________________
(ગ્રંથિભેદ પૂર્વે) એ વ્યાપાર ભવનું કારણ બનતો હોવા છતાં ગ્રંથિભેદ થવાના કારણે હવે તે મોક્ષના કારણ સ્વરૂપે પરિણમે છે. “જે જેટલા પ્રમાણમાં ભવના હેતુ છે તે તેટલા પ્રમાણમાં મોક્ષનાં કારણ છે.”આ વચન પ્રમાણ હોવાથી જીવવિશેષને સંસારનાં કારણ પણ મોક્ષનાં કારણ સ્વરૂપે પરિણમે છે.
અહીં આવી શંકા નહિ કરવી જોઈએ કે-એકલા શુભ પરિણામથી શું? કારણ કે મોક્ષની પ્રત્યે ક્રિયા પણ કારણ છે. તેથી ભિન્નગ્રંથિવાળા આત્માને શુભ પરિણામ હોવા છતાં શુભકિયાનો અભાવ હોવાથી તે પરિણામ અકિંચિત્કર છે.'-આ શંકાનું સમાધાન કરતાં શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે-આ સમ્યગૃષ્ટિ આત્માઓની શુશ્રુષાદિ ક્રિયા પણ શ્રી જિનવચનના પ્રામાણ્યનો સ્વીકાર કરાવનારી શુદ્ધ કોટિની હોય છે. કારણ કે પૂર્વે જણાવ્યા મુજબ પ્રકૃતિ-કર્મ ઉપર આત્મા-પુરુષનો અધિકાર હોવાથી અર્થ આત્મા-પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ પ્રકૃતિનો અધિકાર નિવૃત્ત થવાથી અને પ્રકૃતિવિરોધી યોગ પ્રાપ્ત થવાથી સમ્યગ્દષ્ટિ આત્માને પરિશુદ્ધોહાપોહયોગની પ્રાપ્તિ થતી હોય છે. એ યોગથી જ શુશ્રુષાદિ ક્રિયાયોગનો આક્ષેપ થાય છે. એ યોગ(કદાપોદ) જ ક્રિયાને ખેંચી લાવે છે. કારણ કે પરિશુદ્ધ ઊહાપોહ સમ્યગનુષ્ઠાનનું અવધ્ય (ચોક્કસ ફલપ્રદ) કારણ છે. સમગનુષ્ઠાનના અભાવમાં પરિશુદ્ધ ઊહાપોહનો પણ અભાવ હશે. કાર્યનો અભાવ કારણના અભાવને જણાવનારો હોય છે.
આ વિષયના નિરૂપણ વખતે યોગબિંદુ ગ્રંથમાં જણાવ્યું છે કે-ભિન્નગ્રંથિવાળાને આ મોક્ષની અભિલાષાવાળું ચિત્ત સુંદર જ છે. કારણ કે ભવના વિયોગના વિષયવાળી વિચારણા તે આત્માને સ્વભાવથી જ પ્રવર્તે છે. તેના યોગે તે શુદ્ધાનુષ્ઠાન(શુક્રૂષા