Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ થાય છે. ગુરુલાઘવની ચિંતાથી અને દૃઢપ્રવૃત્તિ વગેરેથી દોષની હાનિ સાનુબંધ થતી હોવાથી અહીં “' આ પદથી દૃઢ પ્રવૃત્તિ વગેરેનું પણ ગ્રહણ કરવું જોઈએ. મનની દૃઢતાપૂર્વકની પ્રવૃત્તિમાં એક જાતનું સાતત્ય હોય છે, જે ઉત્તરોત્તર અનેકગુણા ફળનું (દોષવિગમાત્મક ફળનું) કારણ બને છે. ગુરુલાઘવચિતા, પ્રકૃe અભિલાષ, દૃઢ પ્રવૃત્તિ, સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ અને તિતિક્ષાદિ સાનુબંધ(ઉત્તરોત્તર પ્રવર્તનાર) દોષનિગમનાં કારણ છે. અનુબંધશુદ્ધઅનુષ્ઠાનથી જ એ શક્ય બને છે... I૧૪-૨પા ત્રીજા અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનનું મહત્વ દૃષ્ટાંતથી સમજાવીને એમાં સ્વસંમતિ જણાવાય છે गृहाद्यभूमिकाकल्पमतस्तत् कैश्चिदुच्यते । उदग्रफलदत्वेन मतमस्माकमप्यदः ॥१४-२६॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે-અનુબંધ શુદ્ધ-અનુષ્ઠાન સાનુબંધ એવી દોષની હાનિને કરનારું હોવાથી તેને ગૃહના પાયા જેવું કેટલાક અન્યદર્શનકારો વર્ણવે છે તે અમને પણ માન્ય છે. કારણ કે આ અનુષ્ઠાન શ્રેષ્ઠ ફળને આપનારું છે. કહેવાનો ભાવ એ છે કે કેટલાક દર્શનકારોએ આ ત્રીજું અનુષ્ઠાન ઘરના પાયા જેવું વર્ણવ્યું છે. ઘર બાંધતી વખતે ઘરનો પાયો મજબૂત હોય તો તેની ઉપર કરેલું ઘરનું બાંધકામ પડી જતું નથી. પરંતુ એક પછી એક માળ બાંધી શકાય છે. અન્યથા પાયો જ જો દ્રઢ ન હોય તો તેની ઉપર બાંધેલું ઘર પડી જવા સ્વરૂપ જ ફળને આપનારું બને છે. આવી જ રીતે ત્રીજો અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન ઉત્તરોત્તર દોષવિગમને ધારણ કરનારું જ બને છે, કારણ કે તત્ત્વસંવેદનથી તે અનુગત હોય છે. તત્ત્વસંવેદનસ્વરૂપ SUB] DF]DF)DિEESAIEEE EEEEEEEEEEEED

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64