________________
સુખાધિગમ બને છે. એ જ અર્થ કોઈના માટે દુરધિગમ બને છે, તો એ જ અર્થ કોઈના માટે અનધિગમ બને છે. એક રૂપના વિષયમાં જ આ રીતે વિચારીએ તો સમજી શકાશે કે જેઓ આંખે દેખી શકે છે અને ચિત્રર્મમાં નિપુણ છે; તેમને રૂપની સિદ્ધિ સુખાધિગમ સ્વરૂપ છે. જેઓ અનિપુણ છે તેમને તે સિદ્ધિ દરધિગમ છે. અને જેઓ અબ્ધ છે તેમને તે સિદ્ધિ અનધિગમ સ્વરૂપ છે. આવી રીતે શ્રોતાઓની અપેક્ષાએ અર્થમાત્ર ત્રણ પ્રકારનો છે. આ ત્રણ પ્રકારના અર્થસ્થળે પ્રથમ પ્રકારના સુખાધિગમના વિષયમાં નિશ્ચય હોવાથી ‘વિચિકિત્સાનો સંભવ નથી. ત્રીજા પ્રકારના અનધિગમના વિષયમાં અર્થની સિદ્િધ જ ન હોવાથી વિચિકિત્સા નો સંભવ નથી. પરંતુ દેશ, કાળ અને સ્વભાવથી વિપ્રકૂટ એવા ધર્મ અને અધર્મના વિષયમાં અર્થની દુરધિગમતાના કારણે મહાનર્થને કરનારી વિચિકિત્સા થાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે દુરધિગમ અર્થના વિષયમાં વિચિકિત્સા થવાનો સંભવ છે. તે મહાન અનર્થને કરનારી છે. ધર્મ અને અધર્મનો નિર્ણય કરવામાં દેશ, કાળ અને સ્વભાવનો સનિષ્પ ઉપયોગી બને છે. સામાન્ય રીતે પદાર્થમાત્રના નિર્ણય માટે યોગ્યદેશ યોગ્યકાળ અને યોગ્યસ્વભાવ ઉપયોગી બને છે. ઉચિત દેશકાલાદિ ન હોય તો પદાર્થ દરધિગમ બને છે. ધર્મ અને અધર્મના નિર્ણય માટે પણ યોગ્યદેશાદિની અપેક્ષા છે. ભાવિતદેશ હોય, સુષમાદિકાળ હોય અને આજુ-પ્રાજ્ઞસ્વભાવ હોય તો ધર્માદિનો નિર્ણય કરવાનું સરળ બને છે. અન્યથા એવા દેશાદિથી દૂર હોઈએ તો તેવો નિર્ણય થઈ શક્તો નથી. આવા સંયોગોમાં ઉપર જણાવ્યા મુજબ વિચિકિત્સા થાય છે, જે મહાન અનર્થનું કારણ બને છે. આ પ્રમાણે આગમમાં
BEEDED] B] DEOD E d/d/od/m/ed/EdSONGCS:
DRES|D]D]\[D]||BJP //G]S]]lGS /SC/S