Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ દોષની અનુવૃત્તિથી રહિત એવા દોષવિગમની પ્રત્યે ગુરુલાઘવની ચિંતા-વિચારણા) અને દૃઢ પ્રવૃત્તિ વગેરે કારણ છે. અહીં સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન વખતે એ કારણનો અભાવ હોવાથી અનુવૃત્તિવાળો જ દોષનિગમ થાય છે. અનુષ્ઠાન કરતી વખતે એનાથી ક્યો મોટો અથવા નાનો ગુણ અને દોષ પ્રાપ્ત થશે એની વિચારણાને ગુલાઘવચિંતા કહેવાય છે. મનની સ્વસ્થતા પૂર્વકની ફળની પ્રાપ્તિ પર્યત અવિરતપણે કરાતી અખંડ પ્રવૃત્તિને દૃઢપ્રવૃત્તિ કહેવાય છે. આ પ્રમાણે યોગબિન્દુમાં પણ જણાવ્યું છે કે-“દ્વિતીય સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી દોષનિગમ થાય છે, પરંતુ તે ઉત્તરવ એકાંતે અનુબંધવાળો (ટકી રહેનારો-આત્યન્તિક-ભવિષ્યમાં દોષના ઉદ્દગમ વિનાનો) હોતો નથી. કારણ કે ત્યાં ચોક્કસપણે ગુરુ-લાઘવની ચિંતા વગેરે હોતા નથી.” સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનસ્થળે તેવા પ્રકારનો વિવેક હોતો નથી. માત્ર કાયાની પ્રધાનતાએ અનુષ્ઠાન થતું હોય છે. તેથી તેવા પ્રકારનો આત્યનિક દોષનો વિગમ થતો નથી. અન્યત્ર પણ આ વિષયમાં જણાવ્યું છે કે માત્ર કાયાની ક્રિયા વડે થનારો દોષનો નિગમ દેડકાના ચૂર્ણ જેવો થાય છે. જેમાંથી ભવિષ્યમાં નિમિત્ત મળતાં દેડકાની જેમ દોષોનો ઉદ્ભવ થાય છે... /૧૪-૨૪ સ સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી આત્યંતિક દોષનો વિગમ થતો નથી તેથી તે કેવું છે તે જણાવવાપૂર્વક તૃતીય અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનનું ફળ વર્ણવાય છે कुराजवप्रप्रायं तन्निर्विवेकमिदं स्मृतम् । तृतीयात् सानुबन्धा सा गुरुलाघवचिन्तया ॥१४-२५॥ “તેથી (સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી આત્યંતિક દોષનિગમ ન GDLTDI PETLODIDHy ઉd/b/BOEMS/EdSg/ ૪ D]D]D]D]D]D]D]DED GEC/ST/SCOUNTDOEds

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64