________________
વિષયમાં શુશ્રુષાદિ સ્વરૂપ યોગ અને પાપનો બંધ થાય છે તેમ ગ્રંથિભેદ કરનાર આત્માને કુટુંબપરિપાલનાદિ વ્યાપાર પણ મોક્ષના વિષયમાં નિર્જરાસ્વરૂપ ફળને આપનારો સમજવો. ગ્રંથિ(રાગદ્વેષની તીવ્ર પરિણતિ)નો ભેદ થવાથી ઉત્તમ એવા મોક્ષ સ્વરૂપ ભાવને સારી રીતે જોનાર આત્માને કર્મની વિચિત્ર પરિણતિને લઈને કુટુંબાદિના પ્રતિબંધથી આકુળ(વ્યગ્ર) હોવા છતાં મોક્ષમાં ચિત્ત ઉત્પન્ન થતું નથી-એવું બનતું નથી અર્ધા બને જ છે. અન્યથા જો એવું ન બને તો પરમાર્થથી એ આત્માએ ઉત્તમભાવ-મોક્ષનું નિરીક્ષણ જ ક્યું નથી-એમ માનવું પડે. કર્મયોગે આવી પડેલા તે તે ભાવો; ઉત્તમ ભાવોનું નિરીક્ષણ કરનારાઓને મોક્ષના ચિત્તનો બાધ કરનારા બનતા નથી. II૧૪-૧ળા
*
*
*
ઉપર જણાવ્યા મુજબ ભિન્નગ્રંથિક આત્માઓને કુટુંબપરિપાલનાદિનો વ્યાપાર નિર્જરારૂપ ફળનું કારણ કેમ બને છે તે જણાવાય છે
निजाशयविशुद्धौ हि बाह्यो हेतुरकारणम्। शुश्रूषादिक्रियाऽप्यस्य शुद्धा श्रद्धानुसारिणी॥१४ -१८॥
“પોતાના આશયની વિશુદ્ધિ હોતે છતે કર્મબંધની પ્રત્યે બાહ્ય હેતુ; કારણ બનતા નથી. આ ભિન્નગ્રંભિક સમકિતદૃષ્ટિ આત્માની શુશ્રુષાદિ ક્રિયા પણ શુદ્ધ શ્રદ્ધાને અનુસરનારી છે.” આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે રાગદ્વેષની તીવ્રપરિણતિનો ભેદ થવાથી તે આત્માનો પોતાનો આશય (પરિણામ) શુદ્ધ બને છે. એ આશયની શુદ્ધિને લઈને કુટુંબચિંતાદિ સ્વરૂપ વ્યાપાર અશુભ કર્મબંધનું કારણ બનતો નથી. કારણ કે આ પૂર્વે
GES EF\ EIF EEEEEEEEE
E EEEEEEEEEEEEE