હોય છે. તેથી તેમને તાત્ત્વિકસિદ્ધિ પ્રાપ્ત થતી નથી. અતીન્દ્રિય પદાર્થના નિર્ણય માટે નિયામક શાસ્ત્ર છે. ગુરુપ્રત્યય-સ્વરૂપ આગમની પરતંત્રતાએ હેય અને ઉપાદેય પદાર્થમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ સ્વરૂપ વ્યવહાર પ્રવર્તતો હોય છે. અસદ્નો જેમને આગ્રહ છે, એવા લોકો આત્માદિ પ્રત્યયની અવગણના કરે છે. શાસ્ત્રવિહિત અનુષ્ઠાનને કરે અને આગમવિહિત આત્મપ્રત્યયાદિને માને નહિ; તેથી ખરેખર તો તે આગમના દ્વેષી જ કહેવાય છે... ઈત્યાદિ આશયથી સત્યો૪૦ આ શ્લોક છે. કહેવાનો ભાવ એ છે કે એક યોગ પછી બીજો યોગ અને એની પછી ત્રીજો યોગ આ રીતે ઉત્તરોત્તર એ શ્રેષ્ઠ યોગની પરંપરાનો આરંભ કરનારા આત્માને સાનુબંધયોગ સ્વરૂપ સદ્યોગના આરંભક કહેવાય છે. આ સદ્યોગના આરંભક જ શાસ્ત્રસિદ્ધ આ આત્માદિ FEED DECE DEE ED pl de7u7777777 ૫૩ ELUGU Du77ણે Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યયની અપેક્ષા રાખે છે. અતીન્દ્રિય પદાર્થના સમુદાયનું સમર્થન કરવા માટે સમર્થ એવા આગમને શાસ્ત્ર કહેવાય છે. આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યય : આ ત્રણ પ્રત્યય શાસ્ત્રમાં પ્રતિષ્ઠિત છે, જેની અપેક્ષા સાનુબંધયોગારંભક જ રાખે છે. તેથી બીજા અસહ્યોગારંભક આત્માઓથી સદ્યોગારંભક આત્મા કાયમ માટે જાત્યમોરની જેમ ભિન્ન છે. સર્વદોષથી રહિત એવો જાત્ય મોર અજાત્ય મોરથી જેમ ભિન્ન જ હોય છે તેમ સદાને માટે સહ્યોગારંભક, બીજા અસહ્યોગારંભક આત્માઓથી ભિન્ન જ હોય છે. આ વાતને જણાવતાં યોગબિન્દુમાં જણાવ્યું છે કે-પરિશુદ્ધયોગની સિદ્ધિ માટે જે યોગ્ય છે તેમને અનુષ્ઠાન કરે પણ ખરા અને શાસ્ત્રને ન માનવાના કારણે અનુષ્ઠાનનો ષ પણ કરે - આવા પ્રકારની પણ વૃત્તિ હોતી નથી. અર્થા અનુષ્ઠાન પ્રત્યે કેવલ ષ સ્વરૂપ વૃત્તિ તો તેમને નથી જ પરંતુ ઉપર જણાવ્યા મુજબના પ્રકારની પણ વૃત્તિ તેમને હોતી નથી. કારણ કે જે જાત્ય મોર હોય તે ક્યારે પણ અજાત્ય મોરના વર્તન જેવું વર્તન કરતો નથી. આથી સ્પષ્ટ છે કે સદ્યોગના આરંભક સદાને માટે અસહ્યોગના આરંભકોથી જુદા છે. ૧૪-૨૯ો સોr આ શ્લોકમાં દર્શાવેલા જાત્યમયૂરના દૃષ્ટાંતનો ઉપનય કરાય છે यथा शक्तिस्तदण्डादौ विचित्रा तद्वदस्य हि । गर्भयोगेऽपि मातृणां श्रूयतेऽत्युचिता क्रिया ॥१४-३०॥ જાત્યમયૂર(મોર)ના ઈન્ડાદિમાં જેવી રીતે વિચિત્ર શક્તિ રહેલી છે તેવી જ રીતે સહ્યોગનો આરંભ કરનારમાં પણ શરૂઆતથી જ વિલક્ષણ શક્તિ છે. આથી જ સદ્યોગના આરંભક આત્માઓના Page #58 -------------------------------------------------------------------------- ________________ ગર્ભયોગે પણ તેઓશ્રીની માતાઓની ઉચિત(પ્રશસ્ત) ક્રિયા શાસ્ત્રમાં સંભળાય(વર્ણવાય) છે.”- આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે જાત્યમયૂરમાં જે વિશેષતા છે તેને ઉત્પન્ન કરવાની શક્તિ તે મોરના ઈન્ડાં, ચાંચ અને ચરણાદિમાં પહેલેથી જે છે. અજાત્ય મયૂરનાં ઈન્ડાદિમાં જે શક્તિ છે તેની અપેક્ષાએ જાત્યમયૂરના તે તે અવયવોમાં રહેલી શક્તિ વિચિત્ર છે અર્થાત્ વિલક્ષણ(જુદા પ્રકારની) છે. અન્યથા જો શક્તિને સરખી માની લેવામાં આવે તો અજાત્ય અને જાત્યનો ભેદ સંગત નહીં બને. બસ! આવી જ રીતે સહ્યોગારંભક આત્માઓમાં પણ સહ્યોગની શરૂઆતથી જ વિલક્ષણ શક્તિ રહેલી છે. આથી જ આ વિષયમાં યોગબિન્દુ ગ્રંથમાં જણાવ્યું છે કે મહાત્માઓએ યોગના વિષયમાં અર્થાત્ યોગમાર્ગના અધિકારીની વિચારણામાં જે મોરનું દૃષ્ટાંત યોગશાસ્ત્રમાં જણાવ્યું છે, તે તેના ઈન્ડાદિમાં વિશિષ્ટ શક્તિ અને ફળ વગેરેને જણાવનારું છે. જાત્યમયૂરમાં રહેલી વિશેષતાને અનુકૂળ એવી શકિત તેના ઈન્ડાદિમાં સર્વથા ન હોય તે સર્વથા અસત્ની. ઉત્પત્તિ થતી ન હોવાથી મયૂરમાં જાત્યત્વ નહિ આવે. આથી જ સદ્યોગના આરંભક એવા આત્માઓ જ્યારે ગર્ભાવસ્થામાં પણ હોય છે ત્યારે તેઓશ્રીની માતાઓની અત્યંત ઉચિત એવી લોકમાં અત્યંત પ્રશંસાને પાત્ર કિયા શાસ્ત્રમાં વર્ણવાય છે, જે ક્રિયાના કારણે તે આત્માઓને પ્રશસ્તકોટિનું માહાત્મ પ્રાપ્ત થતું હોય છે. આ વિષયમાં આવશ્યકસૂત્રની નિયુક્તિમાં જણાવાયું છે કે શ્રી સુમતિનાથ ભગવાન ગર્ભમાં હતા ત્યારે તે સર્વ અર્થમાં નિશ્ચય કરવાની સુંદર મતિ પ્રભુની માતાને પ્રાપ્ત થઈ તેથી પ્રભુનું ‘સુમતિ’ આ પ્રમાણે નામ સ્થાપન કર્યું. શ્રી ધર્મનાથ ભગવાન જ્યારે BBEDDED]B5DF\ D}/DD) BHEDESIDEND Page #59 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસ્થ હતા ત્યારે પ્રભુની માતા સુંદર ધર્મને આરાધનારાં બન્યાં તેથી પ્રભુનું ‘ધર્મ’ આ પ્રમાણે નામ પાડ્યું. શ્રી મુનિસુવ્રતસ્વામી જ્યારે ગર્ભાવસ્થામાં હતા ત્યારે પ્રભુની માતા સુંદર કોટિના વ્રતને ધારણ કરનારાં બન્યાં તેથી પ્રભુનું ‘મુનિસુવ્રત’ આ પ્રમાણે નામ પાડ્યું. શ્લોકમાં ગર્ભવોનેઽપિ આવો પાઠ છે તેથી સદ્યોગારંભક આત્માઓની ગર્ભાવસ્થા પછી પણ ઉચિત જ ક્રિયા હોય છે–આવો અર્થ સમજવો. એ પ્રમાણે યોગબિન્દુમાં પણ જણાવ્યું છે‘‘યોગમાર્ગના અધિકારીઓ ઔચિત્યપૂર્વક કોઈ પણ અનુષ્ઠાનને કરનારા હોય છે તેમ જ અક્ષુદ્ર બુદ્ધિમાન શુભઆશયવાળા સફળ કાર્યને કરનારા અને ઉચિત અવસરને જાણનારા હોય છે.'' ગંભીરઆશયવાળાને અક્ષુદ્ર કહેવાય છે. અત્યંત નિપુણ બુદ્ધિવાળાને પ્રેક્ષાવંત કહેવાય છે. શુભપરિણામવાળાને શુભ-આશયવાળા કહેવાય છે. અનિષ્ફળ કાર્યને કરનારાને અવયચેષ્ટાવાળા કહેવાય છે. અવસર-પ્રસ્તાવના જ્ઞાતાને કાલજ્ઞ કહેવાય છે. જે એવા આત્માઓ છે તે યોગમાર્ગના અધિકારી છે. આથી સ્પષ્ટ છે કે સદ્યોગનો આરંભ કરનાર, બીજાઓની અપેક્ષાએ વિલક્ષણ છે; અને તે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિગપ્રત્યયની અપેક્ષા રાખે જ છે. ||૧૪-૩૦ના *** હવે વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ અનુષ્ઠાનમાંથી કોને કયું અનુષ્ઠાન સંભવે છે : તે જણાવાય છે सर्वोत्तमं यदेतेषु भिन्नग्रन्थेस्तदिष्यते । फलवद्द्द्रुमसद्बीजप्ररोहोभेदसन्निभम् ॥१४- ३१ ।। ‘‘પૂર્વે વર્ણવેલાં વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ : આ ત્રણ અનુષ્ઠાનમાં જે ઉત્તમ અનુષ્ઠાન છે; તે ફળવાળા વૃક્ષના TE DEC DDB ૫૬ du76777779 Page #60 -------------------------------------------------------------------------- ________________ સદ્બીજના અકુરોના ઉદ્ગમ સ્વરૂપ છે. એ અનુષ્ઠાન ગ્રંથિભેદ કરેલા આત્માઓને પ્રાપ્ત થાય છે.’’-આ પ્રમાણે એકત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. જે અનુષ્ઠાન; પૂર્વે વર્ણવેલાં ત્રણ અનુષ્ઠાનોમાં સર્વોત્તમ એટલે અવ્યભિચારી એવા ફળને આપનારું છે તે અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન છે. કારણ કે તે સંપૂર્ણ મોક્ષસ્વરૂપ ઈષ્ટને નિશ્ચિતપણે આપનારું બને છે. એ અનુષ્ઠાન એવા જ આત્માઓને પ્રાપ્ત થાય છે કે જેઓએ રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ કરી લીધો છે. રાગદ્વેષની પરિણતિની તીવ્રતા જાય નહિ ત્યાં સુધી આ અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનની પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી. ફળના ભારને ધારણ કરનારા વૃક્ષના ચોક્કસ ફળને આપનારા બીજના અંકુરોના ઊગવા સ્વરૂપ આ સર્વોત્તમ અનુષ્ઠાન છે, કારણ કે એમાં શુભ અનુબંધ પડેલા છે. વર્તમાનમાં અંકુરસ્વરૂપ હોવા છતાં ભવિષ્યમાં ફળના ભાર(સમુદાય)ને આપવાની એમાં અદ્ભુત શિફ્ત પડેલી છે. એવી જ રીતે અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન વર્તમાનમાં સામાન્ય કક્ષાનું જણાતું હોવા છતાં ભવિષ્યમાં સિદ્ધિસ્વરૂપ ફળને પ્રદાન કરવાનું