________________
तृतीयं शान्तवृत्त्यादस्तत्त्वसंवेदनानुगम् । दोषहानिस्तमोभूम्ना नाद्याजन्मोचितं परे ॥१४- २३॥ શાંતવૃત્તિથી થનારું અને જીવાદિતત્ત્વના સંવેદનથી યુક્ત એવું યમ-નિયમાદિસ્વરૂપ અનુષ્ઠાન જ અનુબંધશુદ્ધ ત્રીજું અનુષ્ઠાન છે. વિષયશુદ્ધ પ્રથમ અનુષ્ઠાનથી તેની અજ્ઞાનબહુલતાથી દોષહાનિ થતી નથી. ‘વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી દોષહાનિ માટે અનુકૂળ એવો જન્મ મળે છે.' એમ કેટલાક આચાર્યભગવંતો માને છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે કષાય અને વિષયના વિકારના નિરોધ સ્વરૂપ શાંતવૃત્તિથી જે અનુષ્ઠાન થાય છે તે અનુષ્ઠાન; જો જીવ અને અજીવ વગેરેના તત્ત્વ(સ્વરૂપ)ના સમ્યગ્ રીતે પરિજ્ઞાનને અનુસરનારું હોય તો અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન બને છે.
સામાન્ય રીતે સમજી શકાય છે કે પૂર્વનાં બંન્ને અનુષ્ઠાનો કરતા આ ત્રીજું અનુષ્ઠાન ઉત્કૃષ્ટ છે. કષાય અને વિષયના વિકારથી સહિત અનુષ્ઠાન મોક્ષનું કારણ નહીં જ બને. તેમ જ મોક્ષની પ્રાપ્તિ માટે જીવાદિ તત્ત્વોનું સમ્યક્ પરિજ્ઞાન પણ હોવું જોઈએ. જેને મોક્ષની પ્રાપ્તિ થવાની છે તે જીવનું જ તત્ત્વ આપણને પરિજ્ઞાત ન હોય અને તેનાથી વિરુદ્ધ અજીવાદિનું પણ તત્ત્વ આપણને પરિજ્ઞાત ન હોય તો એવા અજ્ઞાનના કારણે પણ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. તેથી મોક્ષસાધક અનુષ્ઠાન જીવાદિ તત્ત્વોના સમ્યપરિજ્ઞાનને અનુસરનારું હોવું જોઈએ. અજ્ઞાનપૂર્વકનાં અનુષ્ઠાનો મોક્ષસાધક નથી. તેમ જ વિષય-કષાયના વિકાર સહિત અનુષ્ઠાનો પણ મોક્ષસાધક નથી.
ન
ત્રણેય અનુષ્ઠાનનું ફળ વર્ણવવા માટે પ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાનનું ફળ આ શ્લોકના ઉત્તરાર્ધ્વ દ્વારા જણાવાય છે. પ્રથમ વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી મોક્ષની પ્રાપ્તિમાં બાધક એવા રાગાદિ દોષોની
EEEEEEEE
DO ૪૩
CO AN ADVAOVAL VAR
£7