________________
હાનિ થતી નથી. કારણ કે વિષયશુદ્ધ-અનુષ્ઠાન વખતે આત્મહત્યાદિના કારણભૂત એવા અજ્ઞાનનું પ્રમાણ બહુ જ હોય છે. યોગબિન્દુમાં પણ એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે “આદ્ય એવા (વિષયશુદ્ધ) અનુષ્ઠાનથી દોષોનો વિગમ થતો નથી. કારણ કે એ વખતે અજ્ઞાનસ્વરૂપ અંધકારની બહુલતા હોય છે.”
આ વિષયમાં બીજા આચાર્યભગવંતો કહે છે કે વિષયશુદ્ધ અનુષ્ઠાનથી મોક્ષને પ્રાપ્ત કરવામાં અવરોધક દોષોના વિગમ માટે અનુકૂળ એવા જાતિ-કુલાદિ ગુણોથી યુક્ત જન્મની પ્રાપ્તિ થાય છે. એમનો આશય એ છે કે, મોક્ષ એકાંતે નિરવદ્ય છે. સ્વરૂપને આશ્રયીને અત્યંત સાવધ એવું વિષયશુદ્ધ-અનુષ્ઠાન મોક્ષનું તે સ્વરૂપે કારણ નથી. પરંતુ મોક્ષસાધક અનુષ્ઠાન વખતે, જેમ મોક્ષની ઈચ્છા હોય છે તેમ આ વિષયશુદ્ધ-અનુષ્ઠાન વખતે પણ મોક્ષની ઈચ્છા હોવાથી મોક્ષ સાધક અનુષ્ઠાનનું કથંચિ (કંઈક અંશે) વિષયશુદ્ધ-અનુષ્ઠાનમાં સામ્ય હોવાથી તે મોક્ષની પ્રત્યે કારણ બને છે. જેથી ઉપર જણાવ્યા મુજબ મોક્ષબાધક દોષોના વિગમને અનુકૂળ એવા જન્મને પ્રાપ્ત કરાવવા દ્વારા વિષયશુદ્ધ અનુષ્ઠાન મોક્ષની પ્રાપ્તિમાં ઉપયોગી બને છે. આ વાતને જણાવતાં યોગબિન્દુમાં જણાવ્યું છે કે-આ વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી દોષના નિગમ માટે ઉચિત એવા જાતિ, કુળ અને સંસ્કારાદિ ગુણયુક્ત જન્મનું સંધાન(પ્રામિ) થાય છે-આ પ્રમાણે કેટલાક આચાર્યભગવંતો કહે છે. મુતિની ઈચ્છા પણ જે કારણથી અજ્ઞાનનો ક્ષય કરનારી મનાય છે, તેથી તે ગ્લાધ્ય છે. સર્વ રીતે મુક્તિ કલ્યાણરૂપ હોવાથી વિષયશુદ્ધ-અનુષ્ઠાન તેના માટે અત્યંત વિસદૃશ છે. આથી તે મુક્તિની પ્રત્યે કઈ રીતે કારણ બને ? સદૃશ(સમાન)ભાવ જ સદૃશનું કારણ બને છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું. ૧૪-૨૩ી
DIETITUTENDED]D]D
GEN DINEDED]D]DF GPSC/STSC//
S C/SC/