અદ્ભુત સામર્થ્ય એમાં રહેલું છે. આથી સમજી શકાશે કે રાગદ્વેષની તીવ્ર પરિણતિ કેટલી ખરાબ છે. એને લઈને ફળથી લચપચતા વૃક્ષના બીજથી થનારા અદ્ભુરોના ઉદ્ગમ જેવું પણ અનુષ્ઠાન પ્રાપ્ત થતું નથી. આવી સ્થિતિમાં ફળનો સંભવ તો ક્યાંથી હોય ? મુમુક્ષુ આત્માઓએ અનુષ્ઠાન કરતી વખતે આત્માની રાગદ્વેષની પરિણતિની તીવ્રતાને દૂર કરવાનું ધ્યાન રાખવું જોઈએ. અન્યથા અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનને પ્રાપ્ત કરવાનું શક્ય નહિ બને. અનુષ્ઠાનો તો આપણે કરતા જ હોઈએ છીએ. એને અનુબંધશુદ્ધ DEEEEEEE hmon ૫૭ 6767 En Page #61 -------------------------------------------------------------------------- ________________ બનાવવા શું કરવું જોઈએ, એ પ્રશ્ન છે. આ શ્લોકમાં તેનો ઉપાય ગ્રંથકાર પરમર્ષિએ જણાવ્યો છે. ચારગતિમય આ ભયંકર સંસારનું મૂળ કારણ રાગદ્વેષની પરિણતિ છે. એની ભયંકરતા જ્યાં સુધી સમજાય નહિ ત્યાં સુધી અનુબંધશુદ્ધસ્વરૂપ-અનુષ્ઠાનને પ્રાપ્ત કરવાનું મન પણ નહિ થાય. ૧૪-૩૧|| * * * સર્વોત્તમ અનુષ્ઠાનને છોડીને બીજા બે અનુષ્ઠાનો અપુનર્બન્ધક દશાને પામેલાને હોય છે, તે જણાવાય છે तत्तत्तन्त्रोक्तमखिलमपुनर्बन्धकस्य च । अवस्थाभेदतो न्याय्यं परमानन्दकारणम् ॥१४-३२॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે તે તે દર્શનનાં શાસ્ત્રોમાં મુમુક્ષુઓ માટે ફરમાવેલ અનુષ્ઠાનો બધા જ; અપુનર્બન્ધદશાને પામેલા આત્માઓ માટે પરમાનંદના કારણભૂત ન્યાય છે. આશય એ છે કે અપુનર્બન્ધદશાને પામેલા આત્માઓ સામાન્યથી જૈન અને જૈનેતર દર્શનમાં હોય છે. ગમે તેવી વિષમદશામાં પણ એ જીવો મિથ્યાત્વમોહનીયર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અથવા રસને ક્યારે પણ બાંધવાના ન હોવાથી તેમને અપુનર્બન્ધક તરીકે વર્ણવાય છે. એ આત્માઓ માત્ર જૈનદર્શનમાં જ હોય છે એવું નથી. જૈનેતર દર્શનમાં પણ તેઓ હોય છે. તેથી કપિલમુનિ કે ગૌતમબુદ્ધ વગેરેનાં બનાવેલાં શાસ્ત્રોમાં પણ જે જે અનુષ્ઠાનો મોક્ષની ઈચ્છાવાળા(મુમુક્ષુ)ઓને ઉદ્દેશીને ફરમાવેલાં છે, તે બધાં જ અનુષ્ઠાનો અપુનર્બન્ધદશાને વરેલા આત્માઓ માટે ન્યાયસંગત-યુક્ત છે. કારણ કે અપુનર્બન્ધદશાને પામેલા આત્માઓ અસઆગ્રહથી રહિત અને સદ્ગહથી સહિત હોવાથી તેમને તે તે અનુષ્ઠાનો પ્રશમસુખનાં કારણ બને છે. EIDDDDDED]By DEENDEDDDDDED Page #62 -------------------------------------------------------------------------- ________________ અપુનર્બન્ધક આત્માઓની