________________
વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી મોક્ષની પ્રાપ્તિ જે કારણે થતી નથી તે શ્લોકમાં જ જણાવીને દ્વિતીય સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનનું ફળ જણાવાય
છે
मुक्तीच्छाऽपि सतां श्लाघ्या न मुक्तिसदृशं त्वदः । द्वितीयात् सानुवृत्तिश्च सा स्याद् दर्दुरचूर्णवद् ॥१४- २४।। ‘‘મુક્તિની ઈચ્છા પણ સજ્જનો માટે શ્લાઘ્ય કોટિની છે. આ વિષયશુદ્ધ-અનુષ્ઠાન મુક્તિસદૃશ (સર્વ રીતે કલ્યાણકારી) નથી. બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી દેડકાના ચૂર્ણની જેમ દોષની પરિહાનિ (દોષવિગમ) અનુવૃત્તિવાળી થાય છે.''- આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે. શ્લોકના પૂર્વાદ્ધનો આશય આ પૂર્વેના શ્લોકની ટીકામાં જણાવ્યો છે કે મુફિત માટે ક્રિયા-અનુષ્ઠાન જ નહિ પરંતુ તેની (મોક્ષની) ઈચ્છા પણ શ્લાઘ્ય કોટિની મનાય છે. તેથી સર્વધા કલ્યાણકારી જેનું સ્વરૂપ છે; એવા મોક્ષની અપેક્ષાએ વિષયશુદ્ધ અનુષ્ઠાન સમાન ન હોવાથી તેનાથી મોક્ષની પ્રાપ્તિ નહીં થાય.
આ શ્લોકના ઉત્તરાદ્ધમાં બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનનું ફળ વર્ણવતાં ફરમાવ્યું છે કે બીજા સ્વરૂપશુદ્ધ એ અનુષ્ઠાનથી મોક્ષબાધક એ દોષોની પરિહાણિ થાય છે. પરંતુ તે દોષહાનિ દેડકાના ચૂર્ણની જેમ ભવિષ્યમાં દોષની અનુવૃત્તિવાળી હોય છે. દેડકાના શરીરનું ચૂર્ણ થયા પછી પણ કાલાન્તરે વરસાદ વગેરેના સંયોગે એનાથી દેડકા ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી મોક્ષબાધક રાગાદિ દોષોની હાનિ થયા પછી પણ કાલા તરે વિષય-કષાયના સામાન્ય પણ નિમિત્તો મળતાં ફરી પાછા દોષો ઉત્પન્ન થતા હોય છે. તેથી બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી જે દોષહાનિ થાય છે તે અનુબંધશિક્તથી દોષની અનુવૃત્તિવાળી છે.
DELED
CD/DVD/CDUGG
૪૫
EEEEEEEE CD GOD DUE