________________
પાયો મજબૂત હોવાથી સર્વદા અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન દોષવિગમને વહન કરનારું જ હોય છે. ક્યારે પણ તે અનુષ્ઠાન દોષવિગમના અભાવવાળું હોતું નથી. ઘરના પાયાનું મહત્ત્વ જેમને સમજાય છે તેમને ત્રીજા અનુષ્ઠાનનું મહત્ત્વ સમજાવવાની જરૂર નથી. તેઓ જાતે તેને સમજી શકે છે. આથી સમજી શકાશે કે ગુરુલાઘવની ચિંતા વગેરે કારણે અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન શ્રેષ્ઠ ફળને આપનારું બને છે. સર્વથા દોષોનો ધ્વંસ થયા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અને સર્વથા દોષોનો ધ્વંસ એકમાત્ર અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનથી જ શક્ય છે-એ યાદ રાખ્યા વિના ચાલે એવું નથી.
અહીં એ વિચારવું જોઈએ કે આ ત્રિવિધ અનુષ્ઠાનમાં આપણા આજે પ્રવર્તતાં અનુષ્ઠાનો ક્યાં સમાય છે. આ પૂર્વે ઉપર જણાવેલાં ત્રણેય અનુષ્ઠાનને અનુષ્ઠાનસ્વરૂપે વર્ણવવાનું એક મુખ્ય કારણ મોક્ષનો આશય છે. એ આશય ના હોય તો તે અનુષ્ઠાન; ત્રણેય અનુષ્ઠાનમાંથી કોઈ પણ અનુષ્ઠાનમાં સમાય એવું નથી. આજે આપણાં અનુષ્ઠાનોમાં મોક્ષનો આશય કેટલા પ્રમાણમાં છે-એ વિચારવાનું ખૂબ જ આવશ્યક છે. ।।૧૪-૨૬॥
****
આ રીતે તન્નિશ્ર્ચયવૃêવ..(??)-આ શ્લોકમાં જણાવેલાં ત્રણેય અનુષ્ઠાનનું વર્ણન કરીને હવે ત્રણ પ્રત્યયનું વર્ણન કરે છે – आत्मनेष्टं गुरुब्रूते लिङ्गान्यपि वदन्ति तत् ।
-
त्रिधाऽयं प्रत्ययः प्रोक्तः संपूर्णं सिद्धिसाधनम् ॥१४- २७॥ “પોતાને સદનુષ્ઠાન ઈષ્ટ હોય, ગુરુ પણ તે કરવાનું કહેતા હોય અને સિદ્ધિસૂચક લિઙ્ગો પણ તે જ જણાવતા હોય : આ ત્રણ પ્રકારનો પ્રત્યય વર્ણવ્યો છે, જે સંપૂર્ણ સિદ્ધિ(ઈટ)નું કારણ છે.’’
CCC DULZLL/
ne
૪૯ LI