________________
આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ભવિષ્યમાં થનાર અર્થ જેનાથી પ્રતીત થાય છે તેને પ્રત્યય કહેવાય છે. તે એક જાતનો વિશ્વાસ છે. એનાથી અનુષ્ઠાન કરનારને ઈષ્ટસાધનતાની પોતાના અનુષ્ઠાનમાં ખાતરી થવાથી વિશ્વાસ બેસે છે. આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિગ્નપ્રત્યય-આ ત્રણ પ્રકારનો પ્રત્યય છે.
જે સદનુષ્ઠાન છે તેને કરવાની પોતાને ઈચ્છા થાય અર્થ એ અનુષ્ઠાન પોતાને ઈષ્ટ લાગે ત્યારે ત્યાં આત્મપ્રત્યય મનાય છે. આપણે પોતે જે અનુષ્ઠાન કરવાનું નિશ્ચિત કર્યું હોય તે અનુષ્ઠાન કરવાનું પૂ. ગુરુભગવંત પણ ફરમાવે ત્યારે ત્યાં ગુરુપ્રત્યય મનાય છે અને જ્યારે એ વખતે મંગલ વાદિવ(વાઘ) વગેરે આગમમાં પ્રસિદ્ધ એવાં શુભ લિડ્યો જણાય ત્યારે ત્યાં લિગ્નપ્રત્યય મનાય છે. સામાન્યથી વ્યવહારમાં (લોકવ્યવહારમાં પણ આ પ્રસિદ્ધ છે. જે કાર્ય કરવાનું હોય તે કાર્ય આપણને ઈટ હોય છે. આપણા આમ જનો, વગર પૂછે સહજ રીતે જ આપણને તે કરવાનું જણાવતા હોય છે. તેમ જ એ વાત ચાલતી હોય ત્યારે મંગલધ્વનિ, પુણ્યવસ્તુનું દર્શન, શંખ વગેરેનો શબ્દ, છત્ર, વજ, ચામર, પતાકા વગેરે શુભ વિદ્ગો (શકુનો) પ્રાપ્ત થતાં હોય છે. આ ત્રણ પ્રત્યયથી કાર્ય થાય તો સિદ્ધિ-ઈષ્ટની પ્રાપ્તિ થશે-એમ ખાતરી થાય છે. કારણ કે આ ત્રણેય (સમસ્ત) પ્રાપ્ત થાય તો તે સિદ્ધિનાં કારણ બને છે. આ પ્રમાણે યોગબિન્દુમાં પણ જણાવ્યું છે. આત્મા સદનુષ્ઠાનનો અભિલાષી બને, પૂ. ગુરુદેવશ્રી પણ તે સદનુષ્ઠાનને જ કરવાનું જણાવે અને તે વખતે શુભલિગો (મંગલધ્વનિ વગેરે) પણ પ્રાપ્ત થાય તો તે બધાં સિદ્ધિ-ઈષ્ટનાં કારણ બને છે.” આ રીતે ત્રણ પ્રત્યયથી કરેલું કાર્ય વિવક્ષિત ફળવાળું બને છે... ૧૪-રણા
* * *
ADDRENDEDGENDED