________________
છતે ઔદાર્ય, દાક્ષિણ્ય અને પાપજુગુપ્સા વગેરે ગુણો અપુનર્બન્ધક દશામાં પ્રાયઃ વધતા હોય છે. તથાભવ્યત્યાદિના કારણે કોઈ વાર છેલ્લા સમયમાં ગુણોનો આવિર્ભાવ થાય તો ઔદાર્યાદિ ગુણો વધતા ન પણ હોય તેની અપેક્ષાએ પ્રાય: પદનું અહીં ગ્રહણ છે. બહુલતયા અપુનર્બન્ધદશાને પામેલા આત્માઓ શુલપક્ષના ચન્દ્રમાની જેમ દરેક કલાએ ઉલ્લાસ પામતા ગુણોવાળા જ હોય છે. ઔદાર્યાદિ ગુણો, ભવાભિનન્દીપણાના કૃપણતાદિ દોષોના વિરોધી (પ્રતિપક્ષી) હોવાથી પણતાદિ દોષોના વિરહ ઔદાર્યાદિ ગુણોનો આવિર્ભાવ થાય છે. શુકલપક્ષના પ્રારંભે આવિર્ભાવ પામેલી ચન્દ્રમાની કલા, વધતી વધતી જેમ સોળે કલાથી પરિપૂર્ણ ચન્દ્રમાં સ્વરૂપ, કાલાન્તરે થાય છે તેમ કાલાન્તરે આ અપુનર્બન્ધદશાના ગુણો પરિપૂર્ણ બને છે. આ બત્રીશીમાં તેમ જ યોગદૃષ્ટિસમુચ્ચયમાં વર્ણવેલી “અપુનર્બન્ધકાદશા ને સમજવા માટેની યોગ્યતા પણ અપુનર્બન્ધાવસ્થાને પ્રાપ્ત કરવાથી જ પ્રાપ્ત થાય છે. પાપની વૃત્તિની તીવ્રતા ઘટે, સંસાર ઉપરનું બહુમાન નાશ પામે અને સર્વત્ર ઔચિત્યનું આસેવન કરાય તો અપુનર્બન્ધદશાને પામવાનું શક્ય બને.૧૪-૧
* * * અપુનર્બન્ધક આત્માને અને સકૃદુ (એક્વાર ઉત્કૃષ્ટ સ્થિતિના) બન્ધકાદિ આત્માને પણ ધર્મની પ્રાપ્તિ થતી નથી. પરંતુ યોગ્યતાની ભિન્નતાએ તેઓમાં ભેદ-વિશેષતા છે, તે જણાવાય છે -
अस्यैव पूर्वसेवोक्ता मुख्याऽन्यस्योपचारतः । अस्यावस्थान्तरं मार्गपतिताभिमुखौ पुनः ॥१४-२॥
“યોગની પૂર્વસેવા અપુનર્બન્ધક આત્માઓની જ મુખ્ય છે. એમને છોડીને બીજાઓની યોગપૂર્વસેવા ઉપચારથી (ગૌણ) છે.
DD]D]S|DFEDGEND