________________
કારણ બનવાના કારણે એ દ્રવ્યયોગ છે. આથી સમજી શકાશે કે અપુનર્બન્ધક આત્માઓને તેમનાં ઉચિત અનુષ્ઠાનો યોગનાં કારણ હોવાથી યોગરૂપ મનાય છે.
પરંતુ મોક્ષના વિષયમાં જેમનું ચિત્ત અત્યંત દૃઢ છે અર્થા જેમને હૃદયમાં એક મોક્ષની જ ધારા(રઢ) લાગી છે; એવા ભિન્નગ્રંથિવાળા આત્માને ભાવથી યોગ મનાય છે. રાગદ્વેષની અતિતીવ્ર પરિણતિને ગ્રંથિ કહેવાય છે. એને ભેદી નાખનારા સમ્યગ્દષ્ટિ આત્માઓને ભાવથી યોગ હોય છે. કારણ કે નિરંતર મોક્ષની આકાંક્ષાથી પૂર્ણ ચિત્તવાળા આત્માઓની (સમ્યગ્દષ્ટિઓની) જે જે ચેષ્ટા છે તે તે બધી જ ચેષ્ટાઓ અંતે મોક્ષપ્રાપ્તિના ફળવાળી છે. તેથી સમ્યગ્દષ્ટિ આત્માઓને જ ભાવથી યોગ હોય છે. અપુનર્બન્ધક આત્માઓને મોક્ષની ઈચ્છા સ્વરૂપ પરિણામ સર્વદા હોતો નથી તેથી તેમને દ્રવ્યથી જ યોગ હોય છે. આ વાતને જણાવતાં યોગબિન્દુમાં જણાવ્યું છે કે જે કારણથી અત્યંત તીવ્ર એવા રાગદ્વેષના પરિણામ સ્વરૂપ ગ્રંથિનું જેમણે વિદારણ કર્યું છે એવા સમ્યગ્દષ્ટિ આત્માનું ચિત્ત ઘણી વાર મોક્ષમાં હોય છે અને શરીર સંસારમાં હોય છે. તેથી તેમનો એ બધો જ (ધર્મ, અર્થ વગેરે સંબંધી) યોગ (વ્યાપાર) અહીં યોગની વિચારણામાં ભાવથી જ યોગ મનાય છે.
આથી સમજી શકાશે કે સમ્યગ્દષ્ટિ આત્માઓનાં તેમને ઉચિત એવાં અનુષ્ઠાનો મોક્ષની સાથે આત્માને જોડી આપતાં હોવાથી (મોક્ષે યોગની) યોગસ્વરૂપ(ભાવયોગ) છે અને અપુનર્બન્ધક અવસ્થાને પામેલા આત્માઓને તેમને ઉચિત અનુષ્ઠાનો સદાચારસ્વરૂપ યોગનું કારણ બનતા હોવાથી (શિયાતુત્વ૬) યોગ તરીકે (દ્રવ્યયોગ) મનાય છે. ૧૪-૧૬
*
*
*
GિDGDDDDDDED
SC/TET/ COCONGS