અવસ્થાઓ જુદી જુદી હોવાથી અનેક સ્વરૂપવાળા તેમનું કોઈ પણ અનુષ્ઠાન કોઈ પણ અવસ્થામાં પ્રશાંતવાહિતાનો તેમને અનુભવ કરાવે છે. વિષયક્ષાયના વિકારથી રહિત આત્માની સ્વસ્થ પરિણતિને પ્રશાંત અવસ્થા કહેવાય છે. પ્રશાંત અવસ્થા(પ્રથમ)નું જ અહીં સુખ પ્રાપ્ત થતું હોય છે. રોગનો નાશ થયો ન હોય તો પણ તેની ઉપશાંત અવસ્થામાં અથવા તો તેની મંદ અવસ્થામાં થનારા આરોગ્યના અનુભવની જેમ અપુનર્બન્ધક દશામાં પ્રશમસુખનો અનુભવ થતો હોય છે. યોગબિન્દુમાં પણ આ વિષયમાં ફરમાવ્યું છે કે-અપુનર્બન્ધક આત્માઓની જુદી જુદી અવસ્થાને આશ્રયીને; કપિલાદિ મુનિએ રચેલા તે તે શાસ્ત્રમાં વર્ણવેલાં મુમુક્ષુયોગ્ય બધાં જ અનુષ્ઠાનો અપુનર્બન્ધક આત્માઓ માટે સારી રીતે ન્યાયસંગત બને છે. આ બત્રીશીમાં વર્ણવેલી અપુનર્બન્ધદશાનું સ્વરૂપ વિચારીએ તો મોક્ષની ઈચ્છાનું મહત્ત્વ જણાયા વિના નહિ રહે. તીવ્ર ભાવે પાપ નહિ કરનારા, સંસાર પ્રત્યે બહુમાન નહિ રાખનારા અને સર્વત્ર ઔચિત્યપૂર્વક આચરણ કરનારા અપુનર્બન્ધક આત્માઓનું સ્વરૂપ સમજવા માટે પણ અપુનર્બન્ધદશા પ્રાપ્ત કરવાની જરૂર છે. એ દશાને પામ્યા વિના એનું સ્વરૂપ સમજવો ઘણું જ અઘરું છે. અનાદિકાળથી ચાલી આવતી તીવ્રભાવે પાપ કહેવાની પ્રવૃત્તિ એકાએક તો દૂર કઈ રીતે થાય ? સંસાર ઉપરનું બહુમાન વિણ કઈ રીતે ઘટે ? સદ્ગુરુભગવંતોના સમાગમથી સંસારની નિર્ગુણતાનું અને મોક્ષની રમણીયતાનું ભાન થાય તો તે અપુનર્બન્ધકદશાને પ્રાપ્ત કરી શકાય. કુદરતી રીતે જ વિશિષ્ટ પ્રકારની યોગ્યતા તેમનામાં રહેલી હોય છે. તેથી ખૂબ જ સરળતાથી તેમને યોગમાર્ગની પ્રાપ્તિ થતી હોય છે. S|DF\SEEDEDDED D]D]S|D]BEDDED Page #63 -------------------------------------------------------------------------- ________________ યોગની પૂર્વસેવા તાત્વિક રીતે અપુનર્બન્ધક આત્માઓને જ પ્રાપ્ત થાય છે. યોગના અર્થી જનોએ અપુનર્બન્ધદશાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહેવું જોઈએ. પાપપ્રવૃત્તિની તીવ્રતાનો હ્રાસ થાય, સંસાર ઉપરનું બહુમાન નાશ પામે અને સર્વત્ર ઔચિત્યનું સેવન કરાય તો યોગની યોગ્યતા પ્રાપ્ત કરી શકાશે. અંતે આવી યોગ્યતાને પ્રાપ્ત કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા. ૧૪-૩રા अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायामपुनर्बन्धकद्वात्रिंशिका ॥ GEEEEEEEEEEEEE) D]D]D]D]D]DDED Page #64 -------------------------------------------------------------------------- _