Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ સહજ રીતે પ્રામ થનારો ઉપદેશ અને શુભસૂચક લક્ષણો : આ ત્રણ પ્રકારના અનુક્રમે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિઙ્ગપ્રત્યય છે. આ ત્રણ રીતે, જે અનુષ્ઠાન કરવાનો નિર્ણય કર્યો છે-એ અનુષ્ઠાન પોતાથી બનશે કે નહિ, જે કરું છું તે ઈષ્ટસાધન છે કે નહિ અને ભવિષ્યમાં તે બલવાન એવા અનિષ્ટને તો નહિ આપે ને...ઈત્યાદિનો અભ્રાન્તપણે વિશ્વાસ પ્રાપ્ત થાય છે. એ વિશ્વાસથી કરાતા અનુષ્ઠાનને સમ્યક્પ્રત્યયવૃત્તિથી કરાતું અનુષ્ઠાન કહેવાય છે. આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિઙ્ગપ્રત્યયની વૃત્તિથી કરાતાં અનુષ્ઠાન, લોકોત્તર સિદ્ધિનાં કારણ બને છે. સંસારના અર્થ-કામાદિ પ્રસંગે જે રીતે આત્મવિશ્વાસાદિનો ખ્યાલ રખાય છે એવી જ રીતે લોકોત્તર માર્ગનાં અનુષ્ઠાનો કરતી વખતે આત્મપ્રત્યયાદિ દ્વારા વિશ્વસ્ત બની અનુષ્ઠાન કરાય તો પ્રવૃત્તિમાં ખૂબ જ દૃઢતા આવે છે, જે સિદ્ધિના દ્વારે પહોંચવા માટે ખૂબ જ અગત્યનું સાધન છે. આજે મોટા ભાગે એનું ધ્યાન રાખવાનું આવશ્યક લાગતું નથી. તેથી સાધના ખૂબ જ શિથિલ બને છે. ||૧૪-૧૯૫ છે *** યોગની પ્રાપ્તિ માટે શાસ્ત્રાધીનતાની અનિવાર્યતાને જણાવાય शास्त्रमासन्नभव्यस्य मानमामुष्मिके विधौ । મેન્દ્ર ત્રિવિત્સિાયા: સમાયે: પ્રતિતા II ?૪-૨૦મા ‘“પરલોકની સાધના કરવામાં આસન્નભવ્યને શાસ્ત્ર પ્રમાણ છે. તેથી સર્વત્ર મોક્ષની સાધનામાં શાસ્ત્રની જ સેવા કરવી જોઈએ. કારણ કે સમાધિમાં વિચિકિત્સાના કારણે પ્રતિકૂળતા થાય છે.’’ આ પ્રમાણે વીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે EZE67677900 - VCD VERVER CLL 可可 LA

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64