________________
સમ્યગ્દષ્ટિ આત્માને ધર્મ અને અર્થાદિ વ્યાપાર યોગસ્વરૂપે પરિણમે છે : આ વાત દૃષ્ટાંતથી ભાવિત કરાય છે
अन्यसक्तस्त्रियो भर्तृयोगोऽप्यश्रेयसे यथा। तथाऽमुष्य कुटुम्बादिव्यापारोऽपि न बन्धकृत्॥१४-१७॥
“પરપુરુષમાં આસકત સ્ત્રીનો પતિની સેવાદિ સ્વરૂપ યોગ પણ જેમ કલ્યાણ માટે થતો નથી, તેમ જેઓએ ગ્રંથિનો ભેદ ર્યો છે એવા આ ભિન્નગ્રંથિક આત્માઓને કુટુંબપરિપાલનાદિ વ્યાપાર પણ કર્મના બંધને કરનારો બનતો નથી.'- આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે, પોતાના પતિને છોડીને બીજા પુરુષમાં આસક્ત એવી અવિરત મૈથુનની ઈચ્છાવાળી સ્ત્રી, પોતાના પતિની શુશ્રુષા-સેવા ભક્તિ વગેરે સ્વરૂપ વ્યાપાર(કાર્ય કરે તો પણ તે જેમ પાપકર્મના બંધ માટે થાય છે તેમ ગ્રંથિભેદ કરનારા આત્માને કુટુંબનો વ્યાપાર પણ કર્મના બંધ માટે થતો નથી. પુણ્યકર્મનો યોગ હોવા છતાં પાપના પરિણામથી જેમ પાપનો જ બંધ થાય છે તેમ અશુભ કુટુંબાદિના પરિપાલનનો યોગ હોવા છતાં શુદ્ધ પરિણામથી સદનુબંધ જ થાય છે, પરંતુ અશુભયોગથી અશુભ અનુબંધ થતો નથી. સ્ત્રી પોતાના પતિની જે કાંઈ શુશ્રુષાદિ કરે છે તે તેના માટે ઉચિત હોવાથી પુણ્યયોગ(શુભયોગ) છે, પરંતુ પરપુરુષમાં તે આસકત હોવાથી તેના પરિણામ અશુભ છે. એ પરિણામના યોગે તે સ્ત્રીને પુણ્યયોગમાં પણ અશુભબંધ થાય છે.
આ વિષયમાં યોગબિન્દુ માં જણાવ્યું છે કે અન્ય પુરુષમાં આસફત એવી સ્ત્રીને મૈથુનની પ્રબળ ઈચ્છાના કારણે તે પરપુરુષમાં જ તેનું ચિત્ત સદા રમતું હોવાથી, સ્વપતિના (ભાવથી પરપુરુષના)
GENEFITS|DF\