________________
अथापुनर्बन्धक-द्वात्रिंशिका प्रारभ्यते ।
આ પૂર્વે તેરમી મુફત્યષ-બત્રીશીમાં મુક્તિ પ્રત્યેના અષના કારણે અપુનર્બન્ધકાદિ અવસ્થાને લઈને ધર્માધિકારિતા પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે વર્ણવ્યું છે. ત્યાં ધર્મના અધિકારી એવા અપુનર્બન્ધકનું જ વર્ણન આ બત્રીશીમાં કરાય છે –
शुक्लपक्षेन्दुवत्प्रायो वर्धमानगुणः स्मृतः । भवाभिनन्दिदोषाणामपुनर्बन्धको व्यये ॥१४-१॥
“ભવાભિનંદીપણાના દોષોનો વિગમ થયે છતે અપુનર્બન્ધક આત્માઓ; શુક્લ પક્ષના ચન્દ્રમાની જેમ પ્રાયઃ પ્રવર્ધમાનગુણવાળા હોય છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોય તો પૂર્વે જણાવ્યા મુજબ અપુનર્બન્ધકાદિ દશા પ્રાપ્ત થવાથી ધર્મ પામવા માટેની અધિકારિતાયોગ્યતા પ્રાપ્ત થાય છે. એ અધિકારસંપન્ન આત્માઓમાંથી અપુનર્બન્ધકદશાને પામેલા જીવોનું આ બત્રીશીમાં વર્ણન કર્યું છે.
આ પૂર્વે દશમી બત્રીશીમાં તેના પાંચમા શ્લોકથી ભવાભિનન્દીના શુદ્રતા, લોભરતિ(લાભરતિ), દીનતા, મત્સરીપણું, ભય અને શઠતા વગેરે દોષો વર્ણવ્યા છે. એ દોષો દૂર થવાથી અપુનર્બન્ધદશા પ્રાપ્ત થાય છે. કૃપણતા, માંગ માંગ કરવાની વૃત્તિ, દીનતા, માત્સર્ય, ભય, શઠતા, મૂર્ખતા અને નિષ્ફળકિયાનો આરંભ : આ ભવાભિનન્દી આત્માનાં લક્ષણો છે. એના અભાવે અપુનર્બન્ધક દશા પ્રાપ્ત થાય છે. ગમે તેવી સંશ્લિષ્ટ પ્રવૃત્તિ હોવા છતાં મિથ્યાત્વમોહનીયર્માદિની ઉત્કૃષ્ટ-સિત્તેરકોટાકોટિ સાગરોપમાદિ પ્રમાણ સ્થિતિનો કે રસનો બધું જે આત્માઓ કરતા નથી એવા જીવોને અપુનર્બન્ધક કહેવાય છે. ભવાભિનન્દી આત્માના ક્ષુદ્રતાદિ દોષોનો અપગમ (ક્ષય-હાસ) થયે