________________
સંગત થાય છે. આ વાતને અનુલક્ષી આ બત્રીશીની ટીકામાં ગ્રંથકાર પરમર્ષિએ 'પ્રવૃત્તરપ્રવૃત્તિ વિરોધપ્રવૃતિયાખ્યાનું આ પ્રમાણે જણાવ્યું છે. અર્થા નાપ્રવૃજ્યાર્ષિતામ્ અહીં ‘રિ પદથી પ્રકૃતિની વિરોધી પ્રકૃતિનો સંગ્રહ કર્યો છે. એનો આશય એ છે કે પ્રકૃતિનો આત્માભિભવ કરવાનો અધિકાર નિવૃત્ત થયે છતે પૂર્વે જેમ આત્માના ગુણો(શુદ્ધસ્વરૂપ)નું આચ્છાદન પ્રકૃતિ કરતી હતી, તેમ તે કરતી નથી. પરન્તુ ઉપરથી એ અધિકારીની નિવૃત્તિના કારણે આત્માના ગુણોના અંશત: આવિર્ભાવમાં તે સહાય કરે છે, જે પ્રકૃતિના મૂળભૂત સ્વભાવની વિરોધિપ્રકૃતિ છે. આ રીતે પ્રકૃતિ(કર્મ)ની અપ્રવૃત્તિ અને વિરોધી પ્રકૃતિ(સ્વભાવ) : એ બંનેના યોગે પરિશુદ્ધ ઊહાપોહ સમ્યગનુષ્ઠાનનું અવધ્યકારણ બને છે. ઈત્યાદિ બરાબર સમજી
લેવું.
અહીં એવી શંકા નહિ કરવી જોઈએ કે “યોગબિન્દુ વગેરે ગ્રન્થમાં દેશવિરતિગુણસ્થાનકથી જ યોગની પ્રાપ્તિ વર્ણવી છે. ચોથા ગુણસ્થાનક સુધી તો એ યોગના કારણભૂત દ્રવ્યયોગની જ પ્રાપ્તિ વર્ણવી છે. તો પછી અહીં ચોથા ગુણસ્થાનકે સમ્યગ્દષ્ટિ આત્માને ભાવથી યોગની પ્રાપ્તિ કઈ રીતે વર્ણવી છે. કારણ કે ચારિત્રના વિરોધી એવા અનન્તાનુબધી ક્યાયોનો અપગમ(અનુય) હોતે છતે એટલા પ્રમાણમાં ચારિત્રનો આવિર્ભાવ થાય છે. આ પ્રમાણે નિશ્ચયનયના અભિપ્રાયથી ચોથા ગુણસ્થાનકે સમ્યગ્દષ્ટિ આત્માને વેગની પ્રાપ્તિ ભાવથી થાય છે એમ જણાવ્યું છે. ચોથા ગુણસ્થાનકે માત્ર અનન્તાનુબીના કષાય સ્વરૂપ ચારિત્રમોહનીયકર્મનો જ અપગમ થવાથી ખૂબ જ અલ્પપ્રમાણમાં ચારિત્રગુણનો આવિર્ભાવ હોવાથી તેની વિવલા નહિ કરનારા એવા વ્યવહારનયની અપેક્ષાએ તો ચોથા
ટિDિespie DF\E/ Guccc vidDAL
DDDDDDDDDED boiled glog/C/UCDC