________________
થવાથી) આ બીજું સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાન વિવેકથી રહિત, ખરાબ રાજાના નગરના કિલ્લા જેવું છે. ગુરુલાઘવની ચિંતાના કારણે અનુબંધશુદ્ધાનુષ્ઠાનથી તે દોષની હાનિ અનુબંધવાળી બને છે.”-આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી દોષની અનુવૃત્તિવાળો દોષનો વિગમ થવાથી એ અનુષ્ઠાન વિવેકથી રહિત છે અને જેનો રાજા ખરાબ છે એવા નગરના કિલ્લા જેવું છે. કુત્સિત-નિંદનીય રાજાથી અધિતિ જે નગર છે તે બાહ્યદષ્ટિએ કિલ્લાથી ગમે તેટલું સુરક્ષિત જણાતું હોય તો પણ ત્યાનો રાજા જ ખરાબ હોવાથી લુટારા વગેરેનો ઉપદ્રવ સતત હોવાના કારણે કિલ્લાનો કોઈ અર્થ રહેતો નથી. આવી જ રીતે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન (યમાદિ સ્વરૂપ) બાહ્યદૃષ્ટિએ શુદ્ધ દેખાતું હોવા છતાં ત્યાં અજ્ઞાનસ્વરૂપ દોષના કારણે અનુષ્ઠાન વિવક્ષિત ફળને આપવા સમર્થ બનતું નથી. જેનું જે ફળ છે એ એને જ ન આપે તો એથી બીજી કઈ વિટંબના હોય ?
તૃતીય અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનથી તે દોષની હાનિ અનુબંધવાળી થાય છે. ઉત્તરોત્તર દોષના અપગમને વહન કરનારી એ દોષહાનિ દોષની અનુવૃત્તિથી રહિત હોય છે. યોગબિન્દુમાં પણ તે પ્રમાણે જણાવ્યું છે કે ત્રીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી નિયમે કરી અનુબંધવાળો દોષનિગમ થાય છે. સાનુબંધ(ઉત્તરોત્તર અનુવૃત્તિવાળા) દોષનિગમના કારણ તરીકે આ શ્લોકના છેલ્લા પાદમાં ગુરુ-લાઘવની ચિતાને વર્ણવી છે. સામાન્ય રીતે ત્રીજા પ્રકારના અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનસ્થળે અનુષ્ઠાનકર્તા તે અનુષ્ઠાનથી કયા ગુણની પ્રાપ્તિ થશે અને ક્યા દોષનો સંભવ છે એની ચોક્કસ ચિંતા કરે છે. તેથી અધિક-ગુણવાળા અને અધિકદોષથી રહિત અનુષ્ઠાનના આચરણથી સાનુબંધ દોષની હાનિ
SEEDEDDED]D]By GS/ST/SC/ST/SC/SC/SONG
૪
.