Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ પણ જણાવ્યું છે કે વિચિકિત્સાને પ્રાપ્ત કરનાર આત્માને સમાધિ (ચિત્તની સ્વસ્થતાદ) પ્રાપ્ત થતી નથી. આથી સ્પષ્ટ છે કે ચિત્તની શુદ્ધિ માટે શાસ્ત્રનો જ આદર કરવો જોઈએ. આ વાતને જણાવતાં (યોગબિન્દુમાં) ફરમાવ્યું છે કે મલિન એવા વસ્ત્રને શુદ્ધ કરવા માટે જેમ જલ અત્યન્ત કારણ છે, તેમ ચિત્તસ્વરૂપ રત્નને શુદ્ધ બનાવવા માટે શાસ્ત્ર અત્યન્ત ઉપયોગી સાધન છે – એમ વિદ્વાનો જાણે છે. વસ્ત્રને શુદ્ધ બનાવવા માટે જલની કેટલી આવશ્યકતા છે – એને જેઓ સમજી શકે છે તેમને ચિત્તની શુદ્ધિ માટે શાસ્ત્રાધીનતાની પરમાવશ્યકતા સમજતાં વાર નહિ લાગે. પાણી વિના જેમ કપડાં ચોખ્ખાં નહીં થાય, તેમ શાસ્ત્રાધીનતા વિના ચિત્તરત્ન પણ શુદ્ધ નહીં થાય. I૧૪-૨વી અનુષ્ઠાનના ત્રણ પ્રકાર જણાવાય છેविषयात्मानुबन्धैस्तु विधा शुद्धं यथोत्तरम् । प्रधानं कर्म तत्राद्यं मुक्त्यर्थं पतनाद्यपि ॥ १४-२१॥ વિષય, આત્મા અને અનુબન્ધથી શુદ્ધ (અર્થા વિષયશુદ્ધ આત્મ(સ્વરૂપ) શુદ્ધ અને અનુબન્ધશુદ્ધ પ્રકારથી) અનુષ્ઠાન ત્રણ પ્રકારનાં છે. જેનાથી જે ઉત્તર(આગળ) છે તેની અપેક્ષાએ તે પ્રધાન છે. આ ત્રણમાં પ્રથમ વિષયશુદ્ધ જે અનુષ્ઠાન છે તે મોક્ષને પ્રામ કરવાના આશયથી પર્વત ઉપરથી પડવા વગેરે સ્વરૂપ પણ છે – આ પ્રમાણે એકવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અનુષ્ઠાનના ત્રણ પ્રકાર છે. વિષયશુદ્ધ અનુષ્ઠાન, સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન અને અનુબધશુદ્ધ અનુષ્ઠાન. જેનો વિષય-ઉદ્દેશ શુદ્ધ છે તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. જેનું સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64