________________
શુદ્ધ છે તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે અને ઉત્તરત્ર અનુવર્તમાન (પરંપરા લગ્ન) હોવાથી જે અનુષ્ઠાન અનુબંધથી શુદ્ધ છે તે અનુબંધશુદ્ધ અનુષ્ઠાન છે. પૂર્વ પૂર્વ અનુષ્ઠાનની અપેક્ષાએ ઉત્તર ઉત્તર અનુષ્ઠાન પ્રધાન-મુખ્ય (શ્રેષ્ઠ) છે.
આ ત્રણ અનુષ્ઠાનમાંના પ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ શ્લોકમાંના અંતિમ પાદથી કર્યું છે. “આ અનુષ્ઠાનથી મને મોક્ષ પ્રાપ્ત થાઓ !'' આવી ઈચ્છાથી ઉત્પન્ન થયેલું જે અનુષ્ઠાન છે-તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. મોક્ષની ઉત્કટ ઈચ્છાના કારણે કોઈ વાર અજ્ઞાનવશ પર્વત ઉપરથી ઝંપાપાત કરવો; કરવત વગેરે દ્વારા શરીરને કાપી નાંખવું અને ગીધ વગેરે પક્ષીઓને શરીર આપી દેવું...વગેરે સ્વઘાતના ઉપાય સ્વરૂપ તે તે અનુષ્ઠાનો થતાં હોય છે. તે પણ અનુષ્ઠાનો વિષયશુદ્ધ છે. તો પછી જે અનુષ્ઠાન મોક્ષની ઈચ્છાથી થયેલું હોય અને સ્વઘાતના ઉપાય સ્વરૂપ ન હોય તો તે અનુષ્ઠાનની વિષયશુદ્ધતા અંગે પૂછવાનું જ શું હોય ? અર્થાર્ મોક્ષની તેવા પ્રકારની ઈચ્છાથી ઉત્પન્ન થયેલ સ્વહિંસક અને સ્વાહિંસક બધાં જ અનુષ્ઠાન વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. ।।૧૪-૨૧
****
સ્વહિંસક એવું પણ અનુષ્ઠાન જે કારણથી ‘વિષયશુદ્ધ’ મનાય છે; તે જણાવવાપૂર્વક બીજા અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છેस्वरूपतोऽपि सावद्यमादेयाशयलेशतः ।
शुभमेतद्; द्वितीयं तु लोकदृष्ट्या यमादिकम् ।।१४-२२।। “પર્વત ઉપરથી ઝંપાપાતાદિ સ્વરૂપ અનુષ્ઠાન (વિષયશુદ્ધાનુષ્ઠાન) સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં મોક્ષના આશયલેશથી શુભ છે. બીજું સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાન તો લોકદૃષ્ટિએ
EEEEE
DIET C
૪૧ DOC
CH
םםםםם