________________
ગર્ભયોગે પણ તેઓશ્રીની માતાઓની ઉચિત(પ્રશસ્ત) ક્રિયા શાસ્ત્રમાં સંભળાય(વર્ણવાય) છે.”- આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે જાત્યમયૂરમાં જે વિશેષતા છે તેને ઉત્પન્ન કરવાની શક્તિ તે મોરના ઈન્ડાં, ચાંચ અને ચરણાદિમાં પહેલેથી જે છે. અજાત્ય મયૂરનાં ઈન્ડાદિમાં જે શક્તિ છે તેની અપેક્ષાએ જાત્યમયૂરના તે તે અવયવોમાં રહેલી શક્તિ વિચિત્ર છે અર્થાત્ વિલક્ષણ(જુદા પ્રકારની) છે. અન્યથા જો શક્તિને સરખી માની લેવામાં આવે તો અજાત્ય અને જાત્યનો ભેદ સંગત નહીં બને. બસ! આવી જ રીતે સહ્યોગારંભક આત્માઓમાં પણ સહ્યોગની શરૂઆતથી જ વિલક્ષણ શક્તિ રહેલી છે. આથી જ આ વિષયમાં યોગબિન્દુ ગ્રંથમાં જણાવ્યું છે કે મહાત્માઓએ યોગના વિષયમાં અર્થાત્ યોગમાર્ગના અધિકારીની વિચારણામાં જે મોરનું દૃષ્ટાંત યોગશાસ્ત્રમાં જણાવ્યું છે, તે તેના ઈન્ડાદિમાં વિશિષ્ટ શક્તિ અને ફળ વગેરેને જણાવનારું છે. જાત્યમયૂરમાં રહેલી વિશેષતાને અનુકૂળ એવી શકિત તેના ઈન્ડાદિમાં સર્વથા ન હોય તે સર્વથા અસત્ની. ઉત્પત્તિ થતી ન હોવાથી મયૂરમાં જાત્યત્વ નહિ આવે.
આથી જ સદ્યોગના આરંભક એવા આત્માઓ જ્યારે ગર્ભાવસ્થામાં પણ હોય છે ત્યારે તેઓશ્રીની માતાઓની અત્યંત ઉચિત એવી લોકમાં અત્યંત પ્રશંસાને પાત્ર કિયા શાસ્ત્રમાં વર્ણવાય છે, જે ક્રિયાના કારણે તે આત્માઓને પ્રશસ્તકોટિનું માહાત્મ પ્રાપ્ત થતું હોય છે. આ વિષયમાં આવશ્યકસૂત્રની નિયુક્તિમાં જણાવાયું છે કે શ્રી સુમતિનાથ ભગવાન ગર્ભમાં હતા ત્યારે તે સર્વ અર્થમાં નિશ્ચય કરવાની સુંદર મતિ પ્રભુની માતાને પ્રાપ્ત થઈ તેથી પ્રભુનું ‘સુમતિ’ આ પ્રમાણે નામ સ્થાપન કર્યું. શ્રી ધર્મનાથ ભગવાન જ્યારે
BBEDDED]B5DF\ D}/DD) BHEDESIDEND