________________
યોગ હોય છે-“આ પ્રમાણે જે કહ્યું છે, તે પરમાર્થથી જ છે; કાલ્પનિક નથી. શાસ્ત્રના કારણે જ જે સંજ્ઞી છે તેવા આત્માને ત્રણ પ્રકારના શુદ્ધ અનુષ્ઠાનથી ત્રણ પ્રકારના સમ્યફપ્રત્યયને આશ્રયીને યોગની પ્રાપ્તિ થાય છે.” -આ શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય એ છે કે રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિ છે. તેનો જેઓએ ભેદ- નાશ કર્યો છે, એવા આત્માઓને જ યોગ હોય છેઆ વાત પૂર્વે જણાવી છે, તે પરમાર્થવૃત્તિએ છે. કલ્પનામાત્રથી એ વાત નથી, પરન્તુ વસ્તુસ્થિતિને અનુલક્ષીને છે.
કારણ કે શાસ્ત્રના જ કારણે જેઓ સંજ્ઞી છે એવા આત્માઓને સમ્યક્ પ્રત્યયની વૃત્તિથી શુદ્ધાનુષ્ઠાન દ્વારા યોગની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રને આધીન થઈને જ જેઓ પ્રવર્તે છે તેમને શાસ્ત્રસંન્ની કહેવાય છે. શાસ્ત્રની આધીનતા વિના અસંજ્ઞીની જેમ કોઈ પણ વિષયમાં પ્રવર્ત્તતા હોય તેમને યોગની પ્રાપ્તિ થતી નથી. અસંજ્ઞી જીવોને તથાપ્રકારના જ્ઞાનના અભાવે જેમ યોગની પ્રાપ્તિ થતી નથી તેમ શાસ્ત્રની આધીનતા વિના જે આત્માઓ પોતાની ઈચ્છા મુજબ પ્રવૃત્તિ કરે છે તેમને પણ યોગની પ્રાપ્તિ થતી નથી. આ રીતે શાસ્ત્રને આધીન બની પ્રવૃત્તિને નહિ કરનારા અને અસંજ્ઞી : એ બેમાં કોઈ વિશેષ નથી.
શાસ્ત્રને આધીન બની પ્રવૃત્તિને કરનારા શાસ્ત્રસંજ્ઞી આત્માઓ ત્રણ પ્રકારનાં શુદ્ધ અનુષ્ઠાનો દ્વારા યોગને પ્રાપ્ત કરતા હોય છે. હવે પછી વર્ણવાતાં એ અનુષ્ઠાનો પણ; એ આત્માઓ ત્રણ પ્રકારના પ્રત્યયપૂર્વક કરતા હોય છે. જેના વડે ભવિષ્યમાં થનાર અર્થનો નિર્ણય(નિશ્ચય) થાય છે, તેને પ્રત્યય કહેવાય છે. ત્રણ પ્રકારના પ્રત્યયનું વર્ણન પણ આગળ કરાશે. સામાન્ય રીતે જે અનુષ્ઠાન કરવાની ધારણા હોય તેના વિષયમાં આત્માનો વિશ્વાસ, પૂ. ગુરુભગવન્તનો
૩૬
DECE
TET